💁દોસ્તો, જ્યારે કોઈપણની સુંદરતાની વાત થાતી હોય તો તેમા સૌથી પહેલા તો વાળની વાત કરવી પડે. અને વાળ જો સુંદર હોય તો મહિલાઓની સુંદરતામાં ચાર ચાંદ લાગી જતાં હોય છે. પહેલાના સમયમાં બધાના વાળ ખૂબ જ સુંદર રહેતા હતા. કારણ કે તે સમયમાં વાળને ધોવા માટે આજના જેવી કોસ્મેટિક પ્રોડક્ટ ના હતી. જ્યારે આજે સ્ત્રીઓ પોતાના વાળની ખૂબ જ સંભાળ રાખે છે. છતાં પણ તેઓના વાળ અકાળે સફેદ થાય છે અને વાળ ખરે છે.
💁હાલના સમયમાં સ્ત્રીઓને એક પ્રશ્ન ખૂબ જ પજવે છે. અને તે છે પોતાના વાળનો પ્રશ્ન. આજની મહિલા પોતાના વાળની સુંદરતા માટે ઘણું કરે છે. પરંતુ બજારમાં મળતી પ્રોડક્ટથી કોઈ ખાસ્સો તફાવત જોવા મળતો જ નથી. આજે બજારમાં મળતા તમામ શેમ્પૂ અને કન્ડિશનર કેમિકલયુક્ત હોવાથી તે વાળને સુંદર બનાવવાના બદલે નુકશાન કરે છે.
💁દોસ્તો હવે તમારે ચિંતા કરવાની જરૂરત નથી. આજે અમે તમારા માટે એક એવા હર્બલ શેમ્પુની રીત લાવ્યા છીએ કે જેના ઉપયોગથી તમારા વાળ સુંદર કાળા,લાંબા અને રેશમી બની જશે. સાથે એક બીજો પણ ફાયદો એ છે કે તમારા વાળનો ગ્રોથ પણ વધી જશે. તો ચાલો જોઈએ હર્બલ શેમ્પુ બનાવવાની રીત.
- 👉હર્બલ શેમ્પુ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ👈
👉એક નાની વાટકી જેટલા આમળાના ટુકડા લો. આમળામા ભરપૂર માત્રામા વિટામિન સી હોય છે. જેનાથી વાળ રેશમી તો બને જ છે પણ સાથે તેના ગ્રોથમાં પણ ઘણો વધારો થાય છે. વાળમાં ખોડાનો પ્રોબ્લેમ છે. તો તેને પણ આમળા દૂર કરે છે. ડેમેજ થયેલા વાળને ફરી સુંદર બનાવે છે.
👉એક નાની વાટકી અરીઠા લો. આરીઠાથી શેમ્પુમા ફીણ બને છે. તે વાળને ચોખ્ખા બનાવે છે. આરીઠામાં આયરનના ગુણો હોવાથી વાળ એકદમ મુલાયમ રેશમી જેવા બની જાય છે. જો અરીઠાનો નિયમિત ઉપયોગ થાય તો વાળને લગતા પ્રશ્નો ક્યારેય ઉદ્ભવતા નથી.
👉એક નાની વાટકી શિકાકાઈ લો. શિકાકાઈમા વિટામિન- A, C, D, K સમાયેલ હોય છે. શિકાકાઈ વાળને મજબૂત બનાવે છે. તે વાળના ગ્રોથને પણ વધારે છે. શિકાકાઈ વાળમાં કન્ડિશનર જેવુ કામ કરે છે. વાળને ઘાટા અને સુંદર બનાવે છે. શિકાકાઈથી વાળ એકદમ સુંવાળા (સિલ્કી) બની જાય છે.
👉એક મોટી ચમચી ભરીને સુકાયેલી મેથીના દાણા. મેથીમા પ્રચુર માત્રામાં એમીનો એસિડ સમાયેલું હોય છે. જેનાથી વાળની જડો એટલે કે વાળના મૂળ મજબૂત બને છે. અને સાથે વાળના ગ્રોથમાં પણ વધારો થાય છે.
👉એક વાટકી ભરીને કડવા લીંમડાના પાન. આ કડવા લીંમડામા એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીફંગલ જેવા ગુણો સવિશેષ હોવાથી વાળને કોઈપણ પ્રકારના ઇન્ફેકશનથી બચાવે છે.
- 👉હર્બલ શેમ્પુ બનાવવા માટેની સરળ રીત 👈
👉સૌ પ્રથમ તો આમળાના સૂકા ટુકડાને મિક્સરમાં નાખીને બારીક પાઉડર બનાવી લો ત્યારપછી એજ જારમાં શિકાકાઈને પણ બારીક પીસીને પાઉડર બનાવો ત્યારબાદ આરીઠાના બીજને અલગ કરીને તેને પણ મિક્સરમાં પીસી લો. હવે આ ત્રણેય પાઉડરને એક મોટા વાસણમાં નાખીને સારી રીતે મિક્સ કરીલો. હવે તમારો શેમ્પુ બનાવવાનો પાઉડર બની ગયો છે.આ પાઉડરને એક એરટાઈટ ડબ્બામાં ભરીને લાંબો સમય રાખી શકો છો.
👉હવે જ્યારે તમારે તમારા વાળને ધોવાના છે. તેના આગળના દિવસે શેમ્પૂ બનાવી લેવાનું છે. તો ચાલો જોઈએ પાઉડરમાંથી શેમ્પૂ કેવી રીતે બનાવવું. તો સૌ પહેલા એક તપેલીમાં એક ગ્લાસ પાણી નાખીને તેને ગેસ પર ગરમ કરીલો. હવે આ પાણીમાં તમે તૈયાર કરેલો પાઉડર ઉમેરો. ગેસને ધીમી આંચ પર જ રાખો. ત્યારપછી એક કે બે ચમચી મેથીના દાણા અને મૂઠી જેટલા કડવા લીમડાના પાનને ઉમેરીને થોડીવાર ઉકળવા દેવું. એક ઊભરો આવે એટલે ગેસને બંધ કરીને તૈયાર થયેલા શેમ્પૂને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ પાડી લો. ત્યારપછી તૈયાર થયેલા શેમ્પૂને બારીક એવા સુતરાઉ કાપડથી ગાળીલો. હવે આ શેમ્પૂને તમે ઉપયોગમાં લઈ શકો છો.
💁દોસ્તો, આ એક હર્બલ શેમ્પૂ છે. આને બનાવવા માટે તમારે એક જ વાર પાઉડર તૈયાર કરી લેવાનો રહે છે. બાકી તો તમારે જ્યારે વાળને ધોવા છે ત્યારે આગલા જ દિવસે પ્રવાહી રૂપે શેમ્પૂ તૈયાર કરી લેવું અને ઉપયોગમાં લઈ લેવું. જો તમારા વાળ ડ્રાઈ છે તો શેમ્પૂમાં તમે એક ચમચી જેટલું કોકોનટ મિલ્ક ઉમેરીને તમારા વાળના મોઈસ્ચુરાઈઝરને જાળવી શકો છો. આ શેમ્પૂ વાપરવાથી તમને કોઈપણ પ્રકારની આડઅસર તો થવાની નથી જ પરંતુ હા તેના અનેક ફાયદાઓ ચોક્કસ થવાના છે.
જો તમારા વાળમાં ખાંજવાળ, ખોડો કે અન્ય કોઈ સમસ્યા છે તો આ શેમ્પૂ તેને દૂર કરશે. સાથે તમારા વાળને મુલાયમ, કાળા અને ઘાટા બનાવશે. આ શેમ્પૂનું રિઝલ્ટ એટલું સરસ મળશે કે તમે બજારમાં મળતા કેમિકલયુક્ત શેમ્પૂ ક્યારેય નહીં ખરીદો. તો આંબળા, અરીઠા અને શિકાકાઈમાંથી બનતા નેચરલ હર્બલ શેમ્પૂને આજે જ અપનાવીએ. અને તેમાંથી મળતા અનેક ફાયદાનો લાભ આપણે પણ લઈએ..
જો હર્બલ શેમ્પૂ બનાવવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.