મિત્રો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું મગજ એટલું પાવરફુલ બને કે દુનિયાની કોઈપણ વસ્તુ કરવી તેના માટે ખુબ સહેલી હોય. પણ આવું બનતું નથી. કારણ છે કે આપણે આપણા મગજનો પૂરો ઉપયોગ જ નથી કરતા. આપણે માત્ર 5% જ તેનો ઉપયોગ કરીએ છીએ. આથી આપણે જે ધારીએ તે મેળવી નથી શકતા.
મિત્રો દરેક વ્યક્તિના અલગ અલગ સપના હોય છે, જેમ કે કોઈ વ્યક્તિ નોકરીમાં પોતાનું સૌથી બેસ્ટ આપવા માંગે છે, પ્રમોશન ઈચ્છે છે, કોઈ કામયાબ બિઝનસમેન બનવા માંગે છે, તો કોઈ બેસ્ટ કલાકાર બનવા માંગે છે, કોઈ રાજનેતા બનવા માંગે છે, પણ જે કોઈ પણ સફળ વ્યક્તિ કે જે સફળતાની ટોચ પર જઈને બેઠા છે તેની સફળતાનું કારણ છે તેઓ પોતાના મગજનો ઉપયોગ 5% નહી પણ તેનાથી વધુ ઉપયોગ કરે છે.
આપણા મગજની અંદર બે મગજ હોય છે એક છે કોન્શોયસ મગજ અને બીજું છે સબ કોન્શીયસ મગજ. આમાં જે કોન્શીયસ મગજ છે તેનો આપણે માત્ર 5% જ ઉપયોગ કરીએ છીએ. જયારે બાકીના 95% સબ કોન્શીયસ મગજ છે. જેનો આપણે આપણા રોજીંદા જીવનમાં અમુક ટકા જ ઉપયોગ કરીએ છીએ.
એટલે કે આપણે એક ઉદાહરણ દ્રારા સમજીએ, માની લો કે સવારે 6 વાગ્યે ઉઠવું, બ્રશ કરવું, સ્નાન કરવું, છાપું વાંચવું, સ્કુલ કે ઓફીસ જવું, વગરે આપણા સબ કોન્શીયંસ મગજમાં સેટ થયેલું હોય છે. જયારે કોન્શીયંસ મગજ એ કોઈપણ બાબત પર સમજી વિચારી અને પછી તેના માટે નિર્ણય લે છે. જયારે સબ કોન્શીયંસ એ આપણા જીવનનું નિયમિત કામ કરે છે.
હવે પછીની વાત ખુબ મહત્વની છે એ છે તમારો વિશ્વાસ. જો તમને કોઈ કામ કરવામાં વિશ્વાસ નહી હોય તો તે કામ કરવાનો કોઈ અર્થ નથી. વિશ્વાસથી આપણું સબ કોન્શીયંસ મગજ બધી રીતે માહિતી રાખે છે. આથી કોઈ પણ કામ કરવા માટે એમ ન વિચારો કે પ્રયત્ન કરીને જોઈએ પણ તે કામ માટે તમારા સબ કોન્શીયંસ મગજને ઓર્ડર આપો. પછી જુઓ કમાલ. તમારું સબ કોન્શીયંસ મગજ તરત જ તે કામ કરીને આપશે.
ઘણી વખત તમે જોતા હશો કે આપણે ક્યારેક તો પોતાના મગજને નેગેટીવ વાત કહી હશે. આમ કરવાથી આપણને જ નુકસાન થશે. આથી ક્યારેય પોતાના સબ કોન્શીયંસ મગજને નેગેટીવ વાત ન કહો. તે સમજાવતું નીચેનું ઉદાહરણ જોઈ લો..
ધારો કે કોઈ પ્લેન માં એક પાયલોટ છે તે પ્લેન ને ઉડાડે છે. ત્યારે ખુબ પ્લેન નક્કી નથી કરતુ કે તે ઈચ્છે ત્યાં ઉડે. પણ પાયલોટ તેની ગતિ નક્કી કરે છે. આથી આટલા મોટા આકાશમાં ગમે ત્યાં પ્લેન નથી ફરતું પણ પાયલોટ જ્યાં લઇ જાય ત્યાં તે જાય છે. તેવી જ રીતે તમારું સબ કોન્શીયંસ મગજ એ નક્કી નથી કરતુ કે તેને ક્યાં જવું છે પણ તમે તેને જે ઓર્ડર આપશો ત્યાં તે જશે. આથી ક્યારેય પણ પોતાના સબ કોન્શીયસ મગજને કોઈ નેગેટીવ ઓર્ડર ન આપો. કેમ કે સબ કોન્શીયસ માઈન્ડને ખબર નથી પડતી કે, તમે નેગેટીવ વિચાર કરો છો કે પોઝીટીવ. એ તો તમારો જેવો વિચાર હશે તેવું તમને રીઝલ્ટ આપી દેશે.
કયારેય પણ પોતાના સબ કોન્શીયંસ મગજને એમ ન કહો કે ‘હું આ નહિ કરી શકું, માને નથી આવડતું, મને આનો ડર લાગે છે, તે માટે નથી, મારા કોઈ શક્તિ નથી, હું મુર્ખ છું, મને કઈ સમજ નથી પડતી, વગરે’ જો તમે આવું વિચારો છો તો તમારું સબ કોન્શીયંસ મગજ તેને માની લે છે અને તમારા માટે ખરાબ કરે છે. આથી હંમેશા પ્રેમથી વાત કરો, બહાદુરીની વાતો કરો, સારા વિચારોની આપ-લે કરો.
તમને એ વાત જણાવી દઈએ કે તમારું સબ કોન્શીયંસ મગજ માનસિક રીતે જ નહિ પણ શારીરિક રીતે પણ તમારા પર અસર કરે છે. એક ઉદાહરણ સમજીએ. માની લો કે કોઈ ગરીબ વ્યક્તિ છે તે ખુબ બીમાર છે. તેની પાસે દવા લેવાના પૈસા નથી. હવે તે કોઈ ભુવા પાસે અથવા તો કોઈ મંદિરે જઈને બધી વાત કરે છે. તે કોઈ જ્યોતિષી અથવા તો તે ભુવા તેને કોઈ તાવીજ, દોરો, કે પ્રસાદી, કોઈ પત્થર આપે છે અને તે પોતાની પાસે રાખવાનું કહે છે.
હવે આ વાત તે વ્યક્તિના કોન્શીયંસ મગજ દ્રારા સબ કોન્શીયંસ મગજ સુધી પહોચે છે. તેને વિશ્વાસ બેસી જાય છે કે આ દોરો કે તાવીજ બાંધવાથી તેને સારું થઇ જશે. અને ખરેખર તેને સારું પણ થઇ જાય છે. તેનું કારણ છે કે તે વ્યક્તિનું સબ કોન્શીયંસ મગજ તેને સ્વીકારી લે છે. આવું જ કઈક પહેલાના જમાનામાં પણ બનતું હશે. પણ આજે તેને એક અંધ વિશ્વાસ ગણવામાં આવે છે. ભારતમાં નહિ પણ વિદેશોમાં પણ આવી રીતે રોગ ભગાવવામાં આવતા. તેના ઉદાહરણો અનેક બુક્સ માં જોવા મળે છે.
- આથી જો તમે સફળ થવા માંગો છો તો મહેનત કરો, અને આ વાત તમારા સબ કોન્શીયંસ મગજને કહી દો કે મારે મહેનત કરીને આગળ વધવાનું છે.
જો તમારે તમારા સબ કોન્શીયંસ મગજનો પુરેપુરો ઉપયોગ કરવો છે તો તેના માટે તમારે તમારા મગજને ટ્રેઈન કરવો પડશે. આજથી જ તમે શરુ કરી દો કે તમારું સબ કોન્શીયંસ મગજ તમારા કહ્યા પ્રમાણે ચાલે. જો કે આ કામ ઝડપથી નહિ થાય પણ ધીમેધીમે તમારે તમારા સબ કોન્શીયંસ મગજને ટ્રેઈન કરવાનો છે.
માની લો કે તમારે કોઈ કારણસર સવારે વહેલું ઉઠવું છે અને તમે તમારા મોબાઈલમાં આલાર્મ મુકો છો અને પછી તમે ઉઠી જાવ છો. હવે તમે આલાર્મ મુકવા કરતા તમારા સબ કોન્શીયંસ મગજને જ કહી દો કે કાલે એટલા વાગ્યે ઉઠવાનું છે. બહુ જરૂરી મીટીંગ છે. જો કે તમારું મગજ જલ્દી તમારું કહ્યું નહી માને. તેને સમય લાગશે. આથી પહેલા તો પોતાના મગજ સાથે મિત્રતા કરો. ધીમે ધીમે તેને એક મિત્રની જેમ જ સમજાવતા જાવ.
જયારે કોઈ વ્યક્તિ આપણને એમ કહે છે કે આપણે જીવનમાં કયારેય સફળ નહિ થઇ શકીએ. હવે પહેલા તો આ વાત આપણું કોન્શીયંસ મગજ તેનું અવલોકન કરશે અને પછી સબ કોન્શીયંસ મગજને કહી દે છે. અને જો આપણું કોન્શીયંસ મગજ એમ સ્વીકારી લે કે આપણે સફળ નહિ થઈએ તો સબ કોન્શીયંસ મગજ તે સ્વીકારી લે છે. અને તમને જીવનમાં ક્યારેય સફળ થવા નથી દેતું.
હવે આપણે એમ કહી કે આ વાત ખોટી છે આપણે સફળ થઈશું. તો તે વાત પણ આપણું સબ કોન્શીયંસ મગજ સ્વીકારી લે છે. આમ આપણા કોન્શીયંસ મગજ પર આધાર રાખે છે કે આપણે કઈ વાતને માનવી કે ના માનવી. આથી તમે પહેલેથી પોતાના સબ કોન્શીયંસ મગજમાં એ વાત બેસાડી દો કે આપણે સફળ થઈશું, કોઈપણ મુશ્કેલીને પાર કરીશું. પછી જુઓ તેનો કમાલ.
પછી તમારી જેવી સફળ થવાની પ્રબળ ઈચ્છા હશે, તેવા તેવા સંજોગો તમારી સમક્ષ આવતા જશે, અને તે મુજબ તમારી મહેનત અને ફોકસ તેમાં મળશે તો ગમે તેવું લક્ષ તમારું પૂરું થઇ શકશે.. સબકોન્સિયસ માઈન્ડ એવો ખજાનો છે કે, તમારી 10 રૂપિયાની ઈચ્છા હશે કે, 10 કરોડ રુપીયાની તે દરેક પૂરી કરશે.. બસ જરૂર છે તમારી મહેનત અને તમારી ઈચ્છાની.