આજે ઘણા લોકોને યાદશક્તિની સમસ્યા છે. ઘરેથી 5 વતું લેવા મોકલે અને બજાર જાય તો 2 જ યાદ હોય 3 તો ભૂલેલા જ હોય. આ નાનકડી વાતને ભૂલવાની સમસ્યાને એક પ્રકારે “બ્રેઇન ફોગ” કહેવાય છે. એટલે યાદશક્તની આડે ધુમ્મસ આવી જાય તેવી રીતે. પણ અમે તમને એવી 7 ટિપ્સ બટાવીશું કે, જેનાથી કોઈ 1 પણ કરશો તો પણ તમારી યાદશક્તિ એક અલગ જ લેવલ પર પહોંચી જશે.
આ જે તમને ટિપ્સ જણાવી રહ્યા છીએ તેને ન્યુરૉન્સ ગ્રોથ ટિપ્સ કહેવાય છે. કેમ કે, તે બ્રેઇનમાં આવેલા ન્યુરૉન્સ સેલ્સની સંખ્યામાં વધારો થશે. હવે, ન્યુરૉન્સ સેલ્સ વિષે જેને નથી ખબર તે જાણી લો કે, ન્યુરૉન્સ સેલ્સ આપણા બ્રેઇનમાં માહિતી ટ્રાન્સફર કરતાં કોષો હોય છે. જેથી તેની સંખ્યા જેમ વધુ હોય છે તેમ બ્રેઇન વધુ માહિતી ટ્રાન્સફર કરી શકે જે ખૂબ સારી વાત કહેવાય છે. તો આવો જાણીએ તે ટિપ્સ વિષે.
1. મેજિક ટેબલ – આ એક એવું ટેબલ છે જેમાં 25 નંબર અલગ અલગ કલર ના અને અલગ અલગ જગ્યાએ લખેલા હશે. (નીચે આ ટેબલ આપેલું છે પણ પહેલા સૂચના વાંચો. પછી ટેબલ જુઓ) તમારે તેમાં એવું કરવાનું છે કે, 30 સેકન્ડની અંદર તમારે પહેલા 1 નંબર શોધીને તેની પર નજર કરવાની છે. ત્યારે બાદ 2 પર અને ત્યાર બાદ 3 પર એવી રીતે દરેક નંબર શોધીને છેક 25 સુધી પહોંચવાનું છે. આ કસરત માં તમારી આંખોને અને મગજને ફટફટ નંબર શોધવા માટે મહેનત કરવી પડશે. અને તેનાથી મગજ ફટફટ માહિતી પ્રોસેસ કરવાની શક્તિ વિકસાવી શકશે. આ ટેબલ નીચે આપેલું જ છે તેમાં તમે નજર કરો અને 30 સેકન્ડની અંદર અંદર બધા નબર શોધી લો. જોઈએ કે, તમે બધા નંબર શોધી શકો છો કે નહીં.
2. બ્લાઇન્ડ ફોલ્ડ – આ કસરતમાં તમારે આંખો બંધ કરીને અમુક કામ કરવાના છે. દા. ત. તમારે આંખો બંધ કરીને તમારું નામ બુક માં લખવાનું છે, બીજું કે બુકમાં આંખો બંધ કરીને સર્કલ અથવા ત્રિકોણ અથવા ચોરસ બનાવો. અને આ પણ કરો કે, મોબાઈલ હાથમાં લઈને આંખો બંધ કરીને તમારું નામ ટાઈપ કરો. અથવા તમારા ફ્રેન્ડ કહે તે નામ મોબાઈલ માં ટાઈપ કરો. અને જુઓ કે, સાચું કરી શકો છો કે ખોટું. આ કસરત થી તમારા મગજના સ્નાયુઓને મજબૂત કરે છે. અને ન્યુરૉન્સ સેલને કામ યાદ રાખવા માટે ફોર્સ કરે છે. જે ખૂબ બ્રેઇન માટે સારું કહેવાય.
3. હાથની ક્રિયાઓ – આ ક્રિયામાં તમને ખૂબ મજા આવશે. સૌ પહેલા તમારે જમણા હાથથી નીચે ફોટો માં બતાવ્યા પ્રમાણે “ઓકે” ની સાઇન બનાવવાની છે અને ડાબા હાથે “વિક્ટરી” ની સાઇન બનાવવાની છે, પછી ફટાફટ આ જ ક્રિયા બદલી ને ડાબા હાથે ઓકે અને જમણા હાથે વિક્ટરી બનાવો. આ રીતે 10 વખત આ ક્રિયા કરો. 30 સેકન્ડ ની અંદર કરો અને જુઓ તમારાથી બરોબર થાય છે કે નહીં. આનાથી તમારા મગજના અમુક ભાગો કે જે નિષ્ક્રિય હોય છે તે પણ જાગૃત થાય છે. (નીચેનો ફોટો જુઓ તે રીતે)
4. ત્રિકોણ- ગોળ – આ ક્રિયામાં બંને હાથમાં પેન લો, અને એક હાથથી સર્કલ બનાવો અને બીજા હાથથી ત્રિકોણ બનાવો. આ બંને એક સાથે કરો. પછી હાથ બદલીને ત્રિકોણ અને સર્કલ બનાવો. જુઓ કેટલા સમયમાં તમે પરફેક્ટ સર્કલ અને ત્રિકોણ બનાવી શકો છો. આ કસરત થી તમારા બ્રેઇનમાં નવા ન્યુરૉન્સ ના રસ્તા બને છે અને તેને ન્યુરૉન્સ પાથ કહેવાય. જે તમારા બ્રેઇનને નવી નવી માહિતી ને યાદ રાખવામાં તમારી મદદ કરશે. અને મેમરી પાવર પણ વધારશે.
5 . પ્રભાવશાળી હાથ. – આ ક્રિયામાં તમારે એમ કરવાનું છે કે, તમારો જે હાથ મજબૂત હોય, જેનાથી તમે બધી ક્રિયાઓ કરતાં હોવ તે હાથ ના બદલે બીજા હાથથી ક્રિયાઓ કરો. દા. ત. તમે જમણા હાથથી બ્રશ કરો છો તો હવે ડાબા હાથથી બ્રશ કરો. તેમજ તમે જમણા હાથથી લખતા હોવ તો ડાબા હાથથી લખવાની ટ્રાય કરો. આ કસરતથી મગજમાં જોરદાર બદલાવ આવશે અને બ્રેઇનને રિવાયર કરવામાં મદદ કરશે.
6 . યાદ શક્તિ વધારો. – આપણે આજકાલ ટેકનોલોજી ના એટલા બધા વ્યાસની બની ગયા છીએ કે, મગજને સાવ આરામ જ આપી દીધો છે. આ કસરતમાં તમારે નાની-મોટી હિસાબી ગણતરી મોંએથી કરવાની છે કેલ્ક્યુલેટર નથી લેવાનું. સરવાળા બાદબાકી થી ગણતરી શરૂ કરો. તેમજ એક બીજું પણ કામ કરો કે, અમુક લોકોના મોબાઈલ નંબર યાદ રાખવાની ટ્રાય કરો. એટલીસ્ટ ફેમિલી અને ફ્રેન્ડ્સના તો યાદ રાખી જ શકો છો. તેનાથી ધીમે ધીમે તમારું મગજ એક્ટિવ થશે. અને મેમરીના નવા કનેક્શન બનશે.
ત્યાર બાદ જેરે માર્કેટમાં ખરીદી કરવા જાવ ત્યારે 5-7 વસ્તુઓ ખરીદી કરવાની હોય તો આપણે ફટાફટ મોબાઈલ કાઢીને તેનું લિસ્ટ બનાવી લી છીએ. ભલે તમે વસ્તુઓનું લિસ્ટ બનાવી લો પણ તે વસ્તુઓને મોઢે થી પણ યાદ રાખવાની ટ્રાય કરો. જો પછી 1-2 વસ્તુ ભુલાઈ જાય તો પછી લિસ્ટ જોઈ લો. આ કયાંથી પણ ધીમે ધીમે તમારો મેમરી પાવર વધશે.
7. ઇમેજિન પાવર આ રીતે વધારો – આ ટેક યુગમાં આપની સામે અનેક સ્ક્રીન આવી ગઈ છે, અત્યારે લોકો વાંચવન બદલે વિડીયો જોવાનું વધુ પસંદ કરે છે. તમે આ વાંચી રહ્યા છો મતલબ તે બહુ સારી વાત કહેવાય. હવે સમજો, જે માહિતી બ્રેઇનને ઇમેજિન કર્યા વગર જ મળી જાય છે તેનાથી બ્રેઇન થોડું આળસુ થતું રહે છે. દા. ત. વિડીઓમાં વાત એક સિંહની થતી હોય તો સામે એક સિંહ દેખાતો હોય છે. તો બ્રેઇનને તેમાં વધુ ઇમેજિન નથી કરવું પડતું. માટે તે આળસુ થઈ જાય છે. જ્યારે બુક વાંચતાં હોય અને તેમાં સિંહ લખ્યું હોય તો તમારે વિચારવું પડે છે કે, સિંહ આવો દેખાત – આવો ખતરનાક હશે, આ રીતે ઊભો કે બેઠો હશે વગેરે વગેરે.. તો તે મગજને ઇમેજિન કરવું પાડે છે.
એટલા માટે જો બની શકે તો મગજને અમુક સમયે બુક વાંચવાની ટેવ પાડો, તમને જે ગમે તે વિષે પર બુક વાંચો પણ વાંચો જરૂર. અને ફટફટ બુક વાંચવા કરતાં ધીમે ધીમે વાંચો અને તેમાં જે વાત કહેવામાં આવી રહી છે તેના વિશે ઇમેજિન પણ કરતાં જાઓ. જેનાથી તમારી ઇમેજીનેશન પાવર વધશે અને બ્રેઇન વધુ પાવરફૂલ બનશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.