આજ કાલ દરેક ઘરમાં વીજળીનો ઉપયોગ જરૂરી બની ગયો છે. થોડા સમય માટે જો વીજળી જતી રહે તો લોકો ચિંતાતુર થઈ જાય છે. અને તેમાં પણ અત્યારે જે રીતે વિકાસ થઈ રહ્યો છે. તેમાં મોટી મોટી ઇમારતો 10-17અથવા 13 માળની હોય છે. જેમાં સીડી ચડવી બધા માટે શક્ય હોતી નથી. લિફ્ટ બંધ પડી જાય તો જાણે જીવન અટકી ગયું હોય તેવું લાગ્યા કરે છે. શિયાળામાં મોટાભાગના લોકોના ઘરમાં વીજળીનું બિલ ઓછું આવતું હોય છે.
પરંતુ ઉનાળામાં તો દરેક ઘરમાં કુલર્સ અને એસી ચાલુ જ હોય છે. ઉનાળો પૂરો થાય એટલે ચોમાસાની સીઝનમાં અસહ્ય બફારો જે વીજળીનું બિલ વધારતો હોય છે. આવી સ્થિતિમાં વીજળી બચાવવી એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. નહીંતર બિલ દિવસેને દિવસે વધતું જ જાય છે. તેના માટે તમારે નાની નાની ટેવોને બદલવી પડશે. જેનાથી તમારો ખર્ચ અડધો થઈ જશે.
આજે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી વીજળીનું બિલ અડધું થઈ જશે
આ રીતે કપડાં ધોવા- દરેક મહિલા સવારે વહેલા એક કે બે કલાક માટે કપડાં પલાળી દેતી હોય છે. જેથી મેલ કપાઈ જાય અને મશીનમાં નાખે તો ઝડપથી સાફ પણ થઈ જાય, તે પ્રકારની ભૂલ ન કરવી. રાત્રિના સમયે કપડાં ધોવા જોઈએ. જેથી દિવસે વીજળીનો વપરાશ વધારે થતો હોવાથી ઉર્જાનો ખર્ચ પણ વધુ થાય છે. રાત્રે વીજળીનો વપરાશ ઓછો હોવાથી ઝડપથી કપડાં ધોવાશે અને વીજળી પણ ઓછી વપરાશે.
કપડાં હંમેશાં ઠંડા પાણીથી ધોવા જોઈએ જેથી વોશરનું તાપમાન સેટ કરવાની જરૂર નહીં પડે. અને ખાસ વાત કે વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે વધારે કપડાં ભેગા થાય તેની રાહ જોવી જોઈએ નહીં. કેમ કે વધારે કપડાં મશીનમાં ધોવાથી લોડ પણ વધી જાય છે. જેના કારણે વીજળીનો વપરાશ વધારે થાય છે.
ફ્રિજનું ટેમ્પરેચર આ રીતે રાખો- ફ્રિજ ખાલી હોવાના કારણે વીજળીનું બિલ વધારે આવતું હોય છે. જેથી કરીને તમારે ફ્રિજમાં વધારે શાકભાજી અને ફળો રાખવા જોઈએ. સાથે સાથે સીઝન પ્રમાણે મોડ સેટ કરવા જોઈએ. ઠંડકમાં તમારા ફ્રિજનું ટેમ્પરેચર ઓછું કરી દેવું જોઇએ. જેથી તમારું વીજ બિલ ઓછું આવશે.
આ પ્રકારના બલ્બ વાપરો- ઘરમાં લગાવેલા બલ્બ હંમેશાં વીજળીનું વધારે લાવે છે. તેથી સામાન્ય બલ્બની સરખામણીમાં LED બલ્બનો વપરાશ શરૂ કરો. જે તમારો 80 ટકા સુધીનો વપરાશ ઘટાડી દેશે. ઘરના ઇલેક્ટ્રીક બોર્ડમાં સ્માર્ટ પાવર સ્ટ્રીપનો ઉપયોગ કરો. જેથી તમે જ્યારે પણ બહાર જશો ઘરની મેઈન સ્વીચ બંધ કરવાની જરૂર નહીં પડે.
ઉનાળામાં આ ટ્રિક અપનાવો- બારી બારણાં ખુલ્લા રાખો. જેથી બહારનો પવન ઘરમાં આવે અને ઘરમાં ઠંડક રહેવાના કારણે પંખા કે એસીની વધારે જરૂર ન પડે. અને બારી ખુલ્લી રાખવાથી ઘરમાં લાઈટ પણ કરવી પડતી નથી. આખા ઘરમાં પ્રકાશ રહ્યા કરે છે. સૂર્યના તાપથી બચવા માટે તમારે ઘરમાં છોડ લગાવવા.
ટીવી આ રીતે બંધ કરવું- ઘણાં લોકો રાત્રે ટીવી બંધ કરવાની આળસમાં માત્ર રિમોટથી બંધ કરીને સૂઈ જતા હોય છે. પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે આખી રાત ટીવી ચાલુ રહે છે. જેના લીધે વીજળીનો પોઈન્ટમાં વધારો થાય છે. માટે ટીવી રિમોટ વડે બંધ કરી પછી મેઈન સ્વીચ હંમેશાં બંધ કરવી જોઈએ. જેથી વધારાનો પાવર ક્યારેય ન વપરાય.
સોલાર પેનલ- આજકાલ લોકો ફ્લેટ હોય, ઘરના ધાબા પર સોલાર પેનલ લગાવતા થઈ ગયા છે. જેના લીધે વીજળીનો વપરાશ ઓછો થઈ જાય છે. ઘરમાં ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી વગેરે જેવી વસ્તુ સોલાર એટલે કે સૌર ઉર્જાથી ચાલતી થઈ જશે અને વીજળીની બચત થશે. તમારા ઘરનું બિલ પણ ઓછું આવશે.
-તે સિવાય ઘરમાં વગર કામની લાઈટ કે પંખા ચાલુ રાખવા જોઈએ નહીં. ઘણા લોકોની એવી આદત હોય છે કે લાઇટ ચાલુ કર્યા બાદ ભૂલી જતા હોય છે. જેના કારણે ઘરનું લાઈટ બિલ વધારે આવતું હોય છે. તો તમારી આદત થોડી સુધારવી જોઈએ. આટલી આદત હંમેશાં માટે અપનાવશો તો ક્યારેય વીજળીનું લાઈટ બિલ વધારે આવવાની ચિંતા નહીં રહે. હંમેશાં લાઈટ બિલમાં ઘટાડો જોવા મળશે.
શબ્દો વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.