🚰 આજકાલ દરેક જગ્યા પર ફ્લેટ્સ બની રહ્યા છે અને તેમાં મોટાભાગે પાણી બોરમાંથી આપવામાં આવે છે. તો કોઈ જગ્યા પર અડધું નર્મદાનું અને બોરનું એમ મિક્સ આપવામાં આવતું હોય છે. હવે જ્યાં પણ બોરનું પાણી આવે છે. તે સોસાયટી કે ફ્લેટમાં ક્ષારના કારણે બાથરૂમના નળ પર કાટ આવી જતો હોય છે. અને થોડા સમયમાં તો નળ એટલા ખરાબ થઈ જાય છે કે જાણે વર્ષો પુરાણા લાગતા હોય છે.
🚰 મોટાભાગના લોકો બાથરૂમ સાફ કરે ત્યારે તેને લિક્વીડ કે પાઉડરનો ઉપયોગ કરી સાફ કરતાં હોય છે. પરંતુ તેનાથી જોઈએ એટલો કાટ સાફ થતો નથી અંતે નળ બદલાવી નાખતાં હોય છે. જો તમારા બાથરૂમમાં આ રીતની પરેશાની છે તો નળ બદલાવ્યા વગર તમને જે ટ્રિક બતાવીએ તેનો ઉપયોગ કરો.
🚰 વિનેગર અને બેકિંગ સોડા- ઘણા લોકો કાટ દૂર કરવા માટે બેકિંગ સોડાનો વધારે ઉપયોગ કરતાં હોય છે. અને તેનાથી સરળતાથી કાટ દૂર પણ થઈ જતો હોય છે. તો તમે બેકિંગ સોડા સાથે વિનેગર મિક્સ કરી એક મિશ્રણ તૈયાર કરી ખૂબ જ ઝડપથી કાટ દૂર કરી શકો છો.
🚰 -તેના માટે જૂનું બ્રશ લેવું તેને જે મિશ્રણ છે તેમાં પલાળવું પછી જે જગ્યા પર કાટ હોય તેની પર 2-3 મિનિટ સુધી ઘસવું. આ રીત અપનાવવાથી કાટમાંથી છુટકારો મળશે. જો વધારે કાટ જમા થયો હોય તો મિશ્રણને કાટવાળી જગ્યા પર થોડી વાર રહેવા દો અને પછી બ્રશ ઘસવું.
🚰 લીંબુ-બેકિંગ સોડા- ખાવાનો સોડા એટલે બેકિંગ સોડા જે રસોઈમાં દરેક ગૃહિણી ઉપયોગ કરતી હોય છે, પરંતુ તેનાથી ઘરમાં રહેલી કેટલીક વસ્તુ ચમકાવી શકો છો. જેમ કે બેથી ત્રણ ચમચી બેકિંગ સોડા, તેમાં બે ચમચી જેટલો લીંબુનો રસ અને એક કપ પાણી. આ ત્રણ વસ્તુ ભેગી કરી એક મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને કાટવાળી જગ્યા પર થોડો સમય લગાવી રાખો પછી બ્રશ વડે ઘસો.
🚰 હાઈડ્રોજન પેરોક્સાઈડ- તમને જાણીને નવાઈ લાગશે પરંતુ હાઇડ્રોજન પેરોક્સાઈડથી કાટ સહેલાઈથી દૂર થાય છે. તેના માટે તમારે 2-3 ચમચી હાઇડ્રોજન પેરોક્સાઈડ નળ પર છાંટવો. તેને છાંટ્યા પછી 30 મિનિટ સુધી એમ જ રાખવું. ત્યાર બાદ સેન્ડપેપર લઈ જે જગ્યા પર કાટ હોય ત્યાં ઘસવું. થોડી વાર રહી જોશો તો ખબર પડશે કે કાટ દૂર થઈ ગયો હશે. જો નળ પર વધારે કાટ હોય તો ફરી આ ટિપ્સ અપનાવવી.
🚰 લીંબુ અને ગરમ પાણી- લીંબુ અને ગરમ પાણીની મદદથી બાથરૂમના નળનો કાટ દૂર થઈ શકે છે. ગરમ પાણી અને લીંબુનું મિશ્રણ તૈયાર કરવું. તેને કાટવાળી જગ્યા પર લગાવો. થોડી વાર તેને એમ જ રહેવા દો પછી બ્રશ ઘસી દેવું. નળ પર જામેલો કાટ ઝડપથી દૂર થઈ જશે. આ રીતે ઘરે બેઠા બાથરૂમના નળ તમે નવા જેવા બનાવી શકો.
જો આ નળ પરના કાટ દૂર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.