👉 દોસ્તો, આજકાલ આપણે પનીર અને તેની વિવિધ બનાવટને વધારે પસંદ કરીએ છીએ. પરંતુ આમાં પ્રશ્ન એ ઊભો થાય કે પનીરને સાચવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે આમ છતાં તે પીળું પડી જાય છે અને તેમાં વાસ આવી જાય છે. તો પનીરને લાંબો સમય સાચવવા માટે શું કરવું જોઈએ.
👉 પનીર લગભગ સૌને પસંદ છે. નાના-મોટા સૌ પનીરની દરેક ચીજને પસંદ કરે છે. ઘણા લોકો આ પનીરને માત્ર સ્વાદ માટે તો કોઈ તેને પોતાના સ્વાસ્થ્ય માટે પસંદ કરે છે. આપણે ઘરમાં વારંવાર પનીર બનાવવાનું હોવાથી તેને બજારમાંથી મોટા એવા જથ્થામાં લાવીએ તો છીએ. પરંતુ તેને આપણે ફ્રીજમાં લાંબો સમય સાચવી શકતા નથી. તે પીળું પડી જાય છે અથવા તો તેમાં વાસ આવવા લાગે છે.
👉 ઘણીવાર એવું બને છે કે પનીરને ફ્રીજમાં રાખવા છતાં તે એકદમ કડક થઈ જાય છે. તો હવે તમારે આ પનીરને લઈને કોઈ ચિંતા કરવાની નથી. આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે પનીરને લાંબો સમય કેવી રીતે સાચવવું તેની એકદમ સાદી અને સરળ એવી કેટલીક ટિપ્સ લાવ્યા છીએ. તો તેના માટે આ આર્ટિકલને પૂર્ણ વાંચો.
👉 સાદા પાણીમાં રાખો : જો તમારે પનીરને 4 થી 5 દિવસ માટે સ્ટોર કરીને રાખવું છે તો તેના માટે તમારે પનીરને સાદા પાણીમાં રાખવાનું છે. એક વાસણમાં પનીર લઈ પનીર પાણીમાં ડૂબે તેટલું તેમાં પાણી ઉમેરીને આ વાસણને ફ્રીજમાં રાખો. આ રીતે તમે 4 થી 5 દિવસ પનીરને એકદમ ફ્રેશ જ રાખી શકશો. આ રીતે પનીર સાચવવામાં માત્ર એક જ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે જે પાણીમાં પનીર રાખેલું છે તે પાણી તમારે રોજ બદલવાનું છે.
👉 મીઠાવાળા પાણીમાં રાખો : જો તમારે પનીરને 7 થી 8 દિવસ માટે સ્ટોર કરીને રાખવું છે તો તેના માટે તમારે પનીરને એક વાસણમાં લઈને તે ડૂબે તેટલું પાણી ઉમેરો આ પાણીમાં તમારે એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને તે મીઠાને એકદમ સારી રીતે હલાવીને પાણીમાં મિક્સ કરી દેવાનું છે. હવે તેને ફ્રીજમાં રાખવાનું છે અને દર બે દિવસે પનીરનું પાણી બદલવાનું છે. આ ટ્રિકથી સાચવેલું પનીર એકદમ ફ્રેશ અને સોફ્ટ જ રહેશે.
👉 ઝીપ લોક બેગમાં પનીરને સાચવો : જો તમારે 1 મહિના જેટલો સમય પનીરને સાચવવું હોય તો તેના માટે આ ઝીપ લોક બેગનો આઇડિયા બેસ્ટ છે. તેના માટે તમારે સૌથી પહેલા તો પનીરને પીસીસમાં કાપી લેવાનું છે. આ કાપેલા પીસને 2 કલાક માટે ફ્રીજમાં રાખો. જ્યારે તે કડક થઈ જાય એટલે તેને ઝીપ લોક બેગમા ભરીને ફ્રિઝરમાં રાખો. આવી રીતે સ્ટોર કરતાં પનીર એકદમ સોફ્ટ અને ફ્રેશ જ રહેશે.
👉 તમારે જ્યારે પણ પનીરનો ઉપયોગ કરવો હોય ત્યારે 1 કલાક પહેલા તેને ફ્રિજમાંથી બહાર કાઢીને રાખવું. જો તમારે કોઈ વખત ઉતાવળ હોય તો પનીરને નોર્મલ બનાવવા માટે થોડું ગરમ પાણી કરીને પનીરને તેમાં નાખીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
👉 આ રીતે તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરીને પનીરને ઘરે જ લાંબો સમય સુધી સાચવી શકો છો. આમાંથી તમે કોઈ પણ રીત ઉપયોગ કરો દરેકમાં પનીર એકદમ સોફ્ટ અને તાજું જ રહેશે. આ પનીરનો સ્વાદ અને તેની સુગંધમાં કોઈ પણ ફેર પડશે નહિ. આ આર્ટિકલની દરેક ટિપ્સ તમને ખૂબ જ ઉપયોગી બનશે.
જો આ પનીરને સ્ટોર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.