👉 દહીં સ્વાદની સાથે સાથે પૌષ્ટિક ખોરાકમાં તેની ગણતરી થતી હોય છે. દહીંનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. સામાન્ય રીતે ફ્રિઝનો ઉપયોગ દહીં સ્ટોર કરવા માટે થાય છે. પરંતુ અમુક સમયે તેનો વપરાશ ન થતાં બે દિવસમાં તેમાંથી સ્મેલ આવવા લાગે કે ખાટું થઈ જાય છે. મોટાભાગના ઘરોમાં રોજ દહીંનો ઉપયોગ થતો હોય છે.
👉 અમુક લોકો દહીં બજારમાંથી રેડી લાવતા હોય છે. ઘણાં લોકો છાશ બજારમાંથી લાવતા હોય છે. પરંતુ જે લોકો દહીંને સ્ટોર કરે છે. તેમના માટે અમુક સમયે પરેશાની થતી હોય છે. દહીંને જો તમારે લાંબા સમય સુધી તાજું રાખવું હોય તો તેના માટે તમને એક ટ્રિક શીખવીશું, જેથી તમારું સ્ટોર કરેલું દહીં ખાટું નહીં થાય અને ગંધ પણ નહીં આવે. આ ટિપ્સથી તમે દહીંને 4-5 દિવસ સુધી સ્ટોર રાખી શકશો.
👉 એર ટાઈટ વાસણનો ઉપયોગ કરવો- દહીંની અંદર કોઈપણ બીજી વસ્તુની ગંધ સરળતાથી આવી જતી હોય છે. કારણ કે તમે દહીંને ખુલ્લા ડબ્બામાં સ્ટોર કરો છો. તમને જણાવી દઈએ કે દહીંમાં લાઈવ બેક્ટેરિયા રહેલા હોય છે. જે બીજી વસ્તુમાં ગંધ પેદા કરવાનું કામ કરે છે. એટલું જ નહીં દહીં પણ ખરાબ થઈ શકે છે. તો જ્યારે પણ દહીં સ્ટોર કરો પોલીથીનનો કે પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી ફૂડ કંટેમિશનનું કારણ બની શકે છે.
👉 કાચના ડબ્બામાં આ રીતે રાખો- તમારે જ્યારે પણ દહીં સ્ટોર કરવું હોય, માટીના કે કાચના ડબ્બાનો ઉપયોગ કરવો. તે બેસ્ટ રહેશે. કેમ કે તેમાં દહીંમાંથી સ્મેલ આવશે નહીં અને ખાટું પણ નહીં થાય. દહીં નહીં બીજી કોઈપણ વસ્તુ પ્લાસ્ટિકના વાસણમાં સ્ટોર ન કરવી જોઈએ. તે શરીર માટે હાનિકારક સાબિત થાય છે. જો તમારે લાંબા સમય સુધી દહીંને સ્ટોર રાખવું હોય તો કાચના વાસણનો ઉપયોગ કરવો જોઈએ.
👉 બજારમાંથી લાવ્યા બાદ આ રીતે કરો સ્ટોર- તમે ગમે ત્યારે બજારમાંથી દહીં લાવો ત્યારે સૌ પ્રથમ એક વાતનું ધ્યાન રાખવું કે પ્લાસ્ટિકની પોલિથિનમાંથી તેને કાઢી લેવું જોઈએ. પછી તેને કોઈપણ સ્ટીલ કે કાચના ડબ્બામાં લઈ સારી રીતે ફ્રિઝમાં મૂકી દેવું જોઈએ. જો એર ટાઈટ ડબ્બામાં ભરશો તો દહીં લાંબા સમય સુધી સારું રહેશે.
👉 ફ્રિઝ વગર આ રીતે સ્ટોર કરવું- જો તમે ફ્રિજ વગર દહીંને સ્ટોર કરતાં હોવ તો વ્યવસ્થિત રીતે બંધ કરી સ્ટોર કરવું, અને તેની ઉપર જે પાણી થતું હોય તેને થોડા થોડા સમયે બહાર કાઢી લેવું. આ દહીં જમાવવા માટે તમારે દહીં કરતાં છાશનો ઉપયોગ કરવો જોઈએ. તેને ફ્રિજ વગર વધારે સમયે બહાર ન રાખવું ઝડપથી તેનો ઉપયોગ કરી લેવો જોઈએ.
👉 કેટલાક લોકો દહીંને ખાટું કરવા માટે લીંબુના રસનો ઉપયોગ અથવા લીંબુના ફૂલ વાપરતા હોય છે. પરંતુ તેવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તેનાથી લાંબા ગાળે શરીરને નુકશાન થાય છે. માટે લાંબા સમય સુધી દહીંને સ્ટોર કરવા માટે ઉપર જણાવેલી ટિપ્સ બેસ્ટ છે. જો વધારે સમય રાખેલું દહીં ખાટું થઈ ગયું હોય તો તમે તેની કઢી કે બીજી કોઈપણ વસ્તુ બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
જો આ દહીં વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.