રાંધણ ગેસના વધુ પડતા ઉપયોગને કેવી રીતે ઓછો વપરાય તેમ કરવું. તેની કેટલીક ટિપ્સ તમને જણાવીશું. જેથી તમારું બજેટ પણ સચવાય રહેશે અને પૈસાની પણ બચત થશે. જો તમારો એલપીજી ગેસ એક મહિના પહેલા ખતમ થઈ જાય છે અથવા ઘણી જગ્યા પર ગેસ પાઇપ લાઈન આવી ગઈ હોવાના કારણે ગેસનું બિલ આવે છે તો તે કેવી રીતે ઓછું કરી શકાય તે જાણીએ. નીચેના પોઈન્ટ માંથી કોઈ પણ પોઈન્ટ ધ્યાનમાં રાખશો તો અવશ્ય ગેસ બિલ થશે ઓછું.
ગેસની ફ્લેમ- ઘણા લોકો પેન કે કૂકરમાં વસ્તુ બનાવતા હોય છે ત્યારે ગેસની ફ્લેમ ફુલ રાખતા હોય છે. જેને લીધે ગેસ વધારે વપરાય છે. પરંતુ આ વાતનું હંમેશાં ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ હંમેશાં મધ્યમ કે ધીમી રાખીને રસોઈ બનાવો, જેથી રસોઈ બળી પણ નહીં જાય અને ગેસનો વપરાશ ઓછો થશે.
હંમેશાં વાસણ ઢાંકીને રાંધો-કડાઈમાં શાક બનાવો ત્યારે ધ્યાન રહે કે ક્યારેક ખુલ્લું રાખશો નહીં, કેમ કે ઢાંકણ ઢાંકવાથી અંદર વરાળ બને છે અને તેના લીધે ખોરાક સારી રીતે અને ઝડપથી રંધાય જાય છે. તેથી સમય પણ બગડતો નથી અને ગેસનો બચાવ થાય છે.
પાણીનું માપ- રસોઈ બનાવો ત્યારે જેટલું શાક કે દાળ હોય તેનાથી ઓછું જ પાણી રેડવું જોઈએ. વધારે પડતું પાણી રેડવાથી કૂકરમાં શાક ચડી ગયા પછી પાણી બાળવું પડતું હોય છે. અથવા તો વધારે પાણી રેડવાથી રાંધવામાં સમય લાગે છે.
ફ્રોઝન ફૂડ- આજકાલ મોટાભાગના લોકો ફૂડ ફ્રોઝન કરતા શીખી ગયા છે. જેના લીધે ગમે ત્યારે વસ્તુ બનાવી શકાય, પરંતુ કોઈપણ વસ્તુ બનાવો ત્યારે એ ધ્યાન રાખવું કે રાંધવાના 1-2 કલાક પહેલાં કોઈ પણ વસ્તુ ફ્રિઝમાંથી બહાર કાઢીને રાખવી અને પછી જ રાંધવું. જેથી રાંધવામાં વધારે ગેસનો વપરાશ ન થાય. દૂધ, શાક, લોટ હોય કે બીજી કોઈ પણ વસ્તુ બનાવતા પહેલા રૂમ તાપમાનમાં સેટ થાય તે રીતે કરવું.
આટલી વસ્તુ ઓવનમાં ગરમ કરો- ઘણી વખત આપણે ગેસનો બચાવ કરવા માટે એક સાથે શાક કે રોટલી બનાવી લેતા હોઈએ છીએ. રોટલી તો એક સમયે આપણે ઠંડી ખાઈ લઈએ છીએ. પરંતુ શાક ગરમ કરીએ તો સારું તેના માટે તમારે ગેસના બદલે ઓવનનો ઉપયોગ કરવો. કેમ કે ગેસ પર શાક ગરમ થતા વાર લાગે છે. જ્યારે ઓવનમાં તે જ શાક 2 મિનિટમાં ગરમ થઈ જાય છે. એવું નથી કે તમે માત્ર શાક ગરમ કરી શકો છો, કોઈ નવી વાનગી, દૂધ, કે પાપડ જેવી વસ્તુ પણ ઓવનમાં બનાવીને ગેસનો બચાવ કરી શકો છો.
ખોરાકને પહેલા પલાળો- મોટાભાગની મહિલાઓ ઉતાવળમાં રસોઈ બનાવતી હોવાથી દાળ કે કઠોળ પલાળ્યા વગર જ કૂકરમાં બાફવા મૂકી દેતી હોય છે જેના કારણે ગેસનો વ્યય થાય છે અને રસોઈ પણ ઝડપથી બનતી હોતી નથી. તેથી કઠોળ, દાળ, ચોખા ગમે તે વસ્તુને અડધા કલાક પહેલા પલાળી રાખવી અને પછી જ ગેસ પર રાંધવા મૂકવી, જેના કારણે રસોઈ માટે સમય નહીં બગડે અને ગેસ પણ બચશે.
થોડા સમયે બર્નર સાફ- થોડો સમય થાય એટલે ગેસના બર્નર સાફ કરતા રહેવું જોઈએ. જેથી ગેસનો ઉપયોગ વધારે ન થાય. એલપીજી ગેસની જ્યોત વાદળી અને જો લાલ, પીળી અથવા નારંગી દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારે બર્નરને સાફ કરવાની જરૂર છે. જે તમે બર્નર ક્લિનિંગ કિટ અથવા ખાવાનો સોડા કે પછી ગરમ પાણી રેડીને પણ સાફ કરી શકો છો.
લીકેજનું ધ્યાન રાખવું- થોડો સમય થાય એટલે રેગ્યુલેટર, ગેસ, બર્નર અને પાઇપને ચેક કરી લો, ગેસ લીક તો નથી ને એની ખાતરી કરી લેવી જોઈએ, જો તમારા ધ્યાનમાં આવે કે ગેસ લીક થઈ રહ્યો છે તો તેને તાત્કાલિક રીપેર કરાવી લો. કારણ કે ગેસનો વ્યય તો થાય જ છે પણ સાથે જ મોટી દુર્ઘટનાનો પણ ભય રહે છે. આ રીતે રસોઈ બનાવીને તમે ગેસનો વપરાશ કેવી રીતે ઘટાડી શકાય છે. હવે તમે આ મોંઘવારીના સમયમાં ઉપર જણાવેલી ટિપ્સ કોલો કરો અને પૈસા પણ બચાવો.
પ્રેશર કૂકરનો ઉપયોગ કરો-ગમે તેવું શાક કે દાળ બાફવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરો. જેથી શાક ફટાફટ ચડી જશે અને વધારે પડતો ગેસનો ઉપયોગ પણ નહીં થાય. કૂકરમાં ખાવાનું ઝડપી બને છે અને સ્વાદ પણ જળવાય રહે તો હોવાથી ખાવાની મજા આવે છે. કડાઈમાં કોઈપણ શાક ચડતા વાર લાગે છે જેના કારણે ગેસનો વ્યય થાય છે. અને એક મહિનો થાય તે પહેલા રાંધણ ગેસ પૂરો થઈ જાય છે. તેવી જ રીતે દાળ, કઠોળ કે અન્ય શાકભાજી તમારે કૂકરમાં જ બનાવી જોઈએ. (પણ એક વાત જરૂર છે સ્વાસ્થ્ય માટે કુકર કરતાં ખુલ્લી કડાઈમાં બનતા શાક દાળમાં પોષક તત્વ વધુ હોય છે.)
તમને આ લેખ કેવો લાગ્યો, જો સરસ લાગ્યો હોય તો કોમેન્ટમાં “સરસ” તેમ લખો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.