કોઈપણ બાળક માટે તેના માતા પિતા જ તેના પ્રથમ શિક્ષક હોય છે, જેની પાસેથી તે બોલતા, ચાલતા અને વ્યવહારની બીજી બાબતો શીખે છે. બાળકોનો ઉછેર કરવા માટે માતા-પિતાએ કપરી મહેનત કરવી પડે છે. કોઈ પોતાના બાળકને સારું જીવન આપવા માટે ઓવરટાઈમ કરે છે તો કેટલીક માતાઓ કરિયરને છોડીને ઘર પર બાળકો સાથે રહેવાનું શરૂ કરે છે.
બાળકોમાં સારા ગુણ અને સંસ્કાર આપવા માટે માતા-પિતા દરેક શક્ય પ્રયાસ કરે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે બાળકો તેમને જોઈને જ શીખે છે. વડીલો જે કંઈ કરે બાળકો તે શીખી જાય છે. ઘણી વખત મા-બાપ અમુક ભૂલો કરી બેસ્ટ હોય છે જે તેના બાળકને માનસિક રીતે ખૂબ કમજોર બનાવી દે છે. જાણો તે ભૂલો કઈ છે અને આજે જ તેને સુધારી લો. નહીં તો પસ્તાશો.
1. બાળકની દરેક ઇચ્છા પૂરી કરવી- ઘણા પેરેન્ટ્સ એવા હોય છે કે બાળકની દરેક ઇચ્છા પૂરી કરતા હોય છે. તે જે પણ રમકડું કે કોઈ વસ્તુ બતાવે તરત લઈ આપતા હોય છે. તેનાથી બાળકને અંતે એવી ટેવ પડી જાય છે કે જો કોઈ વાર તેને એ વસ્તુ ન મળે તો હતાશ થાય છે. અને તે કોઈ વસ્તુની કદર કરતા શિખતું નથી. આજે આ વસ્તુ તૂટી ગઈ કાલે બીજી મળી જશે. આમ પૈસા વેડફાય છે અને બાળકને ખોટી આદત પડે છે. બાળખની ઇચ્છા પૂરી કરો સાથે તેને શિસ્ત પણ શીખવો.
2. બધી રીતે પોતાનું બાળક સંપૂર્ણ હોય- દરેક બાળક પરફેક્ટ હોતું નથી. ગમે તે બાળક હોય તેની બુદ્ધિ બીજા કરતાં ઓછી કે વધારે હોય છે જ જેના કારણે સરખામણી થતી હોય છે. ઘણી વખત એક ઘરના બે બાળકોમાં પણ પરફેક્શન જોવા મળતું હોતું નથી. બંને બાળકોની સમજદારી, ગુણ, બોલવાની રીત, લાગણી, સ્વભાવ ઘણી બધી વસ્તુ અલગ હોય છે.
માટે બાળકને તેની રીતે બનવા દો. એવું નથી કહેતા કે આપણે કંઈ કહેવાનું નહીં, જરૂરી શિક્ષણ અને સમજણ આપવી જોઈએ. પરંતુ તેના પર કોઈ જાતનું દબાણ કરવું જોઈએ નહીં. તેની ઇચ્છા પ્રમાણે શીખે તે વધારે સારું રહેશે. સરખામણી કરવાથી બાળક આત્મવિશ્વાસ ગુમાવે છે. જેનાથી તેના મન પર અસર પડે છે. તેથી આ મહાભૂલ બાળક સાથે ક્યારેય ના કરવી.
3. તેની લાગણી સમજવી- ઘણી વખત બાળક લાગણીહિન બની જતું હોય છે. તેનું કારણ પણ આપણે જ છીએ. આપણી પાસે સમય ન હોવાના કારણે કેટલીક બાળક કોઈ વાત પર નારાજ કે દુખી થાય છે. ત્યારે તેની આ વાતને આપણે બહુ ધ્યાન પર લેતા નથી. એટલે બાળકને થાય છે કે મારી લાગણીની કોઈ કદર કરતું નથી કે મારી લાગણીને સમજતું નથી. અંતે તે પોતાની લાગણી હોય, ખુશી વ્યક્ત કરવી વગેરે જેવી બાબતોને અંદર દબાવતા શીખી જાય છે. પછી તે એકલવાયું જીવવા લાગે છે. માટે તેની લાગણી દુભાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.
4. આત્મનિર્ભર બનાવો- કોઈ પણ બાળક હોય તેને આત્મનિર્ભર બનાવવો જોઈએ. તે જેટલું આત્મનિર્ભર બનતે તેટલું જે આગળ વધશે. ઘણી વખત મા બાપ કોઈ ફ્રેન્ડ સાથે ઝઘડો થતા બાળકનો બચાવ કરતા હોય છે. જેથી બાળકને આદત પડી જતી હોય છે. ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવામાં તેને મુશ્કેલી પડે છે અને છેવટે તે આત્મનિર્ભર બની શકતું નથી. બાળક મોટું થઈને ભયભીત બની જતું હોય છે.
5. બૂમો પાડવી- ઘણા દંપતીને બૂમો પાડવાની આદત હોય છે. બાળકની નાની ભૂલ પર પણ તેઓ બૂમો પાડવા લાગે છે. તેઓ ભૂલી જાય છે કે તેની ખરાબ અસર બાળકો પર પડે છે. તેનાથી બાળકોને ડિપ્રેશન પણ આવી શકે છે. બાળકોને સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. તેથી બાળકને હંમેશા પ્રેમથી સમજાવો.
(આ કામ કરો) 1. ક્વોલિટી ટાઈમ પસાર કરો- બાળકો સાથે સમય વિતાવો. ભલે તમે તેને સંપૂર્ણ સમય ન આપી શકો, જેટલો પણ સમય આપો તે સંપૂર્ણ ધ્યાન રીતે તેની સાથે રહો. તેનાથી તેના પારિવારિક સંબંધો મજબૂત થશે. તેની સાથે રમતો રમો, વાર્તા સંભળાવો, નાની-નાની ક્ષણોમાં બાળકોની સ્મૃતિ બેસે છે. અને તે માનસિક સ્તરે તેઓ વધારે ખુશ પણ રહે છે. આ મનોરંજનની સાથે સાથે તેમની સાથે રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરો.
(આ કામ કરો) 2. કમ્ફર્ટેબલ રાખો બાળકને- ઘણી બધી વસ્તુ હોય છે જેના કારણે બાળકને અનકમ્ફર્ટેબલ લાગતી હોય છે. જેના કારણે તે મૂંઝાવા લાગે છે. તે નવી શાળા, નવા મિત્રો અથવા કંઈક નવું કરવાની કોશિશ કરે ત્યારે તે કમ્ફર્ટેબલ છે તે સમજાવો. તેને આ વસ્તુ શીખવશો તો તે વધું આગળ વધશે. ઘણી વખત અનકમ્ફર્ટેબલ લાગવાના કારણે તે નબળું બની જતું હોય છે. માટે તમારા બાળકના વખાણ કરો અને નવી નવી વસ્તુ કરવા માટે પ્રોત્સાહિત કરો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.