આપણે હોટેલમાં જમવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા ચોખ્ખાય કેવી છે તેની પર ખાસ નજર કરતા હોઈએ છીએ. તેવી જ રીતે ઘરમાં પણ કોઈ ગેસ્ટ આવે અથવા ન આવે આપણે સફાઈ રાખવી જરૂરી હોય છે. ઘણા લોકોના ઘરમાં તો બધી વસ્તુ એટલી અસ્તવ્યસ્ત પડી હોય છે કે આપણે જઈને ક્યાં બેસવું તેનો પ્રશ્ન થતો હોય છે.
એ વાત તો સામાન્ય છે પરંતુ જો બાથરૂમનું વોશ બેસિન હોય તે એટલું ગંદુ હોય છે કે બાથરૂમમાં જાવ અથવા વોશ બેસિનની નજીક જાવ એટલે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ઘરના કેટલાક ખૂણા પણ એવા હોય છે જેમાંથી દુર્ગંધ આવવા લાગતી હોય છે. તો આજે તમને એવી ટ્રિક બતાવીશું જેનાથી વોશ બેસિનમાંથી આવતી દુર્ગંધ બંધ થઈ જશે.
ફુદિનાના પાન- ફુદીનામાંથી હંમેશાં મસ્ત સુગંધ આવતી હોય છે. જો ફુદીનો ફ્રિઝમાં હોય તો પણ ખોલતાની સાથે તેમાંથી સ્મેલ આવવા લાગતી હોય છે. તો તમે રોજ સવારે બાથરૂમ વોશ કરો તે પછી 5-10 ફુદીનાના પાન બાથરૂમમાં મૂકી દેવા જોઈએ. જેથી વોશ બેસિનમાં આવતી દુર્ગંધ દૂર થઈ જશે.
ગરમ પાણી- ગરમ પાણી રેડવાથી ગમે તેવી ગંદકી દૂર થઈ જતી હોય છે. તેવી જ રીતે એક ડોલ ગરમ પાણી કરી તેને ડમલરની મદદથી વોશ બેસિનમાં રેડવું. જેથી બેસિનમાં કોઈપણ જાતનો કચરો જામ્યો હોય તે દૂર થઈ જશે. અને દુર્ગંધ આવશે નહીં.એટલું જ નહીં ગરમ પાણીથી તમે ઘરમાં પણ પોતું કરશો તો જામેલો કચરો જલદી દૂર થઈ જશે અને ઘર ચકચકીત થઈ જશે.
આ પાઉડર વાપરો- ઘણા લોકો સામાન્ય પાઉડરથી બેસિન સાફ કરતા હોય છે. તો તે પ્રકારની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. સ્પેશિયલ બજારમાં બેસિન માટેના સફાઈ પાઉડર મળતા હોય તેનો ઉપયોગ કરવો. ડ્રેઈન એક્સપર્ટ અને ડ્રેઈન ક્લીનિંગ નામનો પાઉડર આવે છે તેનાથી સ્પેશિયલ વોશ બેસિન સાફ થઈ જાય છે.
નેપ્થાલિન- નેપ્થાલિન બોલ ઘણા લોકો ઘરના ખૂણામાં રાખતા હોય છે. જેના કારણે જીવ-જંતુ ઘરમાં આવતા હોતા નથી. ઘણી સ્ત્રીઓ વોડરોબ અને ડબલ બેડમાં જો કંઈ વસ્તુ મૂકી હોય તો તેમાં મૂકતા હોય છે. જેનાથી ગરમ કપડાં, ગરમ બ્લેનકેટ જેવી વસ્તુ સારી રહેતી હોય છે. તો આ નેપ્થાલિન બોલ તમે બાથરૂમમાં પણ મૂકી શકો છો જેથી તેમાંથી સુગંધ આવવા લાગશે અને દુર્ગંધ આવતી દૂર થઈ જશે.
રોજ આ રીતે સાફ કરો- ઘણી વખત રોજ આપણે વોશ બેસિનમાં હાથ ધોવા જતાં તો હોય છે પરંતુ રોજ સાફ કરતા હોતા નથી તો તેવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. બાથરૂમ રોજ સાફ કરો ત્યારે બેસિન પણ સાફ કરી લેવું જોઈએ. રોજ સાફ રહે તો દુર્ગંધ ઓછી થઈ જતી હોય છે.
જો તમે બેસિનને વીકમાં અથવા બે દિવસે સાફ કરશો તો તેમાંથી દુર્ગંધ આવતી ઓછી અવશ્ય થઈ જશે. આ રીતે તમે બેસિનમાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકો છો.
જો વોશ બેસિન સાફ કરવાની રીત વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.