જે લોકો અઠવાડિયામાં બે વાર બહાર જમે છે, ફરવા જાય, નાઇટપાર્ટી કરે, વધારે પડતો ચરબી વાળો ખોરાક ખાય આ બધાના કારણે લાંબા ગાળે શારીરિક તથા હૃદયને લગતી બીમારી થવાના ચાન્સ વધી જાય છે. અને તેના કારણે જ હાલના સમયમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. આજકાલ હૃદયની બીમારી નાના મોટા દરેકને થવા લાગી છે.
એમાં પણ હાર્ટ એટેક નાની ઉંમરના લોકોને વધારે આવે છે. અને તેના કારણે દુનિયામાં વિવિધ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધારે છે. સર્વે અનુસાર દુનિયાભરમાં દર વર્ષે દોઢ કરોડથી વધુ લોકોના મોત હૃદયરોગને કારણે થાય છે. ભારતમાં લગભગ 30 લાખ જેટલા લોકો દર વર્ષે હૃદય સંબંધિત બીમારીઓનો ભોગ બને છે. અચરજ પમાડે તેવી વાત એ છે કે દેશમાં હાર્ટ એટેકના કુલ કેસમાંથી 50 ટકા જેટલા કેસ 50થી ઓછી વયના અને 25 ટકા જેટલા કેસ 40થી ઓછી વયના લોકોમાં નોંધાય છે.
હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં દુખાવો, ખભામાં દુખાવો, પુષ્કળ પ્રમાણમાં પરસેવો થાય, સતત ઉલ્ટી, પેટમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ પડે, હાથ-પગ ઠંડા પડે જાય છે. આ સિવાય કેટલાક લક્ષણો એવા પણ છે જે ચહેરા પર દેખાઇ આવે છે. જેનાથી હાર્ટ એટેક આવવાની સંભાવના પણ વધી જાય છે. તો ચાલો જાણીએ તે લક્ષણો કયા કયા છે અને તેને કેવી રીતે ઓળખવા.
આંખના પોપચા- આપણા શરીરનું મહત્વનું અંગ એટલે આંખ. શું તમે જાણો છો કે આંખના પોપચાની આજુબાજુ પણ કોલેસ્ટ્રોલ જમા થાય છે. અને તેના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે. આપણા લોહીમાં લિપિડ સ્તર હોય છે. જેને ડિસ્લીપિડેમીયા કહેવામાં આવે છે. આ ડિસ્લીપિડેમીયા આપણા શરીરની દીવાલ, ધમની અને કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. જેના કારણે આપણા મગજ, હૃદય અને શરીરના તમામ ભાગમાં લોહી સરળતાથી પહોંચી શકતું નથી. તેના લીધે હાર્ટ એટેક આવે છે. વધારે પડતું કોલેસ્ટ્રેલ આંખની પોપચાની આજુબાજુ પીળાશ લાવી દે છે. તેથી જો આ લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો.
કાનમાં તિરાડ પડવી- વધારે પડતી કાનમાં તિરોડો દેખાય તો પણ હૃદય રોગના લક્ષણ હોઈ શકે છે. જે ઘણી સ્ત્રીઑમાં અને પુરુષમાં જોવા મળે છે. આમ, સામાન્ય રીતે ઇયરલોબ ક્રિઝ (કાનમાં તીરાડ) એ વધતી ઉંમરના કારણે ડિસીઝ થાય છે. પણ કેટલાક કેસમાં એવા લક્ષણોના કારણે પણ હૃદયને લગતી બીમારી થઈ શકે છે. તેથી ડૉક્ટર પાસે જઈ યોગ્ય રોગનું નિદાન કરાવવું જોઈએ.
માથામાં વાળ ઓછા થવા- આજકાલ સંશોધકો એવું પણ માને છે કે માથામાં ટાલ પડવી એ પણ હાર્ટ એટેક આવવાનું કારણ હોઈ શકે છે. માથામાં ટાલ પડવાથી હૃદય રોગનું જોખમ વધે છે. બીજે એ પણ કારણ હોઈ શકે છે કે વધારે સ્ટ્રેસ અને જંકફૂડના સેવનના કારણે પણ ઘણા લોકોના વાળ ઓછા થઈ જાય છે. હાઈ બ્લડ પ્રેશર વાળા પુરુષોને વાળ ઓછા થવા લાગે છે અને તેમને લાંબા સમયે હાર્ટ એટેક આવવાના ચાન્સ વધી જાય છે.
અને એવું પણ નથી કે, તમારા વાળ ઓછા થઈ ગયા હોય તો હાર્ટ એટેક આવે જ ઘણા લોકોમાં વાળ ઓછા થવા પાછળ બીજા પણ કારણો રહેલા હોય છે. માટે, ગભરાવવું નહીં અને વાળ ઓછા થવા પાછળ કયા કારણ છે તે જાણવું. અને હાર્ટની પણ યોગ્ય તપાસ કરવી લેવી. જેથી આપની શંકાનું પણ સમાધાન થઈ જાય.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.