મિત્રો દરેક લોકો એમ ઈચ્છે છે કે તેનું મગજ એટલું કામ કરે કે તેને ધારેલી સફળતા જલ્દી મળી જાય છે. પણ એવું નથી બનતું. તેનું કારણ છે કે આપણે આપણા મગજનો જોઈએ તેટલો ઉપયોગ જ નથી કરતા. આથી આપણને જે ઈચ્છીએ તે નથી મળતું. આમ જો તમે પોતાના જીવનમાં સફળ થવા માંગો છો તો એક વખત આ જાદુઈ શબ્દ વિશે જરૂર જાણી લો.
મિત્રો આપણે આપણા મગજનો કેટલો ઉપયોગ કરીએ છીએ તે તમે જાણો છો. તો આ વિશે એમ કહી શકાય કે આપણે કદાચ 6 થી 7 ટકા જ આપણા મગજનો ઉપયોગ કરીએ છીએ. પણ જો તેની જગ્યા મગજનો વધુ ઉપયોગ કરવામાં આવે તો આપણે શું ન કરી શકીએ. આમ આજે આ લેખની અંદર અમે તમને તેના વિશે જ માહિતી આપીશું.
આપણી સફળતા અને નિષ્ફળતા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. એટલે કે જો એક વ્યક્તિ ખુબ સફળ છે અને બીજી વ્યક્તિ નિષ્ફળ છે તો તેની પાછળનું કારણ શું છે. આ ભેદભાવ ઘણો ઉંડો છે. પણ તેની પાછળનું મુખ્ય અંતર આપણે નથી જાણતા હોતા.
કોઈની સફળતા કે નિષ્ફળતા માટે સૌથી મહત્વની ભૂમિકા જો કોઈ ભજવે છે તો તે છે આપણે આપણા મગજનો કેટલો ઉપયોગ કરીએ છીએ. તમને સાચું કહીએ તો આપણે આપણા મગજનો માત્ર 5 થી 6 ટકા જ ઉપયોગ કરીએ છીએ. અને તે પણ આપણી રોજીંદી જીંદગી માટે. પણ જો તમે તમારા મગજનો 20 કે 35 ટકા ઉપયોગ કરો છો તો તમે ધારેલી સફળતા મેળવી શકો છો.
આમ જો તમે તમારા મગજની શક્તિ વધારવા માંગો છો તો એક ઉપાય કરી શકો છો. એટલે કે જો તમારી મગજની ક્ષમતા વધે છે તો મગજની જાગૃતતા પણ વધે છે. આમ યાદ શક્તિ પણ વધતી જાય છે. મનોવૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો આપણા મગજની અંદર એક સબ કોન્સીયંસ મગજ રહેલું છે. આપણા મગજની સરખામણી એક ઘોડા સાથે કરવામાં આવે છે. એટલે કે જયારે તમે કોઈ વસ્તુ પર અંકુશ રાખવા માંગો છો ત્યારે આ સબ કોન્શીયંસ મગજ તેને ચલાવે છે. આમ આપણા મગજને સબ કોન્શીયંસ મગજ કંટ્રોલમાં રાખે છે. અને જો તે કંટ્રોલ કરતા સિખી જાવ તો કોઈપણ કાર્ય અઘરું નથી.
મિત્રો તમે જોયું હશે કે તમે જયારે કોઈ વસ્તુ અથવા તો કોઈ કામ કરવાની ખુબજ ઈચ્છા રાખો છો તો, તે ગમે તે રીતે પાર પાડો છો. આ માટે એક ઉદાહરણ આપું તો રોનાલ્ડો નામનો આ ફૂટબોલ ખેલાડી કે જે પોતાના જીવનમાં ખૂબ સફળ રહ્યો છે. તેણે સફળતા માટે ઘણી વસ્તુ કહેલી છે જેમકે, જે પણ વસ્તુ તમે કરવા ચાહો છો તેની માટે મગજને પેલા તૈયાર કરો તમારું શરીર તમારી સાથે આપમેળે આવી જશે.
જો કે મિત્રો તમને આ વાત ખુબ સામાન્ય લાગશે. પણ જયારે આ ખેલાડી નાનો હતો ત્યારથી તેણે આ સપનું જોયુ હતું. તેને ફૂટબોલર બનવું છે. આ સપનું તેને સાચું કરવા માટે કેટલી મહેનત કરી છે તે શબ્દમાં ખબર ના પડે. પણ તે આ મહેનત કરવા પહેલા પોતાના મગજમાં આ વસ્તુ વિષેજ વિચાર કરતો હતો બીજું કઈ પણ યાદ નથી કર્યું જો તે પણ સમાન્ય માણસની જેમ બધાજ કામ સાથે કરતો જાત તો, ક્યારે પણ આટલો મહાન ફૂટબોલર ના બની શકે.
આ ફૂટબોલર બાળપણ થી એવું ધ્યેય રાખતા હતા કે મારે ‘best’ ફૂટબોલર બનવું છે, તેમનો આ જ સ્વભાવ તેમને સફળતા તરફ લઇ ગયો છે. આવી જ રીતે જો તમે પણ એક વખત એ નક્કી કરી લો કે મારે શું કરવું છે? અને અંતે એક વખત આ નક્કી થઇ ગયા પછી તે વસ્તુનું કે કામનું વળગણ રાખો. પછી તમારે આ કામનું યાદ રોજે એક વાર તમારા મગજને આપવું પડશે. પછી તે આપોઆપ તમને સફળતા તરફ લઈ જશે.
આમ મિત્રો અંતમાં એટલું જ કહી શકાય કે જો તમારું મનોબળ મજબુત હશે તો ગમે તે સ્થિતિમાં તમને સફળતા મળશે. તમારું સબ કોન્શીયંસ મગજ તમને તે વસ્તુ તરફ લઇ જશે. અને ક્ષમતા વધશે. આમ તમારા પોતાના કામ માટે the best નો એટીટ્યુટ રાખો. પછી જુઓ તમે શું નથી મેળવી શકતા.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.