👉 બધા લોકો પોતાના ઘરમાં બેડ પર અલગ-અલગ ઓછાડ અને નરમ ગાદલાં રાખતા હોય છે. પરંતુ ઘણીવાર નાના બાળકો તેમાં પેશાબ કરી લેતા હોય છે અથવા તો કોઈ પણ ખાવા-પીવાની વસ્તુ તેના પર પડી જાય છે. જેના લીધે તેમાં દાગ પડી જાય છે અને આ દાગ એટલા જિદ્દી હોય છે કે, ગમે તેવી મહેનતથી સાફ કરવા છતાં દાગ દૂર થતાં નથી. જેથી દાગ પડેલ ઓછાડ ફેકી દેવો પડે છે.
👉 તમારા ઘરમાં પણ ઓછાડમાં અથવા ગાદલાં પર આવા દાગ પડી ગયા છે જે આસાનીથી જતાં ન હોય તો તમારા માટે અમે એવા બેસ્ટ ઉપાયો લઈને આવ્યા છીએ. કે, જેનાથી જિદ્દીથી-જિદ્દી દાગ આસાનીથી દૂર થઈ જશે. જેથી તમારે ઓછાડને ફેકી પણ દેવો નહિ પડે અને તે ચમક્વા લાગશે.
👉 ઓછાડ અથવા ગાદલાં પર પડેલા જિદ્દી દાગને દૂર કરવાની ટિપ્સ :-
👉 વિનેગર :- જો તમારા ઘરમાં બાળકોના પેશાબને કારણે અને ખાવા-પીવાની વસ્તુ પડી જવાને કારણે ગાદલાં અથવા ઓછાડ પર દાગ પડી ગયા છે. તો તમે વિનેગરનો પ્રયોગ કરવાથી આ દાગ આસાનીથી દૂર કરી શકો છો. જેના માટે તમારે સૌપ્રથમ એક પાત્રમાં 1 કપ વિનેગર નાખો અને તેમાં 1 ચમચી મીઠું એડ કરી મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને પૂરા દાગમાં લાગી જાય તેમ લગાવો. ત્યાર બાદ બ્રશ વડે થોડી વાર ઘસવું અને તેને 1 દિવસ સુધી તડકામાં સૂકવી દેવું, આવું કરવાથી જિદ્દી દાગ પણ દૂર થઈ જશે.
👉 હાઈડ્રોજન પેરોકસાઇડ :- ઘણીવાર ગાદલાંમાં બાળકોના પેસાબ થઈ જવાથી દાગ પડી જય છે અને સાથે દુર્ગંધ પણ વધારે આવે છે. જેથી તેને દૂર કરવા માટે હાઈડ્રોજન પેરોકસાઇડનો પ્રયોગ ખૂબ કારગર સાબિત થાય છે. જેના માટે તમારે સૌપ્રથમ એક કોટેનનું કપડું લેવાનું અને એક પાત્રમાં હાઇડ્રોજન પેરોકસાઇડ લેવું હવે કપડાંને હાઇડ્રોજન પેરોકસાઇડમાં પલાળી અને દાગ પર થોડી વાર ઘસવું અને ત્યાર બાદ ગાદલાંને 4-5 કલાક તડકે સૂકવી દેવું. આ પ્રયોગ કરવાથી જિદ્દી દાગ આસાનીથી નિકળી જશે અને દુર્ગંધ પણ નહીં આવે.
👉 લીંબુ :- લીબુ એક બિન ખર્ચાળ પ્રયોગ છે જેનાથી જિદ્દી દાગ પણ આસાનીથી નિકળી જશે. તેના માટે તમારે વધુ મહેનતની પણ જરૂર નહીં પડે. આ પ્રયોગ કરવા માટે તમારે સૌપ્રથમ 1 લીંબુનો રસ પાત્રમાં કાઢી લેવો અને ગાદલાં પર પડેલા દાગ પર આ રસને નાખી બ્રશ વડે ઘસવું. હવે આ ગાદલાંને તમારે તડકે સૂકવી દેવું. આ પ્રયોગ કરવાથી ગાદલાં પર પડેલા પેશાબના દાગ એકદમ દૂર થઈ જશે.
👉 બેકિંગ સોડા :- બેકિંગ સોડા અથવા ખાવાનો સોડા જે બધાના ઘરમાં સહેલાઈથી મળી આવે છે. ઉપરાંત બેકિંગ સોડાના પ્રયોગથી જિદ્દી દાગ આસાનીથી દૂર થઈ જાય છે. જેના માટે તમારે સૌપ્રથમ ગાદલાંમાં જ્યાં પેશાબનો દાગ પડેલ છે ત્યાં 1 ચમચી બેકિંગ સોડા આખા દાગમાં ફેલાવી દેવું હવે તેમાં થોડું પાણીનો છંટકાવ કરી અને બ્રશ વડે દાગ પર ઘસો, ત્યાર બાદ ગાદલાંને સુકાવવા માટે 3-4 કલાક તડકે રાખવું, આ પ્રયોગ કરવાથી કોઈ પણ જિદ્દી દાગ ખૂબ સરળતાથી દૂર થઈ જશે.
👉 ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો :- આ બધા પદાર્થના ઉપયોગથી તમે ગાદલાં પર પડેલા દાગ દૂર કરવા માટે કરો છો. તો તેમાં તમારે પાણીનો જેમ બને તેમ ઓછી માત્રામા ઉપયોગ કરવાનો રહેશે. કારણ કે, વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો દાગ દૂર થતાં નથી, જેથી ઓછી માત્રામા પાણીનો પ્રયોગ કરવો
👉 જો તમારા ઘરમાં નરમ ગાદલાંમાં પેશાબ અથવા ખાવા-પીવાની વસ્તુના જિદ્દી દાગ પડી ગયા હોય તો તેને દૂર કરવા માટે શક્ય હોય તો ઘરમાં રહેલી કુદરતી વસ્તુથી જ દાગ દૂર કરવા જેથી નરમ ગાદલાંને નુકશાન નહિ થાય.
જો ગાદલાં કે ઓછાડ પરના દાગ દૂર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.