દરેક સ્ત્રીને સુંદર દેખાવવું ગમે છે પરંતુ શરીર પરના અણગમતા વાળ કોઈપણ સ્ત્રીના સપના ચકનાચૂર કરી દેતા હોય છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી ઘેરાયેલા છો તો આજે અમે તમને એક એવો નુસખો બતાવવા જઈ રહ્યા છે જે તમારી સુંદરતા પર લાગેલા ગ્રહણને દુર કરી દેશે. તેમજ દેખાઈ શકશો તમે સુંદર.
તમે ઘણી એવી સ્ત્રીઓ જોઈ હશે જેમના ચહેરા પર પુરુષોની જેમ વાળ ઉગતા હોય છે. ઘણી સ્ત્રીઓને તો મૂંછો અને દાઢી પણ ઉગતી હોય છે. કોઈપણ સ્ત્રીને ચહેરા પર વાળ ગમતા નથી પણ આમ બનવાનું કારણ સ્ત્રીઓમાં થતા ઇનબેલેન્સ હોર્મન્સ છે. જે સ્ત્રીઓને હિસોટેસની સમસ્યા હોય છે તેમને ચહેરા ઉપર વાળ ઉગે છે. ઘણી સ્ત્રીઓને પેટ પર પણ વાળ ઉગે છે.
આવા અણગમતા વાળ દુર કરવા ખુબ સરળ છે. કોલગેટ (ટુથપેસ્ટ) અને કોઈપણ કંપનીનું પીલોક માસ્ક તમારે ઉપયોગમાં લઈને શરીર પરના વધારાના વાળ હટાવવા માટેનું પેક બનાવવાનું છે. ફક્ત બે ચમચી પીલોક માસ્કમાં તમારે એક ચણાના દાણા જેટલી કોલગેટ ઉમેરવાની છે. એક બાઉલમાં બંને લઈને બરોબર મિક્સ કરી દેવું. આ મિશ્રણને મિક્સ કરવામાં ધ્યાન આપવું ખુબ જરૂરી છે. હવે આ મિશ્રણને પાંચ મિનીટ સુધી મૂકી રાખવાનું છે.
હવે અમે તમને જણાવીશું આ મિશ્રણમાં કોલગેટ (ટુથપેસ્ટ)નું શું મહત્વ છે. મિત્રો આ પેકમાં કોલગેટ ખાસ ભાગ ભજવે છે. કોલગેટ ઉમેરવાથી વાળ તો નીકળી જ જાય છે, સાથે જ ચહેરા પર રહેલા ખીલ અને ડાઘ પણ દુર થઇ જાય છે. આ એક પેકમાં તમને ડબલ લાભ થાય છે. પણ ધ્યાન રાખવું આ પેક બનાવવામાં તમારે કોલગેટનું પ્રમાણ સાચવીને લેવાનું છે. જો કોલગેટ વધુ હશે તો યોગ્ય ફાયદો થશે નહિ.
પેક બરોબર બન્યા બાદ ચહેરા પર જ્યાં વાળ ઉગતા હોય ત્યાં લેયર બને તેમ લગાવી દેવું, બાદમાં ૧૫ થી ૨૫ મિનીટ સુધી ચહેરા પર રાખવું. યાદ રાખજો ચહેરા પર લગાવેલો પેક એકદમ સુકાઈ જવો જોઈએ, સુકાયા બાદ કાગળ જેવું થઇ ગયેલું લેયર જે દિશામાં વાળ ઉગેલા હોય તેની વિપરીત દિશામાં કાઢવાનું છે. લેયર કાગળની જેમ બરોબર ચોંટેલું હશે જેથી સાચવીને ઉખાડવું.
લેયર ઉખાડયા બાદ તમે જોઈ શકશો કે વાળની સાથોસાથ તમારા ફેશ પરનો મેલ પણ દુર થયો હશે. જેથી તમારા ચહેરા પર ચમક પણ દેખાશે. આ ઉપાયથી અણગમતા વાળ તો દુર થશે સાથે જ તમારી સ્કીન પણ મુલાયમ બનશે. કોલગેટનું પ્રમાણ પેક બનાવતી વખતે વધુ ના પડે બસ આ વાતનું ખાસ ધ્યાન રાખજો.
તમે ઈચ્છો એટલી વખત ઘરે આ પેક બનાવીને વણજોઈતા વાળ દુર કરી શકો છો. આ માસ્કની કોઈ સાઈડ ઈફેક્ટ ન હોવાથી તમે સરળતાથી આ પ્રયોગ કરી શકો છો. જે સ્ત્રીઓને પુરુષોની જેમ વાળ ઉગતા હોય તેવી સ્ત્રીઓ ફક્ત બે વસ્તુઓથી ઘરે જ પોતાના માટે માસ્ક તૈયાર કરી શકે છે અને શરીર પરના વધારાના વાળ દુર કરીને રાહતનો શ્વાસ લઇ શકે છે.
આ માહિતી તમે બીજી સ્ત્રીઓ અને યુવતીઓ સુધી પણ પહોચાડજો, જેથી તેઓ પણ આ વાળ ઘરે બેઠા હટાવી શકે અને ખોટા બ્યુટી પાર્લરના ખર્ચા માંથી બચી શકે. શું તમને આ માહિતી ગમી તો કોમેન્ટ કરીને અમને જણાવો.. જેથી આવી બીજી માહિતી આપ સુધી પહોચાડી શકીએ. બીજી તમારે કઈ માહિતી જોઈએ છે એ પણ કોમેન્ટ માં લખો, જેથી તે વિષે પણ આર્ટીકલ શોધીને લાવી શકીએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.