👣મોટાભાગના જ્યોતિષો હાથની રેખા પરથી વ્યક્તિનું ભવિષ્ય નક્કી કરે છે. આપણા શરીરના એવા કેટલાક અંગ છે. જેના પરથી વ્યક્તિનું ભાવિ અને નસીબ કેટલો સાથે આપશે તે જાણી શકાય છે.
👣તેવું જ એક અંગ છે વ્યક્તિના પગની આંગળીઓ. તેના પરથી જ વ્યક્તિનો સ્વભાવ કેવો હશે તેનો અંદાજો લગાવી શકાય છે. તો એક નજર કરીએ કેવી પગની આંગળીઓ તમારું નસીબ ખોલશે.
👣ઉતરતા ક્રમમાં- ઘણા લોકોની પગની આંગળીઓ નાની-મોટી, ઉતરતા ક્રમમાં કે પગના અંગૂઠાની સરખામણીમાં જ હોય છે. પરંતુ પહેલા જોઈશું, ઉતરતા ક્રમમાં જેની આંગળીઓ હોય, આવા લોકોનો સ્વભાવ ખૂબ ડોમિનેટિંગ હોય છે. એટલે કે પોતાનું કંઈક વર્ચસ્વ છે તે બતાવવાનો ટ્રાય કરતાં હોય છે. એટલું જ નહીં તેમને દરેક જગ્યા પર માન-સમ્માન મળે તેવી આશા રાખતા હોય છે.
👣જો તેમની વાત પ્રમાણે કોઈ કાર્ય કે કામ ન થાય તો જલદી ગુસ્સે થઈ જતા હોય છે. તેમને નાની નાની વાતો પર ગુસ્સો પણ જલદી આવી જતો હોય છે. પોતાના જીવનસાથી પર પણ વર્ચસ્વ ધરાવતા હોય છે. અને તેને પોતાના પ્રમાણે કરવા દબાણ કરતા હોય છે.
👣પગના અંગુઠાની સમાન આંગળી- આવી આંગળી ધરાવતા લોકો ખૂબ જ મહેનતી હોય છે. તે પોતાની જવાબદારી સારી રીતે સમજી શકતા હોય છે. તેથી જ પરિવારમાં તે બધાના ચહીતા હોય છે. તે સિવાય જે પણ કાર્ય કરે છે તે પોતાની મહેનતથી કરતાં હોય છે.
👣 જે પણ કામ કરે તેમાં પોતાનું તન-મન લગાવીને કરતાં હોય છે. અને બીજા દ્વારા કોઈ સારું કામ થયું હોય તો તેની ઇર્ષ્યા કર્યા વગર વખાણ કરતાં હોય છે.
👣પગનો અંગુઠો મોટો અને આંગળીઓ નાની- જે વ્યક્તિનો પગનો અંગુઠો મોટો હોય અને બાકીની આંગળીઓ નાની એટલે કે બધી એક સરખી હોય તો તેવા લોકો શાંતિ પ્રિય માણસ હોય છે. તેમને શાંતિ વધારે પસંદ હોય છે. કોઈપણ કાર્ય શાંતિથી કરવામાં માને છે.
👣તેમને કોઈ સાથે ઝઘડો કરવો ગમતો નથી. તે ઉતાવળમાં કોઈ કાર્ય કરતાં હોતા નથી. ખૂબ જ ધૈર્યવાન હોય છે. એક વખત કોઈ સાથે પ્રેમ થઈ જાય તો આખી જિંદગી તેને નિભાવી જાણે છે. આ બાબતે તે લોકો ગંભીર હોય છે.
👣અંગુઠાથી આંગળી મોટી હોય- ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે પગના અંગુઠા કરતાં આંગળી મોટી હોય તેમનું જ ઘરમાં ચાલતું હોય છે. પરંતુ તેમનો સ્વભાવ કેવો હશે તે નહીં જાણતા હોવ. તો આવા લોકો ખૂબ જ અલગ પ્રકારના હોય છે. તે અન્ય લોકોની તુલનામાં કંઈક અલગ જ વિચારતા હોય છે. તેમના જીવનનું પ્લાનિંગ પણ કંઈક અલગ જ હોય છે. તેમનામાં સર્જનાત્મકતા સારી હોય છે. પરિવાર સાથે પોતાના થઈને રહેતા હોવાથી બધાનો પ્રેમ પામતા હોય છે.
👣આ રીતે હાથની રેખાઓ જ નહીં, પણ વ્યક્તિના પગની આંગળીઓ પરથી પણ તેમનું ભવિષ્ય અને સ્વભાવ જાણી શકાય છે. તમારા ઘરના, બહારના કોઈ વ્યક્તિ કે પડોશીનો સ્વભાવ જાણવો હોય તો પગની આંગળી પર જરૂર નજર કરજો. તરત ખ્યાલ આવી જશે.
જો જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.