ટોઈલેટ સાફ રાખવામાં ન આવે તો પછી નાના બાળક કે મોટા વ્યક્તિ બીમાર પડી શકે છે. તેના માટે આપણે જાતે જ તેનું ધ્યાન રાખવું પડે છે. કોઈપણ વ્યક્તિ બહારથી ઘરમાં આવે ત્યારે સૌ પહેલા બાથરૂમમાં જતા હોય છે. અને જો તે ગંદુ હોય તો તેમાં લાગેલા બેક્ટેરિયા ઘરમાં પ્રવેશે અને બીમારી ઘરમાં આવે છે.
ઘણી વખત આપણે જોઈએ છીએ કે ટોઈલેટ સીટ પર પેશાબના પીળા ડાઘ પડી જતા હોય છે. જેને દૂર કરવા માટે બ્લીચિંગ, લીક્વીડ, કે હારપિકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. છેવટે દિવસેને દિવસે તેમાં વધારો થાય છે અને તે બગડવા લાગે છે. તો આજે તમને પીળા ડાઘ દૂર કરવા માટેની ટિપ્સ જણાવીશું. જેનાથી સંડાસ અને બાથરૂમ થઈ જશે ચકચકિત.
એક ચપટી બેકિંગ સોડા- બેકિંગ સોડા કોઈપણ પ્રકારના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. થોડો સોડા લો, તેને થોડા જ પાણીમાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ટોઈલેટ સીટ પર ડાઘ પહેલી જગ્યા પર રેડો. અને તેને 1થી 2 કલાક સુધી એમ જ રહેવા દઈ ટોઈલેટ બ્રશ વડે સાફ કરી દો. એકદમ ચકચકિત થઈ જશે.
નાના બ્રશનો કરવો ઉપયોગ- મોટાભાગના લોકો ટોઈલેટ બ્રશ વડે ટોઈલેટ સાફ કરતા હોય છે. પરંતુ તે ટોઈલેટ બ્રશ ઘણું મોટું હોવાથી જે નાના જીવાણુ અને ડાઘ રહી જતા હોય છે. અનેક વાર સાફ કરવા છતાં પણ તે દૂર થતા હોતા નથી.
જો તમારે ટોઈલેટ એકદમ ક્લીન અને એકપણ જીવ-જંતુ ન રહે તે માટે નાના બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. અઠવાડિયામાં એક કે બે વાર નાના બ્રશથી ટોઈલેટ સાફ કરી દેવું જોઈએ. નાના બ્રશ માટે તમારે ખર્ચો ન કરવો હોય તો ઘરમાં તમારું જૂનું ટૂથબ્રશ પડ્યું હોય તેનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારી ટોઈલેટ પર પડેલા પેશાબના ડાઘ દૂર થઈ જશે અને એકદમ ચોખ્ખું ટોઈલેટ લાગશે.
બોરેક્સ અને લીંબુ- ઘણાના ઘરમાં પેશાબના ડાઘની સાથે કાટના ડાઘ, પાણીમાં વધારે પડતો ક્ષાર હોય તો તેના ડાઘ પડી જતા હોય છે. જેના કારણે રોજ સાફ કરવા છતાં તમને તમારું ટોઈલેટ ગંદુ લાગતું હોય છે. તો જીદ્દી ડાઘ દૂર કરવા માટે તમારે બોરેક્સ પાઉડરનો ઉપયોગ કરવો પડશે. તે પાઉડરમાં તમે લીંબુનો રસ મિક્સ કરી શકો છો.
તેને મિક્સ કરવા માટે પણ માપ જરૂરી છે. એક ભાગ જેટલા લીંબુના રસમાં બે ભાગ બોરેક્સ પાઉડર નાખી પેસ્ટ બનાવો. જ્યાં પણ આ ડાઘ પડ્યા હોય ત્યાં આ પેસ્ટ લગાવો. 2થી 3 કલાક રહેવા દો. પછી તેને પાણી રેડી સાફ કરી દો.
વિનેગર- સિરકા દરેકના રસોડામાં જોવા મળે છે. પીળાશ અને ક્ષારના ડાઘા દૂર કરવા માટે વિનેગર બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. વિનેગરને તમે એક સ્પ્રેની બોટલમાં ભરી લો. અને જે જગ્યા પર ડાઘ પડ્યા હોય તેના પર છાંટો. લાંબા સમયથી પડેલા ડાઘ થોડા જ કલાકોમાં દૂર થઈ જશે. સિરકાનો ઉપયોગ મોટાભાગના લોકો રસોઈમાં સ્વાદ વધારવા કરતા હોય છે. પરંતુ આજથી તમારી ટોઈલેટ સીટને પણ ચમકાવશે.
જંતુ રહિત બનાવો- જોબ કરતી મહિલા માટે રોજ સારી રીતે સંડાસ બાથરૂમ સાફ કરવા તકલીફ પડી જાય છે. ઘણી વખત તે અઠવાડિયામાં એક કે બે વખત સારી રીતે સાફ કરી શકતી હોય છે. કેટલીક વાર વિક એન્ડમાં સાફ કરવાનો સમય મળતો હોય છે. પરંતુ જ્યારે પણ સમય મળે તેને બરાબર સાફ કરવું જોઈએ.
તમે રોજ ભલે ટોઈલેટ સાફ કરતા હોવ, પરંતુ અઠવાડિયામાં એક વખત તો ડેટોલ કે ક્લીનર વડે આખું બાથરૂમ સાફ કરવું જોઈએ. જેથી નાના જીવજંતુ નહીં થાય અને તમે માંદગીથી બચી શકશો. એક વાત યાદ રાખવી કે જેનું ટોઈલેટ સાફ હશે તેના ઘરમાં માંદગી બહુ ફેલાશે નહીં. માટે ઘરમાં ટોઈલેટ સાફ રાખવું ખૂબ જરૂરી છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.