અત્યારે મહિલાઓ નાના નાના પ્રસંગો કે તહેવારમાં પાર્લરમાં જઈને તેના ચહેરા પર ઘણી વસ્તુઓ કરે છે. પણ તે નથી જાણતી આ વસ્તુથી ચહેરાની સ્કીન વધારે ખરાબ થાય છે અલગ અલગ કેમિકલ વાળા વસ્તુથી ચહેરો ખરાબ થવા લાગે છે. થોડા દિવસ સ્કીન ગ્લો કરે છે પણ આગળ સમય જતાં તે ખરાબ થવા લાગે છે અને આપણે પાર્લરમાં જઈને કરેલો ખર્ચ બેકાર જાય છે. તો આજે અમે આ આયુર્વેદિક ઉપાય કહીશું જેનાથી ચહેરાને કોઈ નુકસાન નહીં થાય અને પાર્લરમાં જઈને પૈસા બગાડવા નહીં પડે.
આજના સમયમાં બધી જ સ્ત્રીને કે છોકરીઓને પોતાનો ચહેરો સાફ અને સુંદર રાખવો હોય છે પણ અત્યારે તે શક્ય નથી તેનું કારણ છે વધારે પોલ્યુશન, ધૂળ, ધુમાડો અને ખાવા પીવાની વસ્તુઓ જેનાથી ચહેરો ખરાબ થવો આમ વાત છે. તેનાથી બચવા માટે મહિલાઓ કે છોકરીઓ પાર્લરમાં જઈને પોતાના ચહેરા પર અલગ અલગ વસ્તુથી ચહેરો સાફ કરાવે છે ફેશિયલ, ફેસવોશ, અલગ અલગ ક્રીમ વગેરે ચહેરા પર લગાવે છે. તેથી થોડા દિવસ ચહેરો સાફ અને સુંદર રહે છે પણ સમય જતાં ચહેરો તે કેમિકલ વાળી વસ્તુથી ચહેરો વધારે ખરાબ થવા લાગે છે.
જે પણ પાર્લરમાં ખર્ચ કરો છો તેની કરતાં આયુર્વેદિક વસ્તુથી પોતાના ચહેરાને સુંદર અને ચમકીલો બનાવવા લાગો જેનાથી ચહેરો ક્યારે પણ ખરાબ નહીં થાય અને તેનાથી બીજી પણ કોઈ સમસ્યા ઊભી નહીં થાય કોઈ નુકસાન નથી તે વસ્તુથી કારણકે કુદરતી રીતે તે વસ્તુમાં તેના ગુણ રહેલા હોય છે. આજે આપણે જે વસ્તુ વિષે વાત કરીશું તે ચહેરાને સુંદર બનાવવાનું સૌથી સરળ અને આસાનીથી મળી શકે તેવી વસ્તુ છે.
પોલ્યુશનના કારણે જે પણ અંગની સ્કીન કાળી પડી ગઈ છે તેને ગોરી અને સાફ કરવા આ વસ્તુથી ખૂબજ મદદ મળશે. આ ઉપાય કોઈ પણ કરી શકે છે. મહિલા અને પુરુષ આ વસ્તુની મદદથી પોતાની સમસ્યા દૂર કરી શકે છે. ચાલો જાણીએ આ ઉપાય બનાવવાની રીતે અને તેને ઉપયોગ કરવાની રીત.
જે પણ મહિલા કે પુરુષની સ્કીન સુકાયેલી રહે છે તેની માટે એક સારું અને પાકકું ટામેટું લો તેને હાથેથી પીસીને છાલ સહિત તેનું જ્યુસ બનાવો. પછી તેની અંદર એક ચમચી મધ મિક્સ કરો અને બંને વસ્તુને બરાબર મિક્સ કરો. બંને વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી તેને કેમ લગાવું તે જાણીએ. એક સારા કોટનના કપડાંને થોડું પાણીમાં ભીનું કરી પોતાના ચહેરા પર ઘસીને ચહેરો સાફ કરો. પછી તે મિક્સ કરેલી વસ્તુને ચહેરા પર લગાવો અને મસાજ કરો ધીરે ધીરે મસાજ કરીને તે પેસ્ટને 5 થી 10 મિનિટ સુકાવા દો. પછી તે લગાવેલી વસ્તુને સારા અને થોડા ઠંડા પાણીથી સાફ કરી લો.
તે સાફ કર્યા પછી ચહેરા ઉપર થોડી હળવા હાથે કોઈ ક્રીમ લગાવી દો અને ક્રીમ ના લગાવો તો પણ ચાલશે. આ કાર્ય 8 દિવસમાં 3 થી 4 વાર કરવું ધીરે ધીરે ચહેરો ગ્લો કરવા લાગશે. જે લોકોની સ્કીન ઓઇલી હોય રહેતી હોય છે તેની માટે પણ આ વસ્તુ ખુબ જ ઉપયોગી છે ઓઇલી સ્કીન વાળા વ્યક્તિને ટામેટું અને મધની સાથે એક ચમચી લીંબુનો રસ મિક્સ કરવો જેથી ઓઇલી સ્કીન આપોઆપ સુકાવા લાગશે.
આ વસ્તુ ગરદન, હાથ કે પગમાં પડતી કાળી ચામડી પર લગાવી શક્ય છે. ચહેરાની સાથે સાથે ગરદન પર આ વસ્તુ જરુર લગાવી કારણકે, ચહેરો જ્યારે ગ્લો કરશે ત્યારે તેની સાથે ગરદન પણ સારી થઈ જશે નહિતો ગરદન અલગ દેખાવા લાગશે. આ પેસ્ટમાં રહેલી વસ્તુના ગુણ જાણીએ.
ચામડી ફાટી ગયેલી છે તેની માટે મધ વધારે ફાયદો કરે છે અને ચામડીને મોશ્યુરાઈઝ કરે છે અને સાથે ચામડીમાં રહેલી ધૂળ સાફ કરે છે. ચામડી કાળી પડે તેની માટે ટામેટું ઉપયોગી છે. ટમેટમાં રહેલા ગુણ ચામડીની અંદર રહેલું ગોરાપન બહાર કાઢવામાં મદદ કરે છે અને લીંબુ ચામડીમાં રહેલું ઓઇલ બહાર કાઢવામાં મદદ કરે છે. આ વસ્તુની મદદથી થોડા દિવસની અંદર ચહેરા પર ગ્લો અને ખીલ કે તેના દાગ પણ દૂર થવા લાગશે. ચહેરાની ખરાબ થયેલી કોશિકાઓ જલ્દીથી બહાર નીકળવા લાગે છે અને નવી કોશિકાઓ બનાવવામાં મદદ કરે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.