Toyota એ ભારતમાં અર્બન ક્રુઝર હાઇ રાઇડર કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરવા જઇ રહેલ છે. આ એક વૈકલ્પિક સેલ્ફ ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રીડ પેટ્રોલ એન્જિન વાળી પોતાના સેગમેન્ટની પહેલી કાર છે. ટોયોટા હાયરાઇડર માં ઈલેક્ટ્રીક મોટર સાથે 1.5 લિટર નું (1490 cc નું) 3 સિલેન્ડર પેટ્રોલ એન્જિન મળે છે. તે 91 bhp નો સંયુક્ત પાવર જનરેટ કરે છે. આ એક હાઇબ્રીડ એસયુવી છે જે 40% પેટ્રોલ ઓછું પીવે છે અને જબરદસ્ત માઇલેજ આપશે. તો ચાલો જાણીએ શું ખાસ વાત છે આ કારમાં અને શું શું ફીચર્સ છે અને કેટલી કિંમત થી શરૂઆત થાય છે.
પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રીક મોટર એક સાથે ચાલશે – આ SUV ની સૌથી ખાસ વાત એ છે કે આમાં ટોયોટાની હાઇબ્રીડ કાર્પેટ ટેકનોલોજી છે. તેથી આ કાર પેટ્રોલ એન્જિન અને ઈલેક્ટ્રીક મોટર બંનેના કોમ્બિનેશનથી ચાલશે ઈલેક્ટ્રીક મોટરને પાવર આપવા તેમાં લાગેલી ઈલેક્ટ્રીક બેટરીને અલગથી ચાર્જ કરવાની જરૂર પડતી નથી પણ એ પોતાની જાતે જ ચાર્જ થઈ જાય છે.
ડિઝાઇન અને લુક માં પણ શાનદાર – Toyota અર્બન ક્રુઝર હાઇ રાઇડર આગળથી એકદમ શાનદાર દેખાય છે, તેની આગળ પર ક્રિસ્ટલ એક્રેલિક ગ્રીલ આપેલી છે વચ્ચે લોગો તેની જ બાજુમાં એલઇડી ડીઆરએલ, આ એસયુવી માં હની કોમ્બ લોવર ગ્રીલ ક્રોમ ફિનિશ અને એલઇડી છે. અને પાછળ સાઇડ પર ટોયોટા ની સિગ્નેચર ક્રોમ લોગો અને C-શેપ એલીડી ટેઇલ લેમ્પ છે. તેમજ સાઈડ માંથી પણ શાનદાર દેખાય છે આ એસયુવી.
40% પેટ્રોલ ઓછું પીવે છે આ એસયુવી કાર – આ એસયુવી માં 1.5 લિટર નું કે સિરીઝ પેટ્રોલ એન્જિન છે આવું જ એન્જિન આપણે મારુતિ ની બ્રેજા માં જોઈ ચૂક્યા છીએ પણ આની વાત જ કંઈક અલગ છે કેમ કે આની સાથે સેલ્ફ ચાર્જિંગ ઇલેક્ટ્રીક મોટર આપેલી છે, તેથી જ આ કાર હાઇબ્રીડ મોડ પર ચાલશે તો બીજી સાદી એસયુવીની તુલનામાં 40% પેટ્રોલ ઓછું વપરાશે કંપનીનું કહેવું છે કે, તેની હાઇબ્રીડ ટેકનોલોજી અત્યાર સુધી તેમની લક્ઝરી ગાડીઓમાં જ હતી પહેલીવાર અમે કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં આ ટેકનોલોજી રજૂ કરીએ છીએ.
મળશે ઓલ વ્હીલ ડ્રાઇવ નું ઓપ્શન – પોતાના સેગમેન્ટમાં આકાર એકદમ દમદાર થવાની સંભાવના છે કેમકે આમાં ગ્રાહકોને ઓલ વ્હીલ ડ્રાઈવ નો ઓપ્શન મળશે. ઓલ વ્હીલ ડ્રાઈવ એટલે કે, ચારેય ટાયરમાં પાવર (તાકાત) જોવા પહોંચશે. જેનાથી બર્ફીલા અને લપસતા રોડમાં પણ સારી ગ્રીપ અને તાકાત જોવા મળશે.
હાય રાઇડર નું ઇન્ટિરિયર – આકાર ને મારુતિ સાથે મળીને ડેવલોપ કરી છે તો આમાં કયા કેટલાય ફીચર્સ મારુતિ બ્રેજા અને બલેનોમાં જોઈ ચૂક્યા છીએ જેવા કે 360 ડિગ્રી વ્યુ પાર્કિંગ, કેમેરા બોડી ફ્લોટિંગ, ઈન્ફો ટેનમેન્ટ સ્ક્રીન, અને હેડ અપ ડિસ્પ્લે સાથે જ એમ્બિયન્સ મૂળ લાઇટિંગ પણ આપવામાં આવશે. પ્રીમિયમ ટચ આપવા માટે કેબિનને અંદરથી ડબલ ટોન કરી આપેલ છે એટલું જ નહીં કારના ડેસ્કબોર્ડ ઉપર લેધર આપેલી છે આ સાથે જ તમને વેન્ટિલેટેડ સીટ પણ મળશે. આ SUV માં પેનોરમિક સમરૂપ પણ મળશે જે બહારનો વ્યુ શાનદાર કરશે.
આમાં મળશે 55 જેટલા કનેક્ટેડ કાર ફીચર્સ – જેવા કે આ એસયુવી ને તમે રિમોટ લોકેશન થી સ્ટાર્ટ સ્ટોપ કરી શકશો અને એસી ઓન કરી શકશો. આવા જ અલગ અલગ 55 જેટલા કનેક્ટેડ કાર ફીચર્સ આપેલા છે. આ 55 ફીચર વિષે વાત કરીશું તો બહુ સમય લાગશે.. ટૂંકમાં સમજો કે, લેટેસ્ટ મોટા ભાગના ફીચર આ કારમાં મળી જશે.
સેફટી તેનો પણ પૂરું ધ્યાન રાખેલ છે – Toyota અર્બન ક્રૂઝર હાઇ રાઇડર માં સેફટી નું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલ છે આ suv માં છ એરબેગ આપેલા છે, સાથે હિલહોલ્ડ આસિસ્ટ, EBD, એબીએસ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ઘણા બધા બીજા ફીચર્સ પણ આપેલા છે.
માઇલેજ – Toyota Motors નો દાવો છે કે આ કાર હાઇબ્રીડ ટેકનોલોજીથી સર્જ હોવાને કારણે તેમાં સામાન્ય કાર કરતા 40% જેટલું માઈલેજ વધારે આપશે. કંપની દાવો કરે છે કે આ એસયુવી 26 કિલોમીટર થી 30 કિલોમીટર પ્રતિ લીટર ની માઇલેજ આપશે. જે કારની દુનિયામાં મોટો ધડાકો કહેવાશે.. આ કારનું ઓન્લી પેટ્રોલ વેરિયન્ટ પણ 21 kmph ની એવરેજ આપી શકે છે.
જાણો શું રહેશે કિંમત – આ ખૂબસૂરત SUV ની કિંમત 9.50 લાખ થી શરૂ થવાની સંભાવના છે, અને અલગ અલગ વેરિયન્ટ પ્રમાણે 14-15 લાખ x showroom સુધી જવાની શક્યતા છે. આ એસયુવી લગભગ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં અથવા સપ્ટેમ્બર 2022માં ભારતમાં લોન્ચ કરવામાં આવશે, તેવી સંભાવના છે.
જો આ ટોયોટા અર્બન ક્રુઝર હાઇ રાઇડરની તમામ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.