👉મોટાભાગના રોગો પેટને કારણે જ થતાં હોય છે. એસિડિટી, અપચો, ગેસ, કબજિયાત વગેરેને કારણે લાંબાગાળે ગંભીર બીમારીઓ થવા લાગતી હોય છે. જો તેને સમયસર ઇલાજ કરવામાં ન આવે તો બીજી સમસ્યા થતી હોય છે. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે પેટમાં છાલા પડે છે. જેને પેપ્ટિક અલ્સર કહેવાય છે. તેનો ઝડપથી ઇલાજ કરાવી લેવો જોઈએ.
👉આ બીમારી આપણને શરૂઆતમાં કેટલાક લક્ષણો આપે છે જેમ કે પેટમાં બળતરા, દુખાવો, ઉલ્ટી, ઉબકા જેવું લાગવું. કેટલાક લોકો આ વાતને સામાન્ય ગણાવતા હોય છે. પરંતુ ધીમેધીમે તેનું જોખમ વધવા લાગે છે. આ એક પ્રકારનું જખમ છે. જે પેટ અને આંતરડામાં વધતું હોય છે. પેટમાં અલગ અલગ જગ્યા પર અલ્સર થતું હોય છે. જે જગ્યા પર થાય તેને એ નામથી ઓળખવામાં આવે છે.
👉મોટાભાગ અલ્સર પેટ અને આંતરડાની અંદરની સપાટી પર એસિડના સાઇડ ઇફેક્ટસના કારણે થતું હોય છે. જ્યારે એસિડ સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે જખમ થવા લાગતું હોય છે. આ બીમારી હેલીકોબેક્ટર નામના બેક્ટેરિયાથી ફેલાય છે. આ સંક્રમણના જે લક્ષણો હોય છે તે શરૂઆતમાં ખૂબ જ સામાન્ય હોય છે. પણ પછી અચનાક ઝડપથી ફેલાવા લાગે છે. તો ચાલો જોઈએ તેના લક્ષણો વિશે.
👉શું છે પેટનું અલ્સર- પેટના અલ્સર બે પ્રકારના હોય છે. એક ગેસ્ટ્રીક અને ડ્યુડીનલ. ગેસ્ટ્રીક અલ્સરમાં પેટની સપાટી પર જખમ થવા લાગે છે. જ્યારે ડ્યુડિનલ અલ્સરમાં તમારું જે નાનું આંતરડું હોય છે તેના ઉપરના ભાગ પર જખમ થવા લાગે છે. હકીકતમાં તમારું શરીર બલગમની એક સુરક્ષાત્મક પરત બનાવતું હોય છે. જે પેટ અને નાના આંતરડાની સપાટીને પેટના એસિડથી ભોજન તોડવા માટે જરૂરી બની રહે છે.
👉હવે જ્યારે આ બલગમની પરત ખરાબ થઈ જાય કે બરાબર કામ ન કરે ત્યારે એસિડ નાના આંતરડા અને પેટની જે સપાટી હોય છે તેને નુકસાન પહોંચાડવા લાગે છે. જેના લીધે અલ્સર થાય છે. અમુક માને છે કે વધારે મસાલાવાળું અને સ્ટ્રેસના કારણે અલ્સર થાય છે. પરંતુ તે ખોટું છે. વધારે ધૂમ્રપાન, સ્ટેરોઈડનો ઉપયોગ, વધારે દારૂનું સેવન વગેરેને કારણે અલ્સરનું જોખમ વધી જાય છે.
👉સુસ્તી- ઘણી વખત માણસને થાક ન લાગ્યો હોય તેમ છતાં સુસ્તી આવતી હોય છે, પેટમાં ઘણી વખત બળતરા થવા લાગે છે. આ તકલીફ પેટ ખાલી હોય ત્યારે વધારે થાય છે. આ તકલીફ લાંબો સમય અથવા થોડી વાર માટે જ હોય છે.
👉અપચો- ઘણી વખત વ્યક્તિને અપચો અથવા હાર્ટબર્નની તકલીફ થઈ જતી હોય છે. તે અલ્સર હોઈ શકે છે. જ્યારે તમારા પેટનો એસિડ ઇસોફેગ્સમાં વહી જાય, હૃદયની આજુબાજુ કે પેટના ઉપરના ભાગમાં બળતરા થવાનો અનુભવ થાય તો સમજવું કે અલ્સર છે.
👉ઉલ્ટી- સવારે લાંબા સમય સુધી તમે ભૂખ્યા રહો અને ઉલ્ટી થવાનો અહેસાસ થાય તો સમજવું કે અલ્સરનો સંકેત છે.
👉વજન ઘટવા લાગવું- ઘણા લોકોને વારંવાર ભૂખ લાગે છે, પરંતુ વજન વધતું હોતું નથી. તો આ લક્ષણ અલ્સરનું છે. તેનો ઝડપથી ઇલાજ કરવો જરૂરી છે. કેમ કે પેટમાં અલ્સરના કારણે સોજો આવે છે અને પાચનતંત્રમાં અવરોધ પણ ઊભો થાય છે. ઘણી વખત ભોજનને તમારા પેટ સુધી પહોંચવા દેતું નથી. ભૂખ તો પહેલા કરતાં પણ વધારે લાગે છે. પણ વજન વધતું હોતું નથી.
👉મળનો રંગ બદલાવો- ઘણાં લોકોના મળનો રંગ બદલાય જાય છે. તેની સારવાર કરાવવી જોઈએ. આ બ્લીડીંગ અલ્સરનું લક્ષણ હોય શકે છે.
👉તેનો ઉપાય આ રીતે કરવો- જો કોઈ માણસ વધારે શરાબ અને સ્ટ્રેસ લેતો હોય તો તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો. આ અલ્સર હેલીકોબેક્ટર પાયલોરીના કારણે થતું હોવાથી તે બેક્ટેરિયાનો નાશ કરવા માટે એન્ટીબાયોટિક આપતાં હોય છે. ઘણાંખરાં અંશે તમારી જીવનશૈલીમાં પણ બદલાવ લાવવો પડતો હોય છે. જો અલ્સર વધી જાય તો સર્જરી કરવી પડે છે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.