શિયાળો ચાલી રહ્યો છે. અત્યારે લગભગ બધાજ લોકો લીલા શાકભાજીનું સેવન કરતાં હોય છે. પણ કઈ શાકભાજી વધારે ફાયદા કરે છે તે ઓછા લોકોને ખબર હોય છે. આજે તેવીજ એક વસ્તુ વિષે તમને જણાવીશું જે શાકભાજી શરીર માટે સૌથી ઉતમ અને અલગ અલગ રોગથી બચાવી શકે છે. આજે જે વસ્તુ વિષે વાત કરીશું તે છે લીલા વટાણા જે લગભગ બધાજ લોકોને કે બાળકોને પસંદ હોય છે. લીલા વટાણા ખાવાથી શરીરમાં કેટલી પ્રકારના ફાયદાઓ થાય છે તે પૂરી માહિતી જણાવીશું.
શિયાળામાં સૌથી વધારે લીલા વટાણા ગુણ કરતાં હોય છે પણ તમને ખબર નથી કે તેના સેવનથી શરીરમાં કેટલા અદભૂત ફાયદાઓ થાય છે. આજે વટાણા વિષે આ પૂરો આર્ટીકલ વાંચવો જેથી તેના બધાજ ગુણ અને નુકસાન તમને ખબર પડે. હા દોસ્તો વટાણા ખાવાથી ફાયદાઓ સાથે તેના થોડા નુકસાન પણ છે. પહેલા જાણીએ તેના ફાયદાઓ વિષે, પછી જાણીશું નુકસાન વિષે.
- વજન ઘટાડવા.
અત્યારે શિયાળની સીજનમાં બધા જ લોકોનો વજન વધે છે તેનું કારણ છે કે, કામ કરવા છતાં પરસેવો ઓછો આવે છે અને શરીરમાં રહેલી ચરબી અને ફેટ ઓછા થતાં નથી તેથી વજન વધારે છે. શિયાળામાં ભૂખ પણ વધારે લાગે છે જે વજન વધવાનું મુખ્ય કારણ છે. તેને કંટ્રોલ કરવા માટે રોજે 20 ગ્રામ લીલા વટાણાને એક મિક્સરમાં લેવા તેની અંદર એક ગ્લાસ હુફાળું ગરમ પાણી મિક્સ કરી તેને ક્રશ કરી જ્યુસ બનાવો અને તે જ્યુસની અંદર સ્વાદ અનુસાર સેંધા નમક મિક્સ કરો.
તે જ્યુસને બપોરે અને સાંજે ભોજન કરવાના 30 મિનિટ પહેલા લેવું. જેનાથી શરીરમાં વધારાની ચરબી હશે તે ઓગળવા લાગશે અને વજન ઓછો થવા લાગશે. આ જ્યુસના કારણે શરીરમાં કમજોરી પણ નહીં આવે. અને વજન ઘટશે તે નફામાં..
- ઇમ્યુનિટી.
આજના સમયમાં બધા જ લોકોમાં ઇમ્યુનિટી કમજોર થવા લાગી છે અને લોકો તેને વધારવા માટે કેટલું કરતાં હોય છે અલગ અલગ વસ્તુનું સેવન કરે છે. કાઢો બનાવીને પિતા હોય છે તેમ છતાં ઇમ્યુનિટી ઓછી રહે છે. આજે ઇમ્યુનિટી વધારવા માટે સૌથી બેસ્ટ ઉપાય તમને કહીશું 100% ઇમ્યુનિટી વધવા લાગશે.
ઇમ્યુનિટી વધારવા માટે લીલા વટાણા સૌથી બેસ્ટ ઉપાય છે. વટાણાનું જ્યુસ, સૂપ, કે પછી વટાણાને શાક બનાવી સેવન કરવું. ઇમ્યુનિટી વધારવા માટે રોજે 20 ગ્રામ વટાણાનું જ્યુસ બનાવી સવારે ખાલી પેટે સેવન કરવું. ઇમ્યુનિટી સાથે સફેદ બ્લડસેલ્સ પણ વધારે છે કેમકે, વટાણાની અંદર આયર્ન, ઝીંક જેવા તત્વો વધારે હોય છે.
- હાર્ટ પ્રોબલમ.
જે લોકોને હ્રદયની બીમારી છે, થોડું કામ કરવાથી કે થોડું ચાલવાથી થકાન અનુભવે છે, છાતીમાં દુખે, સ્વાસ ચડવો જેવી તકલીફ થાય છે. આવા લોકો માટે લીલા વટાણાનું જ્યુસ ખુબજ ફાયદાકારક રહે છે. નિયમિત સવારે 15 ગ્રામ વટાણાનું જ્યુસ બનાવી પીવાથી હ્રદયની માંશપેશીઓ મજબૂત થાય છે અને બધીજ નસો ખૂલી રહે છે જેનાથી ક્યારે પણ હ્રદય સબંધિત બીમારી થશે નહીં. હાર્ટ અટેકનો ખતરો પણ ઓછો રહેશે.
- સોજા ચડવા.
જે લોકોના મોઢા પર, હાથમાં કે પગમાં સોજા ચડી જાય છે તેવા વ્યક્તિઓ માટે વટાણાનું સૂપ ખુબજ ફાયદાકારક રહે છે. દિવસમાં એક વાર વટાણાનું સૂપ બનાવી પીવું જોઈએ. ચામડીની કે શરીરમાં બીજા અંગોના સોજા ઓછા થવા લાગશે. વટાણાનું સૂપ બનાવવાની રીત તમે ઇન્ટરનેટ પરથી મેળવી શકો છો.
- વાળ ખરવાની સમસ્યા.
જે લોકોને વધારે વાળ ખરવાની સમસ્યા છે તેની માટે વટાણા ખુબજ ઉપયોગી સાબિત થશે. રોજે સવારે વટાણાનું જ્યુસ બનાવી પીવાથી ફાયદો થાય છે અને સાથે વટાણાનું જ્યુસ વાળના મૂળ સુધી લગાવી 30 મિનિટ રહેવા દેવું પછી ઠંડા પાણીથી માથું સાફ કરી લેવું થોડા સમયમાં વાળ ખરવાનું બંધ થઈ જશે કારણ કે, વટાણામાં વિટામિન C, B-6, B-12, ફોલિક એસિડ જેવા તત્વો રહેલા છે જે વાળને અંદરથી મજબૂત બનાવે છે. આ કાર્ય પુરુષને અઠવાડિયામાં 3 વાર કરવું અને મહિલાને 2 વાર કરવું. જ્યુસનું સેવન નિયમિત કરો તો પણ ચાલશે.
- ડાયાબિટીસ.
લીલા વટાણાનું જ્યુસ ડાયાબિટીસના દર્દી માટે ઉતમ ગણવામાં આવે છે અને વધતું શુગર લેવલ પણ કંટ્રોલમાં આવે છે. વટાણાની અંદર ગ્લાયસિમિક ઇંડેક્સ ઓછા રહેલા હોય છે એટલે વટાણા ડાયાબિટીસના દર્દી માટે ફાયદાવાળા રહે છે. વટાણામાં મળી આવતું ફાઈબર લોહીમાં વધતી શુગર રોકવામાં મદદ કરે છે. નિયમિત સવારે 10 થી 15 ગ્રામ વટાણાનું જ્યુસ ખાલી પેટે પીવાથી ડાયાબિટીસમા ઘટાડો થાય છે અને ધીરે ધીરે ડાયાબિટીસ ઓછી કરે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.