👉સમયના અભાવે મોટાભાગની મહિલાઓ બજારમાંથી તૈયાર વસ્તુ લાવતી થઈ ગઈ છે. બજારમાં જે વસ્તુ મળે છે તેના ભાવ ઘરે બનાવેલી વસ્તુ કરતાં પણ ડબલ હોય છે, તેમ છતાં દરેક વસ્તુ બહારથી લાવે છે. તે ભલેને પછી લોટ, વાનગી, ફરસાણ, નમકીન કે કોઈપણ ચીજવસ્તુ હોય તેનું સેવન બજારમાંથી લાવીને જ કરવાનું. એટલું જ નહીં આજકાલ તો લોકો રોટલી માટેનો લોટ પણ બજારમાંથી લાવે અને ઘરે રોટલી બનાવતાં હોય છે. પરંતુ તે રોટલી ઘરે બનાવેલા લોટ કરતાં અલગ બનતી હોય છે.
👉તેમાં એટલો ટેસ્ટ પણ નથી હોતો. એટલું ઓછું હોય એમ લોટમાં પણ બહારના વેપારીઓ ભેળસેળ કરતાં હોય છે. ગમે તે લોટ ઘઉંના લોટમાં મિક્સ કરી દેતાં હોય છે. જેની આપણને ખબર હોતી નથી. તેમાં ખાસ કરીને મેંદાનો લોટ વધારે મિક્સ કરતાં હોય છે. જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. ઘણી વખત લાંબા ગાળા સુધી તેનું સેવન કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે.
👉અમુક લોકો ઘઉંનો લોટ વધારે સફેદ લાગે એટલા માટે ચોખાનો લોટ, ચાક પાઉડર, બોરિક પાઉડર, ખડિયા માટી વગેરે ભેળવી દેતા હોય છે. તો આજે તમને બહારથી લોટ લાવીને ઘરે કેવી રીતે ચકાસશો તેની સરળ રીત બતાવીશું.
👉મેગ્નેટ વડે- બજારમાં મળતાં મેંદાના અને સોજીના લોટમાં લોખંડ મિક્સ કરતાં હોય છે. જો તેને ચેક કરવું હોય તો એક કાચની પ્લેટ લેવી તેમાં મેંદો કાઢવો પછી તેની પર ચુંબક ફેરવવું. જો લોટ અસલી હશે એટલે કે શુદ્ધ હશે તો ચુંબક પર ચોંટશે નહીં અને લોખંડ મિક્સ કરેલું હશે તો તરત ચોંટવા લાગશે.
👉હાઇડ્રોક્લોરિકથી ચેક કરવું- જે લોટ ચકાસવાનો હોય તે એક ટેસ્ટ-ટ્યૂબમાં લો. તેમાં થોડું હાઈડ્રોક્લોરિક એસિડ નાખવું, જેવું તે નાખશો તે એસિડ નાખશો લોટમાં કાળી વસ્તુ દેખાવા લાગશે. જેથી સમજવું કે લોટમાં મિશ્રણ કર્યું છે. હાઇડ્રોક્લોરિક એસિડ તમને કોઈપણ મેડિકલની દુકાને સરળતાથી મળી જશે. આ એક વૈજ્ઞાનિક ટેક્નિક છે લોટ ચેક કરવાની.
👉લોટ બાંધો ત્યારે- ઘણાં લોકો રોટલીનો લોટ બહારથી લાવતાં હોય છે તો તેમાં બીજા લોટ મિક્સ કરેલા હોય છે. તો તમે જ્યારે રોટલીનો લોટ બાંધો ત્યારે જ અંદાજો આવી જતો હોય છે. જેમ કે લોટ સફેદ તો લાગે, પણ તેમાં જે ટેસ્ટ આવવો જોઈએ તે નથી આવતો, ઉપરાંત લોટ બાંધવામાં પણ વાર લાગે છે અને રોટલી વણાતી નથી અથવા વણાય તો રબર જેવી ખેંચાવા લાગે છે. પાણીની વધારે જરૂર પડતી હોય છે.
👉જ્યારે તમે મિશ્રણ વગરનો લોટ બાંધો છો ત્યારે આવું કંઈ થતું નથી. રોટલી પણ એકદમ સોફ્ટ અને ફુલીને દડા જેવી થતી હોય છે. ઓછા પાણીમાં એકદમ સરળતાથી લોટ બંધાય જાય છે.
👉લેમન રસ- લીંબુથી પણ લોટને ચેક કરી શકાય છે. એક મોટો ચમચો લોટ લેવો તેમાં થોડા લીંબુના ટીંપા નાખવા જેવો લીંબુનો રસ એડ થશે કે તરત લોટમાં ફિણ વળવા લાગશે. હવે તે લોટમાં ચાક પાઉડર અથવા ખડિયા માટી મિક્સ કરી હશે, કેમ કે આ બંને વસ્તુમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. જેથી લીંબુનો રસ એડ થતાં સાઈટ્રિક એસિડ દ્વારા ફિણ બની જાય છે.
👉પાણીથી ચેક કરો- એક કાચનો ગ્લાસ લો, તેમાં પાણી ભરવું પછી તેમાં એક ચમચી લોટ મિક્સ કરવો. તેને જરાપણ હલાવવાનો નથી. તમે જોઈ શકશો કે પાણીની ઉપર રેસા, ચોકર જેવું તરતું દેખાશે. એટલે સમજવું કે લોટમાં મિશ્રણ થયેલું છે.
👉ચણાનો લોટ- બજારમાં ચણાનો લોટ પણ તૈયાર મળતો હોય છે. તો તેમાં વધારે ચમક લાવવા માટે મેટાનીલ યેલો રંગ મિકસ કરવામાં આવતો હોય છે. જે શરીર માટે નુકસાનકારક છે. તે શરીરની તંત્રિકાના તંત્રને નુકસાન પહોંચાડે છે. તેનાથી કેન્સર અને લકવો થવાની શક્યતા વધી જાય છે. તેથી બને તો ઘરે જ ચણાની દાળ લાવી લોટ દળવો જોઈએ.
👉જો લોટ ચકાસવો હોય તો એક ચમચી લોટ એક નળીમાં નાખો. તેમાં ત્રણ મિલીલિટર આલ્કોહોલ નાખવું, હલાવો પછી તેમાં 10 ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખવું. જો તે સમયે આ મિશ્રણનો રંગ ગુલાબી થવા લાગે કે તરત સમજી જવું કે લોટ મિશ્રણ વાળો છે.
👉મેંદો ચેક કરવા- બધા લોટની જેમ જ મેંદો પણ તમે ચેક કરી શકો છો. તેના માટે એક ટેસ્ટ ટ્યુબ લેવાનું મેંદો નાખવો, પછી ડાઈલ્યુટ હાઈડ્રોક્લોરિક એસિડ નાખવું. જો મેંદામાં ફિણ થવા લાગે તો સમજવું કે લોટમાં ભેળસેળ કરી છે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.