💁♀️દોસ્તો, મહિલાઓનો મોટો ભાગનો સમય પોતાના કિચનમાં જ જતો હોય છે. ઘણી બહેનો પોતાના કિચનમાં તમામ વસ્તુઓને ટીપ-ટોપ રાખવાની શોખીન હોય છે. તેને પોતાના તમામ વાસણો પણ ચકચકિત જ પસંદ હોય છે. પરંતુ ઘણી વાર ગેસ પર બર્નરની કોઈ ખરાબીના કારણે વાસણો દાઝે છે અને કાળા થવા લાગે છે. તો તેને માટે આજે અમે થોડી ટિપ્સ લઈને આવ્યા છીએ. જે તમને આવો કોઈ પ્રશ્ન હશે તો જરૂર ઉપયોગી બનશે.
💁♀️ગેસને સારું કરતાં નોર્મલી તેની ફલેમ નીલા રંગની હોય છે. પરંતુ તેના બર્નરમાં જ્યારે કોઈ કચરો કે કોઈ અન્ય રસોઈ ઉભરાવાના કારણે કોઈ પ્રવાહી ભરાય અને તે બળે છે ત્યારે ફલેમનો રંગ પીળો થાય છે આ કારણે ગેસ પર મૂકવામાં આવતા વાસણો દાઝે છે કે કાળા થવા લાગે છે. આ કાળા થયેલા વાસણને ખૂબ ઘસવામાં આવે તો પણ તે કાળાશ દૂર થતી નથી. તો આ પ્રશ્નને તમે જાતે પણ સોલ કરી શકો છો. તેના માટે આજે અમે તમને થોડી એવી ટિપ્સ આપીશું જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે.
💁♀️બર્નરની થોડા-થોડા સમયે બરાબર સફાઇ કરો : રસોઈ બનાવતા વાસણ જો કાળા થાય છે તો તેનું સૌથી પહેલું કારણ બર્નરની ખરાબી હોય શકે છે તેના માટે બને તો 15 દિવસમાં એક વાર બર્નરને બરાબર સાફ કરો. તેના જે છિદ્રો હોય તેને પણ તપાસો જો તેમાં કચરો જણાય તો તેને સોઈ કે વાળાની મદદ વડે સાફ કરીલો. ઘણી વાર જૂના બર્નર થતાં તેમાંથી લોખંડ કે કાટ ખરે છે અને તે તેના છિદ્રોમાં ભરાય છે તો તેને સાફ કરો અથવા બર્નર બદલી લો. જો ગેસને સારો રાખવો છે તો તેના બર્નરની બરાબર સફાઇ કરવી જરૂરી છે.
💁♀️જૂના ગેસમાં કઈ વાતનું ધ્યાન રાખવું : ઘણી વાર ગેસના ચૂલા ખૂબ જ જૂના થવાના કારણે પણ તેની ફલેમ નીલીના રહેતા તે પીળા રંગની થઈ જાય છે અને તેના કારણે વાસણ દાઝે કે કાળું થવા લાગે છે. તો આવા જૂના ચૂલામાં વિશેષ કઈ ના કરતાં માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફલેમ મીડિયમ રાખીને જ રસોઈ બનાવવી. આમ કરતાં વાસણ બિલકુલ કાળા નહિ થાય.
💁♀️વાસણને કાળા થતાં અટકાવો ભીની માટીનો લેપ કરીને : જો ગેસ પર મુકાયેલ વાસણ કાળા થતાં ના અટકે તો તેના માટે આ ભીની માટીનો લેપ ખૂબ જ બેસ્ટ છે આ રીત એકદમ જૂની છે જ્યારે લોકો માટીના ચૂલા પર રસોઈ બનાવતા ત્યારે વાસણને કાળાશ થી બચાવવા માટે વાસણના તળિયે ભીની માટીનો લેપ કરતાં હતા. આમ કરવાથી વાસણ બિલકુલ કાળું થતું નથી અને રસોઈ બાદ ઝડપથી સાફ પણ થઈ જાય છે. તો આ ઉપાય એકદમ સરળ અને સારો છે.
💁♀️પાણી અને મીઠાનો ઉપયોગ : જો તમે વાસણને કાળા થતાં અટકાવવા માંગતા હોય તો તેને મીઠાના પાણી વડે પણ કાળા થતાં અટકાવી શકાય. જો તમારે માટીનો ઉપયોગ કરવો નથી તો માટીના બદલે તમે મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો. પાણી અને મીઠાને મિક્સ કરીને તેનો લેપ વાસણના તળિયે લગાવીને તેને થોડો સુકાવીને પછી ગેસ પર મૂકવાથી તે બિલકુલ કાળા થતાં નથી.
💁♀️સ્ક્રબરનો ઉપયોગ : નવા ગેસના ચૂલાનો ઉપયોગ કરવા છતાં પણ વાસણ જો કાળા થાય તો તેના માટે એક ખૂબ જ સારો એવો ઉપાય છે તેના માટે તમે રેગ્યુલર સ્ક્રબરનો ઉપયોગ કરી શકો છો. ખાસ જે વાસણો એલ્યુમિનિયમના હોય તે વાસણના તળિયા સાફ કરવા માટે સ્ક્રબર રેગ્યુલર વાપરવાથી વાસણ એકદમ ચકચકિત રહે છે.
💁♀️દોસ્તો, આપેલી નાની-નાની ટિપ્સ વાપરીને તમે તમારા કિચનને ચકચકિત રાખી શકો છો. એક વાત પાક્કી કે ગેસની ફલેમ નીલી હોય તો તે બરાબર છે પણ પીળી ફલેમ થવાથી બધા જ પ્રોબ્લેમ ઊભા થાય છે. તેનાથી ગેસ પણ વધારે વપરાય છે. તો એવું બને તો ગેસ પણ રીપેર કરવી લો એ જ આપણા હિતમા છે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.