🧅 આજના સમયમાં વધતું પ્રદૂષણ અને લોકોને બહારનું ભોજન વધુ ખાવાની ખરાબ ટેવને કારણે વાળની સમસ્યા વધારે થાય છે. જેમાં વાળ વધારે ખરી જવા, વાળ સફેદ થઈ જવા, બે મોઢાવાળા થઈ જવા, ખોડો થઈ જવો વગેરે વાળની સમસ્યાઓ થાય છે.વાળની સમસ્યાને જડ-મૂળથી દૂર કરવા માટે આજે અમે તમારા માટે ડુંગળીનો ઉપાય લઈને આવ્યા છીએ. આપણા આયુર્વેદમાં પણ ડુંગળીના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. ડુંગળી વાળની સાથે-સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે.
🧅 વાળને ખરતા અટકાવવા માટે ઘણી મહિલાઓ બજારમાં મળતા કેમિકલવાળા શેમ્પૂનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ તેનાથી નુકશાન વધુ થાય છે. એટલા માટે ડુંગળીનો ઉપાય વાળને ખરતા અટકાવવા માટે બેસ્ટ છે.
👉 ડુંગળી આપણી સ્કીન માટે ઘણી ગુણકારી છે. ખિલની સમસ્યા પણ તે દૂર કરે છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક પાત્રમાં ડુંગળીનો રસ કાઢવો. ત્યાર બાદ તેમાં ઓલિવ ઓઇલ અને મધ એડ કરવું. બધુ સરખી રીતે હલાવી એક બીજામાં ભળી જાય એવી રીતે મીક્ષ કરો. હવે આ મિશ્રણને ખીલ પર લગાડવું અને 30 મિનિટ સુધી રહેવા દેવું. ત્યાર બાદ ફેસ નોર્મલ પાણીથી સાફ કરી લેવું. આ પ્રયોગથી ખીલની સમસ્યા દૂર થઈ જશે.
👉 જે લોકોને શ્વાસની બીમારી હોય એવા લોકો રોજ ડુંગળીના રસનું સવારે ભૂખ્યા પેટે સેવન કરે તો આ સમસ્યા દૂર થઈ જાય છે. ઉપરાંત ઘણા લોકોને આંખોમાં બળતરા થતી હોય છે. તેમના માટે પણ ડુંગળી અકસીર ઈલાજ છે. જેમાં ડુંગળીનો રસ અને તેમાં ગુલાબ જળ મિક્સ કરી અને આંખોમાં 2-2 ટીપાં નાખવાથી આંખોની સમસ્યા દૂર થઈ જાય છે.
👉 વીછીનો અથવા મધમાખીનો ડંખ લાગ્યો હોય ખૂબ બળતરા અને દુખાવો થતો હોય તો ડુંગળીને પીસી તેનો માવો બનાવી લેવો અને ડંખની જગ્યાએ લગાવી દેવો. આ પ્રયોગ કરવાથી તમારા દુખાવામાં રાહત મળી જશે. ઉપરાંત જે લોકોને કાનનો દુખાવો હોય તેમાં પણ ડુંગળીના રસના 2-2 ટીપાં નાખવાથી કાનનો દુખાવો દૂર થાય છે.
👉 ઉનાળાની ઋતુમાં જો કોઈ વ્યક્તિને લૂ લાગી જાય તો તે ગંભીર સમસ્યામાં ફસાઈ જાય છે. આ સમસ્યાને પણ ડુંગળી હલ કરે છે. જે વ્યક્તિને લૂ લાગવાની સમસ્યા થઈ હોય તેમકપાળે અને પગના તળીયે ડુંગળીનો રસ ઘસવાથી આ સમસ્યામાં રાહત મળે છે. સફેદ ડુંગળીના રસમાં 1 ચમચી ઓલિવ ઓઇલ, 1 ચમચી આદુનો રસ, 1 ચમચી ઘી અને એક ચમચી મધ મિક્સ કરી 15 દિવસ સુધી પીવાથી નપુંસકતા દૂર થાય છે
🧅 જે લોકોને વાળ વધતા ન હોય કે સફેદ થતાં હોય તેમણે ડુંગળીના રસમાં 2 ચમચી લીંબુનો રસ સરખી રીતે મિક્સ કરી આ મિશ્રણ માથામાં નાખી અને મસાજ કરવી. આ ઉપાય નિયમિત કરવાથી વાળનો ગ્રોથ વધવા લાગશે અને સફેદ વાળની સમસ્યા પણ દૂર થશે.
જો ડુંગળીના ઉપયોગ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.