🥛 રસોડાનું કામ જોવામાં અને કહેવામાં બહુ ઓછું લાગતું હોય છે. પરંતુ કરે તેને સમજાય કે કેટલું અને કેવું છે. તેવી જ વાત દૂધમાં છે. સારી ક્વોલિટીવાળું દૂધ હોવા છતાં તેમાંથી જાડી મલાઈ ઘણી વખત જામતી નથી. જ્યારે કેટલાક લોકો 500 ગ્રામ દૂધમાંથી પણ દર અઠવાડિયા સારું એવું ચોખ્ખું ઘી બનાવતા હોય છે. ઘી ઉપરાંત પણ તે લોકો ફુલ ક્રીમ મિલ્ક પણ લેતાં હોય છે.
🥛 કેટલાક તો તેના માટે સમયસર દૂધ ગરમ કરી ફ્રિઝમાં મૂકતાં હોય તેમ છતાં પણ સમસ્યાનો હલ આવતો નથી. તો આજે જણાવીશું દૂધ ઉપર જાડી મલાઈ જામે તે માટે ઘરેલુ ઉપચાર અજમાવો.
🥛 વર્ષોથી પરંપરા ચાલી આવી છે તે ટ્રિકથી આજે તમને જાડી મલાઈ ઉતારતા શીખવીશું. એટલું જ નહીં ઉનાળાની ઋતુમાં ઘણાં લોકોને દૂધ, માખણ, છાશ ઝડપથી ખરાબ થઈ જતાં હોય છે. તો સાથે તેને કેવી રીતે સાચવવા તે વિશે માહિતી આ લેખમાં આપીશું,
🥛 દૂધની તપેલીમાં નીચે લેયર નહીં જામે- દરેક મહિલાની સમસ્યા હોય છે કે દૂધ ગરમ કરે તે વાસણમાં નીચે મલાઈ ચોંટી જતી હોય છે. અમુક સમયે તો એટલી બળી જાય કે તેને વાસણમાંથી દૂર કરવી અઘરી થઈ જતી હોય છે.
🥛 જો તમે ઇચ્છતાં હોવ કે દૂધના કોઈપણ વાસણમાં આ લેયર ન જામે તો દૂધ ગરમ કરો તે પહેલાં વાસણમાં થોડું પાણી નાખો. પછી તેમાં દૂધ રેડી ઉકાળો. આ પ્રયોગ કરશો તો ક્યારેય તમારા દૂધના વાસણમાં નીચે મલાઈ જેવું લેયર નહીં થાય.
🥛 આ રીતે દૂધ ગરમ કરવું- કોઈપણ મહિલા હોય તેને દૂધમાંથી જાડી મલાઈ નીકળે તે વધુ પસંદ હોય છે. તો તેના માટે આ ટિપ્સ અપનાવો. સૌથી પહેલા દૂધને તપેલી કે કોઈ બીજા વાસણમાં કાઢો. હવે તેને ગેસ પર ધીમા તાપે ઉકળવા દો. આ રીતે કરવાથી દૂધ જાડું થઈ જાય છે અને મલાઈ પણ જાડી નીકળે છે. પરંતુ કેટલીક ગૃહિણી આ રીતે દૂધ ગરમ કરતી નથી.
🥛 તે ઘરનું કામ ઝડપથી પતી જાય તેના માટે દૂધ એકદમ ફાસ્ટ ગેસ પર ગરમ કરી બંધ કરી દેતી હોય છે. જેના લીધે દૂધ તો પાતળું રહે સાથે મલાઈ પણ ઓછી અને પાતળી બનતી હોય છે. માટે જ્યારે પણ દૂધ ગરમ કરવા મૂકો ત્યારે ધીમા તાપે મૂકવું.
🥛 દૂધ ઉકળી જાય એટલે તેની પર કાણાં વાળી ડિશ ઢાંકવી. જો કાણાં વગરની ડિશ ઢાંકો તો એક સાઈડથી થોડી ખુલ્લી રાખવી જેથી હવાની અવરજવર રહે. હવે દૂધ જ્યારે રૂમ ટેમ્પેરેચર પર આવી જાય પછી ફ્રિઝમાં મૂકો.
🥛 દૂધ ફાટતું અટકાવવા- ઘણી વખત ઉનાળામાં દૂધ ગરમ કર્યા પછી ફાટી અથવા બગડી જવાની તકલીફ રહ્યા કરતી હોય છે. તો તેના માટે આ ટ્રિક અજમાવો. દૂધ ગરમ કરો તે પહેલાં તેમાં ચપટી બેકિંગ સોડા નાખવો. ગમે તેવી ગરમીમાં દૂધ ફાટશે કે બગડશે નહીં. પરંતુ એક દિવસમાં જ આ દૂધ ઉપયોગમાં લઈ લેવું. તેને ફ્રિઝમાં પણ બે દિવસથી વધારે સમય રાખશો તો બગડી જશે.
🥛 આટલા ઉપાય જો તમે ઘરે અજમાવશો તો ચોક્કસ મલાઈ પણ જાડી ઉતરશે સાથે ઘી પણ સારા એવા પ્રમાણમાં થશે. જો આશ્રી ક્વોલિટીવાળું દૂધ હશે તો મલાઈ ખુબજ સારી એવી ઉતરશે. ઘરનું ઘી અને માખણ બનાવીને ખાશો તો તે શરીર માટે પણ સારું ગણાશે. માટે હેલ્ધી માટે હંમેશા ઘરનું જ ઘી કે માખણ ખાવ.
જો આ દૂધની મલાઈ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.