ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તુલસીને આપણે માતા માનીએ છીએ. તે તુલસી આપણા ઘણા રોગો દુર કરે છે આ રોગચાળા ના જમાનામાં તુલસીનું સેવન આપણે બધાએ કરવું જોઈએ. અત્યારે આ સમયમાં બધાજ લોકો તેનું સેવન કરતાં હશે. શરીરની ઇમ્યુનિટી વધારવા તુલસીના પાનનો ઉકાળો કરી પીવામાં આવે છે.
એવું કહેવાય છે કે, તુલસીનો ક્યારો આપણા ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે અને તેની પૂજા કરી તેને રોજે જળ અર્પણ કરવામાં આવે તો આપણા ઘરમાં સુખ-શાંતિ બની રહે છે અને અને માતા તુલસી લક્ષ્મીજી નું રૂપ હોવાથી ઘરમાં લક્ષ્મીજી નું આગમન થાય છે તેવું માનવામાં આવે છે.
તુલસીના પાનનું સેવન રોજે સવારે કરવાથી શરદી,ઉધરસ કે તાવ જેવી બીમારી તમારાથી દુર રહે છે ઘણા ચા પ્રેમી લોકો તુલસીના પાન ચા માં પણ નાખે છે. આવી રીતે તુલસીના પાનના ઘણા ઉપયોગો થાય છે. તુલસીના પાન તો ઉપયોગી છે, પણ તેનાથી વધારે પણ વધુ ઉપયોગી છે “તુલસીના માંજર” એટલે કે “તુલસીના બીજ” આવો જાણીએ તેના વિશે થોડી માહિતી.
થોડું પાણી લઈ તેમાં હળદર,મીઠું, લીંબુ, આદું, ચા અને તુલસીના માંજર નાખી થોડી વાર ઉકાળવું આ પાણીને (એક પ્રકારનો ઉકાળો કહી શકાય.) દિવસમાં બે-ત્રણ વાર પીવાથી શરદી અને ઉધરસમાં તરત જ તમને રાહત મળશે. તેમજ તમારા પેટની અંદર રહેલા ઝેરી તત્વોને પણ બહાર કાઢવામાં મદદ કરશે.
એક ગ્લાસ દુધમાં થોડા તુલસીના બીજ મેળવી સવારે નાસ્તા માં લેવાથી શરીરનું શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે અને કાર્બોહાઈડ્રેટ ને ગ્લુકોઝમાં પરિવર્તિત કરી દે છે અને ડાયાબીટીશ જેવા રોગો પણ આપણાથી દુર રહે છે. જો સામાન્ય ડાયાબીટીસતો પણ તેમાં રાહત રહે છે.
તુલસીના બીજ નું નિયમિત સેવન કરવાથી વજન ઓછો કરવામાં મદદ મળે છે કારણ કે તુલસીના બીજ માં કેલેરી ઓછી હોય છે. તુલસીના બીજ તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે એટલે તમારે જે થોડી-થોડી વારે ખાવું પડે તેની જરૂર નહી પડે અને તમારી વધારે ખાવાની આદત પણ છુટી જાશે અને તમારો વજન કન્ટ્રોલમાં રહેશે. તે માટે તુલસીના બીજને એક પ્રકારે ગ્રીનમાં નાખીને તેનું સેવન કરી શકો.
તુલસીના બીજ શરીરમાં કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલમાં રાખે છે એટલે ટ્રેસ-ટેન્શન દુર રહે છે અને આપણું હ્રદય સ્વસ્થ રહે છે. તુલસીના બીજ નું નિયમિત સેવન કરવાથી આપણું શરીર ડી-ટોક્સ એટલે કે સાફ થઈ જાય છે અને કબજિયાત જેવી ગંભીર બીમારી દુર થઈ જાય છે.
આયરન, પ્રોટેશીયમ, કેલ્શિયમ,અને મેગ્નીશીયમ જેવા ખનીજો તત્વો તુલસીના બીજમાં રહેલા હોય છે તેથી આ બીજનું નિયમિત સેવન કરવાથી હાડકાં પણ મજબુત બને છે. ઉમર વધવાની સાથે જ હાડકા નબળા પડવા લાગે છે તેથી જો તમે આજથી જ તુલસીના બીજનું સેવન કરવા લાગો તો તમને મોટી ઉમરે હાડકાની તકલીફ ઓછી થશે.
તુલસીના બીજની સાથે ગોળ સરખી માત્રા માં મિશ્રણ કરી સવારે ભૂખ્યા પેટે સેવન કરી તેની ઉપર થોડું ગરમ દૂધ પીવું. આ કાર્ય સાંજે પણ આ જ રીતે કરવું આમ કરવાથી ગુપ્ત રોગો દુર થશે અને શરીર તંદુરસ્ત રહેશે. પુરુષો આ પ્રયોગનું પાલન ખાસ કરી શકે છે, જેથી તેના પુરુષત્વમાં ફાયદો જણાશે.
તુલસીના બીજમાં વિટામીન A ભરપુર માત્રામાં મળી આવે છે. માટે જે લોકોને આંખની સમસ્યા હોય જેમકે, આંખોમાં બળતરા, આંખો લાલ થવી, આંખોમાંથી પાણી નીકળવું તેવા દર્દીઓએ રોજે તુલસીના બીજનું સેવન કરવાથી આંખોની સમસ્યામાં રાહત મળે છે. તેમજ જો સાથે ગાજરનું જ્યુસ કે લીલા શાકભાજી પણ આંખોની સમસ્યામાં ખુબ લાભ આપશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.