🌰 આજના સમયમાં શરીરની અન્ય બીમારીઓ સાથે-સાથે વાળની સમસ્યાઓ પણ વધી રહી છે. જેથી લોકો વાળને લાંબા અને વધુ ગ્રોથ ધરાવતા કરવા માટે ખૂબ મહેનત અને ઉપાયો કરતાં હોય છે. પરંતુ કોઈ પણ સારું પરિણામ આવતું નથી. વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો એવા ઉપાયોની શોધમાં હોય છે કે, એક જ ઉપાયથી વાળની ટોટલ સમસ્યા દૂર થાય.
🌰 આપણા આયુર્વેદમાં પણ વાળ માટેના અનેક ઉપાયો આપ્યા છે. તેમાં પણ જો અવ્વલ નંબરે આવે તો એ દેશી ચણા છે. જેના એક ઉપાયથી વાળની અનેક સમસ્યા આસાનીથી દૂર થઈ જાય છે. તેથી આજે અમે તમારા માટે દેશી ચણાના એવા ઉપાયો લઈને આવ્યા છીએ. જેને અપનાવવાથી તમારા વાળની ટોટલ સમસ્યામાંથી છુટકારો મળી જશે.
👉 દેશી ચણામાં રહેલા અમૂલ્ય તત્વો :- દેશી ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. કારણ કે, તેમાં ઘણા અમૂલ્ય તત્વો અને સૌથી વધુ માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. ઉપરાંત દેશી ચણામાં 30 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 9.5 ગ્રામ ફાઈબર, 6 ગ્રામ શર્કરા, 210 ગ્રામ કેલેરી, 3.70 ગ્રામ ફેટ રહેલું હોય છે. આ માપ 1 કપ ચણામાંથી લેવામાં આવ્યું છે. તેના સિવાય અનેક ખનીજો પણ રહેલા હોય છે. જે આપણા શરીર અને વાળ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
👉 દેશી ચણાનો ઉપાય કરવાની રીત :- આ ઉપાય કરવો ખૂબ સરળ છે. સૌપ્રથમ એક કપ ચણાને પાત્રમાં નાખી તેમાં પાણી નાખી આખી રાત પલળવા મૂકી દેવા. સવારે ઉઠીને ભૂખ્યા પેટે આ ચણાનું સેવન કરવું. જેનાથી તમારા શરીરમાં અનેક ફાયદાઓ થશે અને તમારા વાળની કોઈ પણ સમસ્યાને પણ જડ-મૂળમાંથી દૂર કરી નાખશે. તદુપરાંત દેશી ચણાને બાફી અને તેમાં કાળા મરી, લીંબુ અને સિંધાલનું મીઠું નાખી સેવન કરી શકો છો. હવે આપણે જાણીશું દેશી ચણાથી થતા વાળ માટેના ફાયદાઓ વિશે.
👉 દેશી ચણાથી વાળને થતાં ફાયદાઓ અને ઉપાયો :-
🌰 આ ઉપાયથી તમે માથામાં થતી ખોડાની સમસ્યાને પણ દૂર કરી શકો છો. આ સમસ્યા તમને શિયાળાની ઋતુમાં વધારે થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમારે સૌપ્રથમ એક પાત્રમાં 5 ચમચી ચણાનો લોટ નાખવો અને તેમાં 1 કપ પાણી ઉમેરવું. હવે આ બધુ સરખી રીતે હલાવી લો જેથી તેનું પેસ્ટ બની જશે. હવે આ પેસ્ટને તમારે માથામાં નાખી અને સરખી રીતે મસાજ કરવી જેથી આખા માથામાં પેસ્ટ લાગી જાય. ત્યાર બાદ તમે હર્બલ શેમ્પૂ વડે માથું ધોઈ શકો છો. આ ઉપાય અઠવાડિયામાં 2 વાર કરવાથી ખોડાની સમસ્યાથી છુટકારો મળે છે.
🌰 વાળને સ્વસ્થ રાખવા અને તેને લાંબા કરવા માટે તમે ચણાનું સેવન કરી શકો છો જેમાં વિટામિન B6 રહેલું હોય છે. તેનાથી વાળને પોષણ મળે છે જેથી વાળ લાંબા અને કાળા થાય છે. આ ઉપાય કરવો તદન સહેલો છે. જેથી તમારે વધારે પરેશાનીનો સામનો કરવો નહીં પડે.
🌰 જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય તેમના માટે પણ દેશી ચણા ખૂબ ફાયદાકારક છે. કારણ કે, ચણાની અંદર વિટામીન્સ અને ઝીંક ભરપૂર માંત્રામાં હોવાથી વાળને ખૂબ ફાયદો કરે છે. તમારે નિયમિત ચણાનું સેવન કરવું જોઈએ. જેથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે.
🌰 આજના સમયમાં બધુ કેમિકલવાળું થઈ ગયું હોવાથી નાની ઉંમરે પણ સફેદ વાળની સમસ્યા થઈ જાય છે. જેથી અનેક હેર પ્રોડક્ટ્સના ઉપયોગ બાદ પણ આ સમસ્યાથી છુટકારો મળતો નથી. આ સમસ્યાને દૂર કરવા માટે દેશી ચણા રામબાણ ઈલાજ છે. વાળને સફેદ થતાં અટકાવવા માટે ઝીંક ખૂબ આવશ્યક તત્વ છે. જે દેશી ચણાની અંદર ભરપૂર માત્રામાં હોય છે. તેથી રોજ દેશી ચણાનું સેવન કરવું જોઈએ. જે તમારા વાળને સફેદ થતાં અટકાવશે.
🌰 આ રીતે દેશી ચણાના ઉપાય કરવાથી તમારા વાળની બધી સમસ્યામાંથી છુટકારો મળી જશે. ઉપરાંત દેશી ચણા તમારા શરીર માટે પણ ખૂબ ગુણકારી સાબિત થાય છે જે અનેક બીમારીઓને તમારા શરીરમાં આવતા રોકશે.
જો આ દેશી ચણા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.