બજારમાં ગોળના બે પ્રકાર મળી રહે છે. શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ. અને બીજો ઘેરા ચોકલેટી રંગનો. બંને દેખાવમાં તો અલગ હોય છે સાથે સ્વાદમાં પણ તફાવત જોવા મળે છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઓર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાય છે. તે મોળો અને ખારાશવાળો હોય છે.
જ્યારે પીળા રંગનો ગોળ. તેમાં ગળપણ વધારે હોય છે. તે નોન-ઓર્ગેનિક હોય છે. પરંતુ બંને ગોળ શરીર માટે ખૂબ લાભદાયી છે. તે હાડકાં મજબૂત બનાવે છે. ખાસ કરીને ડાયેટમાં પણ તમે ગોળને સામેલ કરી શકો છો. શેરડીના રસમાંથી બનતા ગોળની ન્યુટ્રિશનલ વેલ્યૂ સારી હોય છે. ગોળને અનરિફાઇન્ડ કરીને વેચવામાં આવતો હોવાથી તેમાંથી ભરપૂર માત્રામાં ખનીજ કણો મળી રહે છે.
તેથી તમે ખાંડની જગ્યા પર ગોળ ખાશો તો ઘણો ગુણકારી રહેશે. ગોળના બે પ્રકાર છે. તે સૌ જાણે છે પરંતુ તે સિવાય પણ ગોળના અલગ પ્રકારો છે. અને અલગ પ્રકારનો ગોળ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તો ચાલો ગોળના પ્રકાર અને તે ખવાય કે નહિ અને તે કેટલા ફાયદા કરે છે.
નાળિયેરમાંથી ગોળ બને- નાળિયેરની ચટણી આપણે સાઉથ ઇન્ડિયન આઇટમ વાનગી બનાવીએ ત્યારે ખાસ બનાવતા હોઈએ છીએ. નાળિયેરની ચીક્કી પણ ઘણા લોકો ઉતરાયણના તહેવાર પર બનાવતા હોય છે. પરંતુ તમને ખ્યાલ છે કે નાળિયેરમાંથી ગોળ પણ બને છે.
નાળિયેરમાંથી બનેલા ગોળમાં આર્યન, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે એનિમીયા જેવી બીમારીને દૂર કરે છે. આ ગોળને આથાના રસમાંથી બનાવવામાં આવે છે, તે થોડો કઠણ હોય છે. પરંતુ વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રા રહેલા હોય છે. તેથી હેલ્ધી બને છે.
તે સિવાય સોડિયમ, પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો મળે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. નાળિયેરમાંથી તૈયાર થતો ગોળ ઘણો ગુણકારી હોય છે. આપણે ત્યાં આ ગોળ દક્ષિણ ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. તેનો આકાર પિરામિડ જેવો હોય છે. ભૂરા રંગનો આ ગોળ બજારમાં મળી રહે છે.
ખજૂરમાંથી બનતો ગોળ- મોટાભાગના લોકો શિયાળામાં ખજૂરનું સેવન કરતા હોય છે. કેમ કે તે શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે. પરંતુ ભારતના ઘણા પૂર્વી રાજ્યો એવા છે જે ખજૂરમાંથી ગોળ બનાવે છે. જેવા કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ. આ બધા રાજ્યો ખજૂરમાંથી ગોળ બનાવે છે. આ ગોળ ખજૂરનો જે અર્ક હોય છે તેમાંથી બનાવવામાં આવે છે. તે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. શરીર માટે ઘણો લાભદાયી છે.
ખજૂરના અર્કમાંથી આપણને વિટામિન-બી, વિટામિન-સી, આર્યન, કેલ્શિયમ જેવા તત્વો મળી રહે છે. આ ગોળ આપણા શરીરમાં ન્યુટ્રિએન્ટસની ઉણપને દૂર કરે છે. આ ગોળને પાટલી ગોળ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિને આધાશીશીનો પ્રોબ્લેમ હોય ખજૂરના ગોળનું સેવન કરવાથી તે દુખાવો દૂર થાય છે. આ ગોળ એટલો નરમ હોય છે કે તે મોઢામાં મૂકીએ કે તરત ઓગળી જાય છે. બીજી ખાસ વાસ એ છે કે આ ગોળમાં સુગંધ રહેલી હોય છે. જેથી ખાવાની મજા આવે છે.
શેરડીમાંથી ગોળ બને- બજારમાં જે ગોળ મળે તે શેરડીમાંથી બનેલો ગોળ હોય છે. આ ગોળ શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે. આ ગોળનો રંગ પીળો અને ઘેરો ચોકલેટ જેવો હોય છે. આમાંથી જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ઉપરાંત કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક, આર્યન વગેરે મળી રહે છે. નાળિયેરના ગોળની જેમ એનિમિયાની બીમારી સામે પણ રક્ષણ આપે છે.
શેરડીનો ગોળ લિવરને ડિટોક્સિફાઈડ કરવાનું કામ કરે છે અને તેને ઇમ્યુનિટી બુસ્ટ પણ કહી શકાય છે. આ ગોળનો સ્વાદ અને બનાવટ એકદમ અલગ જ હોય છે. શેરડીનો ગોળ બજારમાં સરળતાથી મળી રહે છે. તેને હેલ્ધી માનવામાં આવે છે.
આ ઉપરાંત પામેલા અને તાડના રસમાંથી પણ ગોળ બનાવવામાં આવે છે. પરંતુ આ ગોળ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતો હોય છે. બધા ગોળ ગુણકારી છે પણ જે ગોલમાં કેમિકલની મિલાવત કરેલી હોય છે, તે ગોળ કયારેય ના ખાવો જોઈએ. તે શરીર માટે સૌથી વધુ નુકશાનકારક છે. એક વસ્તુ ખાસ યાદ રાખવી કે ગોળનું સેવન રોજ કરો, પરંતુ સમપ્રમાણમાં કરશો તો શરીરમાં ફાયદો આપશે, પરંતુ વધારે પડતું ગોળનું સેવન તમારા શરીર માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.