ટ્રાન્સમિશનના (ગિયર બોક્સ) અલગ અલગ ઘણા પ્રકાર આવે છે પણ મેઇન તો બે પ્રકાર આવે છે પેલું મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઓટોમેટીક ટ્રાન્સમિશન. ટ્રાન્સમિશન એટલે શું? ટ્રાન્સમિશન એટલે કે ટ્રાન્સમિટ કરનારું ડિવાઇસ એટલે એન્જિનની જે પાવર હોય છે તેને ટાયર સુધી લઈ જવા માટે જે ડિવાઇસ હોય છે તે ડિવાઇસને ટ્રાન્સમિશન કહેવાય છે અથવા તો આપણે બીજી ભાષામાં તેને ગિયરબોક્સ પણ કહીએ છીએ
સૌપ્રથમ વાત કરીએ મેન્યુઅલ ટ્રાન્સમિશનની મેન્યુઅલ ટ્રાન્સમિશન એ જ્યારથી ગાડીનું અસ્તિત્વ આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી મેન્યુઅલ ટ્રાન્સમિશન સૌથી ફેવરિટ ટ્રાન્સમિશન છે મેન્યુલ ટ્રાન્સમિશનમાં પહેલા ક્લચ દબાવવાનો હોય ત્યારબાદ ગિયર માં નાખવાની હોય છે ગાડી ફર્સ્ટ ગિયરમાં સેકન્ડ ગિયર માં એવી રીતે પુરી પ્રોસેસ હોય છે.
મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળી ગાડી કોને લેવી જોઈએ/ કોને ના લેવી જોઈએ.
(1) જો તમને મેન્યુઅલ ગાડી ચલાવવી ગમતી હોય, અથવા તમને એમ લાગતું હોય કે, ગાડીનો પૂરો કંટ્રોલ તમારા હાથમાં હોય. ક્યારે કયો ગિયર પાડવો તે તમારા કંટ્રોલમાં રાખવું હોય તો તમારે મેન્યુઅલ ગિયર વાળી ગાડી જરૂર ખરીદવી જોઈએ, કેમ કે, ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ગિયર કંટ્રોલ તમારા હાથમાં નથી હોતા, તે સ્પીડ પર ડીપેન્ડ કરે છે.
(2) ઘણીવાર ઓટોમેટિક વેરીએન્ટ કરતાં મેન્યુઅલ વેરિયન્ટમાં ગાડી સસ્તી આવતી હોય છે, જો તમને ગાડીની કિંમત થોડી સસ્તી રહે તેવું ઇચ્છતા હોય, અને ઓટોમેટિક વેરિયન્ટ લેવાનો કોઈ ખાસ શોખ ના હોય તો, તમે મેન્યુઅલ વેરિયન્ટ લઈ શકો છો.
મેન્યુઅલ ગાડી કોને ના લેવી – (1) અમુક લોકોને ગાડી સિટી એરિયામાં બહુ વધુ ચલાવવી પડતી હોય છે, તે પણ ટ્રાફિક વાળા એરિયામાં 2-3 કલાક ગાડી જો ચલાવવાની થાય તો ગિયર ચેન્જ કરી કરીને ડ્રાઈવર થાકી જાય છે, તો આવી પરિસ્થિતિ હોય તો તમે મેન્યુઅલ કરતાં ઓટોમેટિક ટ્રાન્સમિશન વાળી ગાડી લઈ શકો છો.
(2) ઘણી વખત ઘણા લોકોને ગિયર બદલવામાં બહુ સારું જજમેંટ નથી આવતું, ઘણી સ્ત્રીઓને પણ આવી તકલીફ જોવા મળે છે, તો તે લોકોએ ઓટોમેટિક ટ્રાન્સમિશન વાળી ગાડી જરૂર ટ્રાય કરવી જોઈએ- તેનાથી તમે આરામથી સારા જજમેંટ સાથે ગાડી ચલાવી શકશો.
(સેમી) ઓટોમેટિક ટ્રાન્સમિશન – IMT અને AMT
ઓટોમેટિક ગિયર સિસ્ટમમાં સમયના પ્રમાણે ઘણા બધા અલગ અલગ પ્રકાર આવી ગયા છે. તેમાં અમુક ઓટોમેટિક ગિયર સિસ્ટમ તો, મેન્યુઅલ ગિયરમાં નાનકડા ફેરફાર કરીને બનાવેલ છે, જેને પરફેક્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશન ના કહી શકાય. પણ આપણે સમજવા ખાતર સેમી-ઓટોમેટિક ટ્રાન્સમિશન કહીશું.
IMT (ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન) – હમણાં આ સિસ્ટમ નવી નવી જ લોન્ચ થયેલ છે, આ IMT નામ પ્રમાણે ફૂલી ઓટોમેટિક તો ના કહી શકાય પણ, સેમી-ઓટોમેટિક કહી શકાય. કેમ કે, તેમા પગમાં ક્લચ નથી આવતો. પણ ગિયર જરૂર આવે છે, મતલબ, તમારે ક્લચ વગર ગિયર બદલવાના રહે છે. એટલે સમજો કે, આને ફૂલી ઓટોમેટિક ના કહી શકાય. કિયા સોનેટ, હ્યુન્ડાઇ વેન્યુ, ન્યુ જનરેશન હ્યુન્ડાઇ i-20 – આ બધી કાર એ IMT (ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન) ના ઉદાહરણ છે
AMT (ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન) – આ સિસ્ટમમાં તમને ઓટોમેટિક જેવી મજા આવશે, આમાં ગિયર કે ક્લચ કશું આપવામાં નથી આવતું. ફક્ત તમને ડ્રાઈવ મોડમાં ગાડી નાખવાની અને એકસીલેટર દબાવો એટલે કાર ચાલે. પણ આમાં અમુક પ્રોબ્લેમ છે ચાલો તેની વાત કરીએ..
એક પ્રૉબ્લેમ એ છે કે, આ AMT માં સ્પીડ પ્રમાણે ગિયર બદલાય છે એટલે કે, તેમાં સ્પીડ પ્રમાણે ગિયર સેટ કરેલ હોય છે. ફર્સ્ટ ગિયર આટલી સ્પીડ પર, સેકન્ડ ગિયર આટલી સ્પીડ પર વગેરે વગરે.. તેમાં જય સુધી પ્લેન રોડ હોય ત્યાં સુધી વાંધો નથી.. પણ ઘણી વાર ઢાળ ચડવામાં અને ઢાળ ઉતરવામાં ગાડી બરોબર જજમેંટ નથી લઈ શકતી.
પણ એક વાત છે કે, બીજી રીતે જુઓ તો જે ગાડીઑ રિયલ/ફૂલી ઓટોમેટિક આવે છે, તેના કરતાં આ ગાડી સસ્તી આવે છે. એટલે તમે ઓછા પૈસામાં ઓટોમેટિક ગિયરની મજા જરૂર લઈ શકશો. અને તે પણ ઓછા પૈસામાં.. તો, આવો હવે જાણીએ ફુલ્લી ઓટોમેટિક ગાડીઓ વિશે.
(ફૂલી) ઓટોમેટિક ટ્રાન્સમિશન – CVT – DVT
CVT – કન્ટીનયુસ વેરિયેબલ ટ્રાન્સમિશન – આ વેરિયન્ટમઆ ગિયર બોક્સ આવતું જ નથી, આમાં બે ચક્ર આવે છે- એક ચક્ર એન્જિન સાથે કનેકટેડ હોય છે અને બીજું ચક્ર ટાયર સાથે કનેક્ટેડ હોય છે. અને અઅ બંને ચક્રોને જોડતો એક બેલ્ટ હોય છે, જેના આધારે આ ગિયર બોક્સ કામ કરે છે. હાઇ ગિયર અને લો ગિયર બદલવા આ જે ચક્રો હોય છે તે સાંકડા અને પહોળા થાય છે. જેના આધારે ગિયર બદલાય છે. (નીચેનો ફોટો જુઓ)
આ CVT પ્રકાર એ વધુ માઇલેજ આપવા માટે જાણીતો છે, કેમ કે, તેની ગોઠવણએ રીતે જ કરી છે કે, તે પાવર અને પિકઅપ ભલે ઓછું જનરેટ કરે પણ માઇલેજ વધુ આપે છે. તેથી વધુ લોકોની પસંદગી આ CVT પર રહેતી હોય છે. રેનોલ્ટ કીગર, MG અસ્ટોર, હ્યુન્ડાઇ વર્ના, હોન્ડા જાસ.. વગેરે મોડલ તમને CVT માં મળી શકશે.
DVT (ડ્યુલ ક્લચ ટ્રાન્સમિશન) – DCT જનરલી મોટી અને મોંઘી કારો કે, જેને હાઇ પરફોર્મન્સ આપવાનું હોય છે તેમાં ઉપયોગમાં લેવાય છે, DCT ગાડીઓ પિકઅપ આપવામાં ખૂબ પાવર ફૂલ હોય છે, અને DCT ચલાવવામાં તમને ખૂબ પાવરફૂલ ફિલ થશે. આ ગાડીનું મિકેનિજમ ખૂબ સરસ છે તે ધ્યાનથી સમજો કે, કેવી રીતે કામ કરે છે..
આ સિસ્ટમમાં બે ક્લચ આપ્યા હોય છે, તેમાં એક ક્લચમાં એકી સંખ્યા વાળા ગિયર હોય છે, અને બીજા ક્લચમાં બેકી સંખ્યા વાળા ગિયર હોય છે. અને આ બંને ગિયર એક બીજાથી કામ કરવા માટે સ્વતંત્ર હોય છે. પણ આ બંને એક રીતે જોડાયેલા હોય છે. હવે ગિયર કેમ ચેન્જ થાય તે સમજો.. માનો, કે ગાડી ત્રીજા ગિયરમાં ચાલે છે, એટલે એકી સંખ્યા વાળા ક્લચ પર ત્રીજા ગિયરના ચક્ર પર ચાલતી હોય છે, તેથી ગાડીમાં લગાવેલ સેન્સર સિસ્ટમ એંજિનની સ્પીડ પરથી આગાહી કરે કે, હવે ગાડી ચોથા ગિયર તરફ જશે. એટલે…
જેથી બેકી સંખ્યા વાળો ક્લચ કે, જે ક્લચ અત્યાર સુધી ફ્રી હતો તે સમજી જશે કે, ગાડી ચોથા ગિયર તરફ આવતી દેખાય છે. તેથી તે પહેલેથી જ પોતાના ચક્રો બીજા, ચોથા કે છઠ્ઠા ગિયરમાંથી ફક્ત ચોથા ગિયરના ચક્રને સક્રિય કરે છે. એક એકી સંખ્યાના ગિયર વાળો ક્લચ ઓટોમેટિક બંધ થઈ જશે. તેથી એક ક્લચ પર બધો લોડ પણ નહીં આવે એટલે ગાડીને પિકઅપ પણ વધુ મળશે અને ગાડી તાકાત વધુ કરી શકશે. અને ગિયર પણ પલક જબકતા જ ચેન્જ થઈ જશે. એટલે આ ગિયર સિસ્ટમ પાવરફૂલ મોટી ગાડીઓમાં વધુ જોવા મળશે.
જો આ ગિયરની તમામ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.