🧠ઘણા લોકોને માથાનો દુખાવો વારંવાર થતો હોય છે. તે મટાડવા માટે પેન કિલર અથવા સૂઈ જાય તો મટી જતો હોય છે. કેટલીક મહિલાઓ જ્યારે પણ તડકામાં બહાર નીકળે ત્યારે સામાન્ય માથાનો દુખાવો થવા લાગે છે.
🧠આ કારણે તે બપોરના સમયે તડકામાં ફરવાનું ટાળતી હોય છે. પરંતુ કેટલીક વખત ઘરમાં રહેવા છતાં પર વારંવાર માથાનો દુખાવો થાય થોડા દિવસ પછી મટી જાય તો તેને અવગણશો નહીં.
🧠કેટલીક વખત સામાન્ય લાગતો માથાનો દુખાવાની બહુ મોટી કિમત ચૂકવવી પડતી હોય છે. દરેક વ્યક્તિ જે ભૂલ કરતો હતો તેવી જ ભૂલ ટેક્સસની મહિલાએ કરી અને આખરે તેનો જીવ જોખમમાં મૂકાય ગયો. જાણીએ શું છે તે સત્ય ઘટના.
🧠આ વાત કંઈ ફિલ્મી નથી સત્ય ઘટના છે. ટેક્સસમાં રહેનારી યેડીરા રોસ્ટ્રો છે. તે એક બાળકની માતા છે. તે ઘણી પરિશ્રમી વ્યક્તિ છે. તેને હંમેશાં પ્રવૃત્તિમય રહેવું વધારે પસંદ આવતું હતું. 2015ની વાત છે.
🧠પહેલા સામાન્ય થતો માથાનો દુખાવો ધીમેધીમે 1 વર્ષમાં વધવા લાગ્યો હતો. તો તેને માઈગ્રેન કે માથાના દુખાવાની તકલીફ લાગી, પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. તેનો સામાન્ય લાગતો માથાનો દુખાવો એટલો વધી ગયો કે દેખાતું બંધ થઈ ગયું. એટલે કે ધૂંધળું દેખાવા લાગ્યું.
🧠-તેને વધારે તકલીફ થવાના કારણે ડૉક્ટરની સલાહ લેવાનું વિચાર્યું. ડૉક્ટરે તેને સીટી સ્કેન કરવાની સલાહ આપી હતી. તેમાં ખ્યાલ આવ્યો કે મગજમાં કોઈ વસ્તુ એવી છે જે સ્પાઈનલ ફ્યુલને આગળ જતાં અટકાવી રહ્યું છે.
🧠-તે વસ્તુ શું છે તેની ખબર ડૉક્ટરને પડતી નહોતી, કદાચ ટ્યુમર હોવાનું જણાવ્યું. જે પણ હોય તેની ચોક્કસ ખબર પડે તેના માટે ડૉક્ટરે MIR સ્કેન કરાવ્યો. તેમનો રિપોર્ટ આવ્યો તો ડૉક્ટર પોતે ચોંકી ગયા હતા. મગજમાં કંઈક ગોળ ગોળ વસ્તુ જે ફસાયેલી હતી. તે હતી ટેપવોર્મના ઇંડા.
🧠-એક વર્ષથી માથાનો દુખાવો જે મહિલાને થતો હતો તેની પાછળ કારણ હતું ટેપવોર્મના ઇંડા. હવે આ ઇંડા કાઢવા માટે સર્જરી કરવી પડે તેમ હતું. તો ડૉક્ટરે મગજના સ્પેશ્યાલિસ્ટને બોલાવ્યા અને સર્જરી કરવાનું નક્કી કર્યું.
🧠-આધુનિક ટેક્નોલોજીની મદદથી ડૉક્ટરે તે મહિલાના મગજમાંથી 8 ટેપવોર્મના ઇંડા કાઢ્યા. તે મહિલા આખરે બચી ગઈ, પરંતુ બીજી વાત એ છે કે આ ઇંડા થોડા સમયમાં જો બહાર કાઢ્યા ન હોત તો તે ટેપવોર્મને થોડા સમયમાં જન્મ આપવાના હતા. તો મહિલાને જીવનું જોખમ હોત. પણ સદનસીબે મહિલા બચી ગઈ.
🧠-હવે વિચાર આવે કે આ ટેપવોર્મના ઇંડા કેવી રીતે પહોંચ્યા. તો બે વર્ષ પહેલાની વાત છે. આ મહિલા ફેમિલી સાથે મેક્સિકો ગઈ હતી. તે સમયે ખાવા-પીવામાં ધ્યાન રાખ્યું નહોતું. જેના કારણે આ પરોપજીવી તેના શરીરના અંદર ગયું અને છેક મગજ સુધી પહોંચી ગયા.
🧠-જે લોકો કાચું માંસ કે અડધું કાચું માંસ ખાય ત્યારે શરીરમાં તેનો લારવા કે કોઈ પરોપજીવી અંદર જાય છે. તે સિવાય શાકભાજી કે ફ્રૂટ્સ બરાબર ધોયા વગર ખાવ ત્યારે પણ આ પ્રોબ્લેમ થતો હોય છે. ઘણી વખત બરાબર ફળો ન પાકવાના કારણે પણ આ સમસ્યા સર્જાતી હોય છે.
🧠-WHO જણાવે છે કે આ તકલીફ ગામડામાં વધારે જોવા મળે છે. કેટલાક લોકોને આ વાત હકીકત નથી લાગતી પણ અમેરિકા જેવા દેશોમાં વર્ષમાં 1000થી વધુ લોકો પરોપજીવીના કારણે મૃત્યુ પામતા હોય છે. તેમાં કેટલાકના મગજ સુધી પહોંચે તો તકલીફ થતી હોય છે. ઘણી વખત તે ઇંડા જન્મે ત્યારે જીવ જોખમમાં આવી જાય છે.
🧠-તેનો અંતે ઈલાજ મોંઘો પડતો હોય છે. એક પરોપજીવીને બહાર કાઢવાનો ખર્ચ 26 લાખની આસપાસ થાય છે. જે મધ્યમ કે સામાન્ય વ્યક્તિને પરવડે તેમ નથી હોતો. માટે ખાસ કરીને માંસ ન ખાવું જોઈએ. શાકભાજી અને ફળો બરાબર પકવેલા-સાફ કરીને ખાવા જોઈએ.
🧠-નોનવેજ ખાતા લોકો બહાર જાવ ત્યારે ખાસ સાવચેતી રાખવી જોઈએ. તેમાં કાચું માંસ તો ક્યારેય ન ખાવું જોઈએ. જેથી શરીરને નુકસાન પહોંચી શકે છે.
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.