👰દોસ્તો આપણે જ્યારે સુંદરતાની વાત કરીએ તો એ આપણને ઈશ્વર તરફથી મળતી એક બક્ષિશ છે. પરંતુ આ સુંદરતા ભગવાન સ્ત્રી વર્ગને વધારે આપે છે. અને દરેક યુવાનની એવી જ ઈચ્છા હોય કે તેની થનારી પત્ની ખૂબ જ સુંદર હોય. અને લગ્ન બાદ પણ તેની સુંદરતા હંમેશા રહે. પરંતુ દોસ્તો એવું બનતું નથી અને થોડા જ સમયમાં તેના ચહેરા પર તેની ઉંમર જણાય આવે છે. પરંતુ આજે આપણે એક એવા પ્રદેશની વાત કરવાના છીએ જ્યાંની સ્ત્રીઓની સુંદરતા ઘણા લાંબા સમય સુધી ટકી રહે છે.
👰હા આ વાત કોઈ ફેક નથી પરંતુ હકીકત છે. આ પ્રદેશની સ્ત્રીઓ પર જાણે ઈશ્વર મહેરબાન છે. આ પ્રાંતની એક બીજી પણ વિશેષતા એ છે કે અહીંના લોકોનું આયુષ્ય પણ ઘણું જ લાંબુ હોય છે. તેઓ સામાન્ય વાત કરીએ તો 110 વર્ષ તો જીવે જ છે પરંતુ ઘણા લોકોનું 150 કે 160 વર્ષનું પણ આયુ જોઈ શકાય છે. અને તે પણ એકદમ તંદુરસ્ત. તમને જાણીને કદાચ નવાય લાગશે કે આ વિશિષ્ટ એવી જગ્યા આપણા ભારત દેશની સાથે જ જોડાયેલી છે. તો ચાલો આજે આપણે એના વિશે જાણીએ.
👰પૂરી દુનિયાની વાત કરીએ તો અસંખ્ય પ્રજાતિઓ આપણી આ ધરતી પર જોવા મળે છે. પરંતુ આ એક ખાસ અને વિશિષ્ટ એવી જાતી છે. જે આપણને ભારત અને પાકિસ્તાનની સીમાએ આવેલ કશમીરના ઊંઝામાં જોવા મળે છે. આ ગામને લોકો નકલિસ્તાનના નામથી પણ ઓળખે છે.
👰આ પ્રદેશની ખાસ વાત એ છે કે અહીંયા લોકો જલ્દીથી વૃદ્ધ થતાં નથી. સામાન્ય રીતે લોકો એ પછી સ્ત્રી હોય કે પુરુષ 65 થી 70 વર્ષની વયે તો વૃદ્ધ બની જતાં હોય છે. પરંતુ આ પ્રાંતની મહિલાઓ 65 વર્ષે પણ યુવાન હોય છે અને એટલું જ નહીં પણ તે 70 વર્ષે પણ સંતાનને જન્મ આપી શકે છે.
👰આ ઊંઝા ગામ હિમાલયની ગિરિમાળામાં આવેલું છે. આ ગામને દુનિયાનું છત તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીથી ભારત, પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાનની સીમાઓ મળે છે. આ ગામની અંદાજિત જનજાતિ સંખ્યા 87000 ની આસપાસ છે. અહીના લોકોની જીવન શૈલીને જોતાં લાગે છે કે તે હજારો વર્ષ જૂની છે. આ લોકોનું જીવન એકદમ સરળ છે તેઓ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ વગર જ જીવન જીવી રહ્યા છે. અહીના લોકોની એ ખાસિયત છે કે તેઓ બીમાર ભાગ્યે જ પડે છે.
👰દોસ્તો આતો આપણે વાત કરી ઊંઝાના વિસ્તાર, ત્યાંની વસ્તી વગેરે પણ મુખ્ય વાત તો એ છે કે ત્યાંની સ્ત્રીઓની સુંદરતાનું રહસ્ય શું છે. તેઓ એટલી ઉમરે પણ એકદમ સુંદર, સ્વસ્થ અને યુવાન કેવી રીતે રહી શકે છે. તો તેનું મુખ્ય કારણ છે તેઓની જીવનશૈલી અને મુખ્ય તો તેઓનો ખોરાક. તો ચાલો તેની જાણકારી મેળવીએ.
👰આ લોકો પોતાના ખોરાકમાં એજ ચીજોનો સમાવેશ કરે છે જે ચીજો તેઓએ પોતે જ પકવી હોય. તેઓ ખૂબ જ ગોરા, હસમુખા અને મળતાવડા એવા સ્વભાવના હોય છે. આ લોકો પોતાના પ્રાંત સિવાયના લોકોથી એકદમ અલગ જ તરી આવે છે. એક બીજી વાત એ છે જે જાણીને તમને નવાય લાગશે કે તે લોકો શૂન્યથી પણ નીચા તાપમાનની વચ્ચે બરફના ઠંડા પાણીથી જ સ્નાન કરે છે.
👰આ લોકો ભોજન ખૂબ જ ઓછું લે છે અને ચાલવાનું તેઓને વિશેષ રહે છે. આ ઊંઝાના લોકોની વિશેષતા છે. જ્યારે આપણી વાત કરીએ તો આપણે બહારનું મળે ત્યાં શુધ્ધિ ઘરનું તો ખાવાનું જ નહીં અને તે પણ પેટ ભરીને. ચાલવાનું તો બિલકુલ નહીં.
👰 દોસ્તો એ વાત તો સાવ સાચી જ છે કે આપણા પૂરા જીવન પર, આપણા સ્વાસ્થ પર, આપણી સુંદરતા પર પણ આપણી આસપાસના વાતાવરણની ખૂબ જ મોટી અસર પડે છે. જો આપણને શ્રેષ્ઠ વાતાવરણ મળે તો આપણે પણ ઘણું જ લાંબુ જીવન નીરોગી રીતે વિતાવી શકીએ છીએ.
જો આ સુંદર સ્ત્રીઓ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.