👉 દોસ્તો, બેકિંગ સોડાનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. લોકો આ બેકિંગ સોડાને અલગ-અલગ રીતે ઉપયોગમાં લેતા હોય છે. બેકિંગ સોડા આપણા હોમ ગાર્ડનના ફૂલ-છોડ ને જીવાતથી બચાવી શકે છે તે એક હોમ ફંગીસાઇડનું કામ કરે છે. સોડિયમ બાય કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા. આ બેકિંગ સોડા ફંગીસાઇડ બની શકે છે. તે આંગણના ફૂલ-છોડને ફંગસ અને જીવાંતથી બચાવે છે.
👉 બેકિંગ સોડા ઘણા ફળ, ફૂલ કે કેટલાક છોડને માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે. આ બેકિંગ સોડાને આપણે ઉપયોગ કરીને ફૂલ-છોડને માટે સ્પ્રે તૈયાર કરી શકીએ. બેકિંગ સોડાનો ઉપયોગ ફંગસ ગ્રોથને રોકવા માટે વધારે કરવામાં આવે છે. તો દોસ્તો, ચાલો આજે અમે તમને બેકિંગ સોડા અને ફંગીસાઇડની થોડી વધારે માહિતી આપીએ.
👉 એક ફૂગનાશકના રૂપમાં આપણે બેકિંગ સોડાને જોઈએ જ છીએ પણ તેના થી વિશેષ આ બેકિંગ સોડા ગાર્ડનિંગ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે છોડના પાન અને ફૂલને જંતુ મુક્ત બનાવે છે બરાબર સાફ કરે છે. તે માટીના પીએચ લેવલને પણ બેલેન્સ બનાવે છે. બેકિંગ સોડા છોડને કીડી તેમજ અન્ય એવી જીવાતથી રક્ષે છે. ટામેટાં જેવા છોડ પર પ્રયોગ કરતાં તેના સ્વાદમાં પણ ફેર પડે છે. તો દોસ્તો, ચાલો આજે અમે તમને બેકિંગ સોડાના ફાયદા અને તેના નુકશાનથી માહિતગાર કરીએ.
👉 બેકિંગ સોડાના ફાયદા : આ પ્રયોગ નેચરલ છે તે બીજા અન્ય પ્રયોગોની સરખામણીમાં ઘણો જ સસ્તો પણ છે આમ છતાં તેનું રિઝલ્ટ સારું છે. છોડમા આવતા અને તેને નુકશાન પહોંચાડતા એવા કિટકોથી છોડને બચાવે છે.
👉 બેકિંગ સોડાનું નુકશાન : કોઈ પણ ચીજ હોય તેનો ફાયદો હોય તો તેની સાથે તેનું નુકશાન પણ હોય જ છે તેમ જ અહી પણ બેકિંગ સોડા જો છોડને વધારે આપવામાં આવે તો તેના કારણે છોડ પર વિપરીત એવી અસર જોવા મળે છે. છોડના મૂળને તે નબળા બનાવે છે. તેની શાખાઓ અને પાન પર પણ અસર જોવા મળે છે. બીજી અસર તે એ કરે છે કે સોડિયમ બાય કાર્બોનેટ માટીને સખત બનાવે છે. આમ છોડના ન્યુટ્રીએટ્સ ઘટવા લાગે છે અને છોડની આવરદા પણ ઘટે છે.
👉 બેકિંગ સોડાથી કેમ બને ફંગીસાઈડ : (1) ગાર્ડનિંગનો શોખ છે તો આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે છોડની માવજત કરવા માટે ફંગીસાઈડ કેવી રીતે બનાવવું.
👉 તેના માટે તમારે 4 લિટર પાણીમાં 3 ચમચી બેકિંગ સોડાને બરાબર મિક્સ કરો. તે મિક્સને સ્પ્રે બોટલમાં ભરીને છોડના તમામ ભાગ પર બરાબર સ્પ્રે કરો.(2) આ એક બીજી રીત છે તેમાં તમારે 4 લિટર પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા નાખવાના છે. તેમાં 1 ચમચી તેલ અને 2 ટીપા ડિસવોશ લિક્વિડના ઉમેરો. આ રીત પહેલી રીત કરતાં વધારે અસર કરતાં છે. આ જ છે તમારું ઓરીજનલ ફંગીસાઈડ.
👉 બેકિંગ સોડાની મદદથી બનાવો પેસ્ટીસાઈડ : આગળ આપણે ફંગીસાઈડ બનાવવા માટેની રીત જોઈ પણ આ રીત અનુસાર એ માત્ર જીવજંતુને જ અસર કરે છે પરંતુ આ પેસ્ટીસાઈડ જે જિદ્દી એવા જીવજંતુ છે તેને પણ દૂર કરી શકે છે.
👉 સામગ્રી : પેસ્ટીસાઈડ બનાવવા માટે તમારે જોશે 4 લિટર પાણી, 2 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી સાબુ, અને 2 ચમચી લીમડાનું તેલ.
👉 આ તમામ ચીજને બરાબર મિક્સ કરો અને સ્પ્રે ભરીને ઉપયોગમાં લો. અહી આપણે આ પેસ્ટીસાઈડમાં લીમડાનું તેલ વાપરેલું છે તો તમે એ વાત જાણો જ છો કે લીમડામાં અઢળક ગુણ સમાયેલ છે તે છોડને જીવાંતથી બચાવે છે. તે બજારમાં મળતા મોંઘા એવા પેસ્ટીસાઈડ કરતાં પણ વધારે સારું પરિણામ આપે છે.
👉 કેટલીક ધ્યાનમાં રાખવા જેવી વાત : જો તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરો જ છો તો ખાસ યાદ રાખો કે તેનો ક્યારેય સીધો પ્રયોગ ના કરતાં તેને હંમેશા સ્પ્રેમાં ભરીને જ ઉપયોગમાં લો. બીજું કે હંમેશા સાંજના સમયે જ આ પ્રયોગ કરો નહિ તો સૂર્યના તાપમાં બેકિંગ સોડાની ગરમી મળતા છોડ બળી પણ શકે છે.
👉 ક્યારેય પૂરા છોડ પર આ બેકિંગ સોડાનો ઉપયોગ ના કરો કોઈ એક બે પાન પર છાંટો એ 24 કલાક તેની રાહ જુઓ. જો તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરો છો તો અન્ય કોઈ કેમિકલયુક્ત દવાનો છાંટકાવ કરવાની જરૂર નથી. બેકિંગ સોડાનો આ પ્રયોગ તમે દર 8 દિવસે કરી શકો. જ્યારે તમારે આ બેકિંગ સોડાનો ફરી ઉપયોગ કરવો જ છે તો તે પહેલા તમારે તે છોડને સાદા પાણી વડે સાફ કરી લેવાનો છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.