🍊દોસ્તો, આજના આપણા આર્ટિકલમાં આપણે વાત કરવાના છીએ એક એવી ચીજની કે જેનું મૂલ્ય સોનાથી પણ વધારે કહીએ તો તે પણ કંઈ ખોટું નથી એમ કહી શકાય. આપણે વાત કરી રહ્યા છીએ સંતરાની છાલની, આ છાલને આપણે સૌ સામાન્ય રીતે કચરાના ડબ્બામાં જ ફેકીએ છીએ.
🍊આપણે નથી જાણતા કે આ છાલમાં કેટલા ગુણો સમાયેલા છે જે આપણને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. તો આપણે આ મૂલ્યવાન છાલનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈએ.
🍊સંતરાની છાલમાં રહેલા પોષક તત્વો :સંતરા જેટલા પૌષ્ટિક ફળ છે એટલી જ ઉપયોગી તેની છાલ પણ છે. તેની છાલમાં વિટામીન-સી ભરપૂર માત્રામાં સમાયેલ છે. તે સ્કીન, આંખ અને વાળને માટે ખૂબ જ ફાયદા કારક છે. આ છાલમાં કેલ્શ્યમ પ્રચુર માત્રામાં છે જે આપણા હાડકાઓ માટે ફાયદા કારક છે. સાથે તેમા ફાયબરનું પ્રમાણ પણ રહેલું છે જે પાંચનક્રિયાની સાથે સાથે વજન ઘટાડવા માટે પણ ઘણું ઉપયોગી છે.સંતરાની છાલમાં એન્ટિ ડિપ્રેસન એજન્ટ હોવાના કારણે તે આપણી નરવસ્તાને દૂર કરે છે.
🍊એમ્યુનિટીમાં વધારો કરે છે :સંતરામાં સૌથી વધારે વિટામિન-સી રહેલું હોય છે, તેમ જ તેની છાલમાં પણ વિટામિન-સી હોય છે. અને આ છાલ આપણી ઇમ્યુનિટીમાં ઘણો વધારો કરે છે. આનો પૂરો ફાયદો ઉઠાવવા માટે આપણે રેગ્યુલર તેની છાલની ચા બનાવીને પિય શકીએ, કે પછી વિવિધ શાકભાજીમાં પણ ઉમેરીને એક ઉનીક ટેસ્ટ તો મેળવી જ શકીએ છીએ સાથે છાલમાં રહેલા વિતમીનને પણ મેળવી શકીએ છીએ.
🍊પાચન શક્તિ સુધારે છે :સંતરાની છાલમાં સમાયેલ ફાયબર આપણી પાચન શક્તિને સુધારે છે, અને તેનાથી પેટને લગતી ઘણી તકલીફો આપમેળે જ સુધારવા લાગે છે, જેમ કે પેટ સાફ રહે છે, કબજિયાત જેવી તકલીફ માંથી હંમેશ માટે છુટકારો મળે છે, આંતરની મજબૂતીમાં વધારો થાય છે, પેટને લગતી બીજી નાની નીની તકલીફો માંથી પણ છૂટકારો મળે જેવી કે ગેસ, અપચો જેવી તકલીફો દૂર થાય છે.
🍊ફેફસાને તંદુરસ્ત બનાવે છે :જો તમારે લાંબી ઉંમર સુધી તમારા ફેફસને હેલ્ધી રાખવા છે તો નિત્ય સંતરાની છાલનું સેવન કરવાનું રાખો. તમારી રુચિ અનુસાર તમે લઈ શકો તેનો પાઉડર બનાવીને ચૂરણની જેમ પણ લઈ શકાય. જેનાથી ફેફસાઓ સાફ થાય છે, કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી તે બચી શકે છે, છાતીએ ચોંટેલા કફને બહાર ધકેલે છે.
🍊વજન ઓછો કરવામાં ઉપયોગી :આજના સમયનો ખૂબ જ મોટો પ્રશ્ન મેદસ્વિતા પણું, લોકોને આ જટિલ પ્રશ્ન ખૂબ પજવે છે અને સ્થૂળતાના કારણે ઘણા રોગ આપણી નજીક પહોંચે છે, તો સંતરાની છાલ એક બેસ્ટ ઉપાય છે. સંતરાની છાલની ચા બનાવીને તમે પિય શકો છો.
🍊ત્વચા માટે ફાયદાકારક : સ્કિનને લાંબો સમય સુધી યુવાન બનાવી રાખવા માટે સંતરાની છાલ ઘણી ઉપયોગી બને છે, સંતરાની છાલના ઉપયોગથી ત્વચા પરના બ્લેક હેડ્સ દૂર થાય છે, સ્કીન પરના દાગ, ધબ્બા કે ખીલના દાગ પણ દૂર થાય છે. આનાથી સ્કીન પર જે અકાળે કરચલી પડે છે તે પણ દૂર થાય છે અને ત્વચા એકદમ નીખરી ઉઠે છે.
🍊દાંતને રાખે છે ચમકતા સુંદર : કદાચ તમને કોઈ ઓરલ પ્રોબ્લેમ હોય તો તેનાથી પણ આ સંતરાની છાલ મુક્તિ આપવે છે, દાંતના દર્દને દૂર કરે છે, મોંમાં આવતી દુર્ગંધને પણ દૂર કરે છે, અને તમને મળે છે ચમકતા સુંદર દાંત. તેના માટે તમારે સંતરાની છાલનો પાઉડર બનાવીને રાખી દેવાનો છે, અને તેને દાંત મંજનની જેમ ઉપયોગમાં લેવાનો છે.
જો સંતરાની છાલના ઉપયોગ વિષેની જાણવા જેવી માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.