💁 મહિલા વર્ગની સુંદરતાનું એક ખૂબ જ જરૂરી એવો ભાગ એટલે તે છે તેના સુંદર લાંબા અને કાળા વાળ. પરંતુ આજના સમયની જીવન શૈલી એવી બની ગઈ છે કે મહિલાઓને પોતાના વાળ સાચવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવી પડતી હોય છે. આજનો આહાર એવો હોય છે કે તેમાં શરીરને જોઈતા પોષક તત્વો મળતા હોતા નથી સાથે પોતાના કામને લઈને સ્ટ્રેસ હોય છે અને બીજી પણ એવી ઘણી સમસ્યા હોય છે કે તેની સિધ્ધી જ અસર તેના વાળ પર થતી હોય છે.
💁 તો હવે તમારે વાળની જાળવણીનું ટેન્શન લેવાની જરા પણ જરૂર નથી કેમ કે આજે અમે તમાને એક એવા તેલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે તે તેલ તમારા વાળને એકદમ સુંદર જાડા, કાળા, અને લાંબા બનાવવામાં મદદ કરે કરે છે. આ તેલ તમારે કરી પત્તા એટલે કે મીઠા લીમડાના પાનમાંથી બનાવવાનું છે.
💁 મીઠ્ઠા લીમડાંના પાનમાં અનેક એવા તત્વો સમાયેલ છે જે આપણા વાળ માટે ખૂબ જ જરૂરી છે. લીમડામાં રહેલ ઝીંક અને સેલેનિયમ વાળને તો પોષણ આપે જ છે સાથે તે માથાના તાળવાની સ્કિનને ઠંડક આપે છે. આ તેલના ઉપયોગથી તમે ડેન્ડ્રફ જેવી સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો.
💁 મીઠ્ઠા લીમડાના તેલના ફાયદા : મીઠ્ઠા લીમડાના તેલથી અનેક ફાયદા થાય છે તે વાળને જોઈતા તમામ પોષકતત્વો આપે છે અને તે વાળની દરેક સમસ્યાને જડમૂળથી જ દૂર કરે છે. તો ચાલો જોઈએ તે કયા કયા ફાયદા છે.
💁 ડેન્ડ્રફ માટે : ઘણી લેડિસને ડેન્ડ્રફની તકલીફ હંમેશા રહે છે. અને તેના કારણે તેના વાળ પણ ખૂબ જ જડતા હોય છે. તો આ મહિલાઓ લીમડાના તેલનો ઉપયોગ કરીને પોતાના જડતા વાળને બચાવી શકે છે. આ તેલમાં એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિ માઇક્રોબાયલ, એન્ટિ વાયરલ જેવા ગુણ વાળ માટે ખૂબ જ જરૂર છે જે આ તેલ માંથી મળે છે.
💁 ગ્રોથ : મીઠા લીમડાના પાનમાં વાળના ગ્રોથમાં વધારો કરે તેવા એન્ટિસેપ્ટીક,એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ, મીર લેકસેટ આવા તો આ પાનમાં ઘણા જ ગુણ સમાયેલ છે. આ તેલનો બીજી પણ એક રીતે ઉપયોગ કરી શકાય છે. તે સ્કિનને કોઈ પણ પ્રકારના ઇન્ફેકશનથી બચાવી શકે છે. આ તેલથી માલીશ કરવામાં આવે તો બોડીમાં બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારી રીતે થાય છે. આ તેલના ઉપયોગથી વાળની જડો મજબૂત થાય છે અને ગ્રોથમાં ઘણો જ વધારો થાય છે.
💁 માથાની ખંજવાળ માટે : મહિલાઓ પોતાના લાંબા વાળને રોજ ધોતી નથી અને તેથી ઘણીવાર એવું બને કે માથામાં ખંજવાળ આવવા લાગે છે. તો આ ખંજવાળ માટે મીઠા લીમડાનું તેલ ખૂબ જ ફાયદે મંદ છે. આ તેલ માથાની સ્કિનને લાગવાથી ખંજવાળ દૂર થાય છે. માથાની સ્કિનની બીજી કોઈ તકલીફ હોય તો તેને પણ આ તેલ દૂર કરે છે.
💁 નવા વાળ માટે : જ્યારે વાળ ખૂબ જ ખરતા હોય તો તેના કારણે વાળ એકદમ પાંખા થઇ જાય છે અને આવા લોકો જો લીમડાના પાનનું તેલ કોપરાના તેલમાં મિક્સ કરીને ઉપયોગમાં લે તો તેનો ખૂબ જ ફાયદો થાય છે. અને થોડા જ સમયમાં નવા વાળ ઊગવા લાગે છે. ફરી પહેલાના જેવો જ ગ્રોથ પણ બની જાય છે.
💁 ઇન્ફેકશનથી બચાવે : મીઠા લીમડાના પાનમાં એન્ટિ ઓક્સિડેન્ટ, એન્ટિ માયક્રોબાયલ જેવા ગુણ હોવાના કારણે તે વાળને ઇન્ફેકશનથી બચાવી શકે છે. વાળને ફન્ગલ કે ડેન્ડ્રફ જેવી તકલીફથી પણ બચાવે છે.
જો વાળને હેલ્દી રાખવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.