💁સુંદર દેખાવા માટે લોકો કોઈને કોઈ પ્રયત્ન કરતાં જ હોય છે. સુંદર દેખાવું એ સૌની ઈચ્છા હોય છે. આજના સમયમાં સ્ત્રી-પુરુષ બંને સુંદરતા માટે હજારો રૂપિયા ખર્ચવા પણ તૈયાર જ છે. સુંદરતા સ્કિનની હોય કે વાળની તેના માટે મુખ્ય વસ્તુ છે હેલ્ધી ડાયટ.
💁અમુક ખાસ એવા પ્રકારના ખોરાક હોય છે કે જે લેવામાં આવે તો તમે કાયમી સુંદર રહી શકો છો. આપણે કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ વાપરીને સુંદરતા મેળવવાનો પ્રયાસ કરીએ તો તેનાથી કોઈ ખાસ ફાયદો થતો નથી. કેમ કે જો આપણું શરીર અંદરથી જ સ્વસ્થ ના હોય તો બધુ જ નકામું. તો તેને સ્વસ્થ બનાવવા માટે આયુર્વેદિક બીજનો સહારો લઈ શકાય છે. જે તમને આપી શકે છે અંદરથી જ સુંદરતા.
💁આજે આપણે એવા ખાસ પ્રકારના કેટલાક બીજ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે તમને સુંદર બનાવવા માટે ખાસ મદદ કરે છે. જો તમે એ બીજનો તમારા ડાયટમા સમાવેશ કરો તો તમારી સ્કીન એકદમ ગોરી અને સુંદર બની જશે. તો ચાલો જોઈએ એ બીજ કયા છે.
💁1. તકમરિયા : તકમરિયામાં પ્રોટીન, ફાયબર, આયર્ન તેમજ ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં સમયેલ છે. દરરોજ જો તકમરીયાનું સેવન કરવામાં આવે તો હાઇડ્રેશન વધે છે. જેના કારણે ત્વચા કોમળ, ચમકદાર અને સુંદર બને છે. તકમરિયાના બીજમાં એવી તાકાત છે કે તે ચેહરાની તમામ કરચલીઓ ને દૂર કરીને એક નવી જ રોનક આપે છે.
💁તકમરિયાના બીજા પણ ઘણા લાભ છે. તે વજન ઓછું કરવા, બ્લડ પ્રેશર ઘટાડવા, પાચન ક્રિયામાં વધારો કરવા, ખાંસી, શારદી કે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ફ્લૂ ને રોકવા માટે પણ આ તકમરિયાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
💁2. સૂર્યમુખીના બીજ : સૂર્યમુખી આમ તો વિશ્વના મુખ્ય ચાર તેલીબિયાના પાક પૈકી એક છે. સૂર્યમુખીના બીજ સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં ઘણો જ વધારો થાય છે. આ સિવાય સૂર્યમુખીના બીજમાં જિંક, વિટામિન A,B1 અને E મુખ્ય છે. જેના કારણે સ્કીન એકદમ ગ્લો કરવા લાગે છે. સૂર્યમુખીના બીજ માં બીજા પણ અનેક રોગ દૂર કરવાની તાકાત છે.
💁3. અળસીના બીજ : અળસી એ બજારમાંથી ખૂબ જ સરળતાથી બજારમાં મળી રહે છે. સામાન્ય રીતે આ બીજનો ઉપયોગ ખૂબ જ ઓછા લોકો કરે છે. પરંતુ આ અળસીના ખૂબ જ ફાયદા છે તે આપણી સુંદરતામાં વધારો કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અળસીને આપણે મુખવાસ તરીકે ખાઈએ છીએ.
💁અળસીના બીજ હોર્મોન્સ ને સંતુલિત રાખવા માટે ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થાય છે. ખિલને દૂર કરીને સ્કિનને સાફ બનાવે છે. અળસીના બીજ આપણા પાચન તંત્રને પણ ઠીક કરે છે. જો આપણું પાચન બરાબર ના હોય તો તેના કારણે બીજા અનેક રોગ થાય છે. પરંતુ તેમાં આ અળસી મદદ કરે છે. અળસી અનિંદ્રાની તકલીફ પણ દૂર કરે છે. આંખોની કોઈ તકલીફ હોય તો તેના માટે પણ સારી છે. ઉધરસ અને શ્વાસ જેવી તકલીફ માટે તો આ અળસી રામબાણ ઈલાજ છે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.