મોઢામાં ચાંદા પડતા આજકાલ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. જેનું મુખ્ય કારણ છે. આજની જીવનશૈલી, ગરમ વાતાવરણ, પેટની ગરમી, ખાવાની ખરાબ ટેવો વગેરે. જોવામાં આપણને સામાન્ય લાગે છે, પરંતુ તે બહુ જ પીડાદાયક હોય છે. ક્યારેક ક્યારેક તો ચાંદા વધી જવાના કારણે મોંમાંથી લોહી નીકળવા લાગે છે. આપણે બરાબર જમી પણ શકતા હોતા નથી. મોંમાં પડતા ચાંદાને ડૉક્ટરી ભાષામાં “કેંકર સોર” કહેવામાં આવે છે. તેનાથી બચવા માટેના કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીએ.
- ચાંદા શા કારણે પડતા હોય મોંમાં ચાંદા- 👇
👉🍫ખોરાકમાં કોફી, ચીઝ, ચોકલેટ, જંકફૂડ કે તીખા, તળેલા, વધારે મસાલા વાળા ખોરાક ખાવાથી. આ ખોરાક સંવેદનશીલ હોય છે. જેના કારણે આ સમસ્યા થતી હોય છે. 👉💊વિટામિન બી-12, ઝીંક, ફોલિક એસિડ અથવા આર્યન વગેરે જેવા ખાદ્યપદાર્થોનું વધારે સેવન કરવાથી.
👉👾ઘણી વખત મોંઢામાં એલર્જી થતી હોય છે. અને તેના બેક્ટેરિયાના કારણે મોંમાં ચાંદા પડતા હોય છે. તેના કારણે ઘણી વખત પેટમાં અલ્સર જોવા મળતું હોય છે. 👉🪥આપણે અમુક સમયે જોર જોરથી બ્રશ ઘસતા હોઈએ છીએ ત્યારે અથવા બ્રશ પેઢા પર કે હોઠની અંદરની જગ્યા પર વાગી જવાના કારણે પણ ચાંદા પડે છે.
👉😋ઘણી વખત જમતી વખતે બટકું ભરાઈ જાય તો પણ ચાંદા પડે છે. 👉🦷કેટલાક લોકો સોડિયમ લોયારલ સલ્ફેટ વાળી ટૂથપેસ્ટ અને માઉથવોશનો ઉપયોગ કરતા હોય છે. જેના લીધે પણ ચાંદા પડવાની સમસ્યા થતી હોય છે.
👉👩ઘણી વખત મહિલાને માસિક ધર્મ વખત હોર્મોન્સ ચેન્જ થવાના કારણે પણ મોંમાં ચાંદા રડતા હોય છે. તે સિવાય વધારે પડતો સ્ટ્રેસ, અથવા અલ્સરેટિવ કોલાઇટીસ- ક્રેનના રોગના કારણે મોંમાં ચાંદા પડી જતા હોય છે. 👉બેહ્સેત નામનો રોગ પહેલા મોંમાં ચાંદા પડવાથી શરૂ થાય છે અને પછી આખા શરીરમાં બળતરા થતી હોય છે.
મોંમાં પડતા ચાંદા આ રીતે અટકાવો- 👉🍹મોઢામાં ચાંદા પડે ત્યારે વધારે પડતું ખાવું નહીં, બને તો જ્યૂસ પીવા. તે સિવાય ચીન્ગમનું સેવન વધારે કરવાથી પણ ચાંદા પડી શકે છે. કેમ કે તે વધારે ચાવવી પડતી હોય છે. 👉🌮તીખા મસાલાવાળા, તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ. સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
ચાંદા પડે ત્યારે કેવો ખોરાક લેવો- 👉🍨 મોંમાં ચાંદા પડ્યા હોય ત્યારે બને ત્યાં સુધી નરમ ખોરાક લેવો જોઈએ. નાસ્તમાં તમે દૂધમાં પલાળેલા બિસ્કિટ અથવા ફ્રૂટનો જ્યૂસ લઈ શકો છો. ભાત-દાળ વધારે ખાવા જોઈએ. રોટલી ખાવાની ઇચ્છા હોય તો દાળમાં પલાળીને નરમ બને એટલે ખાવી જોઈએ.
👉🍹કાચો ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ. આઇસક્રીમ કે ઠંડા શરબત લેવા જોઈએ. જે પણ ખોરાકનું સેવન કરો હંમેશાં શાંતિથી ધીમેધીમે ચાવીને જ કરવું જોઈએ. ચાંદા પડે ત્યારે ખૂબ જ કઠણ ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ. જેમ કે ટોસ. તેનાથી મોંમાં વધારે ઘર્ષણ થાય છે અને તે જગ્યા પર છોલાઈ જવાથી લોહી નીકળવા લાગે છે. વધારે પડતો તીખો, નમકીન વાળી વસ્તુ, ટામેટાનો ખોરાકમાં ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. આ બધી વસ્તુ તમને મોંમાં ચાંદા પડવા માટે જવાબદાર હોય છે.
મોંમાં પડતા ચાંદા ના ઘરેલુ ઉપચાર- (1)🌿તુલસીનો છોડ દરેના ઘરે સરળતાથી મળી રહેશે. તે ઘણી બધી બીમારીઓને દૂર કરે છે. તેના પાનનાં પાંચ પાંદડા રોજ ખાવાથી ચાંદા મટી જશે. (2)એક ચમચી સવારે ખાલી પેટે ખસખસ ગરમ પાણીમાં મિક્સ કરી લેવાથી ચાંદાની સમસ્યા દૂર થઈ જાય છે.(3)🥬 એલોવેરાનો પલ્પ જે જગ્યા પર ચાંદા પડ્યા હોય ત્યાં લગાવાથી જલદી છુટકારો મળશે.
(4)🍯હરડેનું ચૂરણ બનાવી તેમાં મધ મિક્સ કરીને ચાંદા પર લગાવાથી પણ ફાયદો થાય છે. એકલી હરડે પણ લગાવી શકો છો. (5)🥥નાળિયેરના તેલથી પણ ચાંદા મટી શકે છે. નાળિયેરનું તેલ પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી પેટમાં ઠંડક થાય છે. જેનાથી તમને આરામ મળશે.
👨⚕️ઘરેલુ ઉપચારથી તમે મોંમાં પડેલા ચાંદા દૂર કરી શકો છો. પરંતુ ચાંદાની સમસ્યા ઘણી વખત વધી જવાથી ડૉક્ટર પાસે પણ જવું પડતું હોય છે. ડૉક્ટર તમને માઉથવોશ, પ્રિસ્ક્રીપ્શન આપે તેમાં જેલ, ક્રિમ કે એવી કોઈ લીક્વીડ લખી આપતા હોય છે. જેનાથી તમને દુખાવામાં રાહત મળશે.
💊કેટલીક વાર એવું બનતું હોય છે. વિટામિન બી12, વિટામિન બી6 અને ઝીંક ન જેવા પોષક તત્વો ન મળવાથી ઉણપ ઉત્પન્ન થતી હોય છે. જેથી ડૉક્ટર આપણને ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટસ લેવાની સલાહ આપતા હોય છે. આ રીતે કેટલીક દવાઓ લઈને પણ તમે ચાંદા મટાડી શકો છો.💊
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.