અત્યારનું આ આધુનિક જીવન લોકો માટે સારું છે પણ લોકોની સેહત માટે બિલકુલ ખરાબ છે. લોકો કામમાં વ્યસ્ત થવા લાગ્યા છે અને પોતાની સેહતનું ધ્યાન નથી રાખી શકતા. કામમાં વ્યસ્ત થવા લાગ્યા છે અને ખાવા-પીવાનું અનિયમિત થતું જાય છે. આગળ જતાં આ અનિયમિત ખાવા-પીવાનું આગળ જતાં નાના-મોટા રોગોને ઊભા કરે છે. તેમજ ફાસ્ટફૂડ કારણે લોકોમાં પેટની સમસ્યા વધતી જાય છે. જેના કારણે લોકોને ઘણી બીજી 90% સમસ્યા થાય છે.
આ ફાસ્ટફૂડ ખાવાની મજામાં પેટમાં કબજિયાત, ગેસ, બળતરા અને એસિડિટી જેવા રોગો થાય છે. આ બધી વસ્તુ ત્યારે થાય છે જ્યારે લોકોના પેટમાં ભોજન સરખું પચતું નથી. અત્યારે પાચનની સમસ્યા બધા લોકોને સમાન્ય લાગતી હશે પણ આગળ જતાં આ સમસ્યા ખુબજ ભયંકર અને રોગ વાળી થતી જાય છે. આ સમસ્યાના ઉપાય અમે આપ માટે લાવ્યા છીએ.
- પ્રયોગ કરવાની રીત..
ડ્રાયફ્રૂટ બધાજ લોકોને પસંદ હોય છે. તેનાથી કેટલા ફાયદાઓ થાય છે તે પણ બધા લોકોને ખબર હોય છે. આજે અંજીર વિષે થોડી વાત કરીશું જે ઉપર જણાવ્યા મુજબની બધીજ સમસ્યામાં કારગર સાબિત થશે. કબજિયાતના દર્દી માટે અંજીર ખુબજ ઉતમ ગણવામાં આવે છે તેની અંદર ફાઈબરની માત્રા વધારે રહેલી હોય છે. હવે જાણીએ કે અંજીર પેટનો કચરો કેવી રીતે સાફ કરી શકશે.
એક અંજીરની અંદર લગભગ 1.40 ગ્રામ જેટલું ફાઈબર રહેલું હોય છે. નિતમિત રાત્રે સૂતા પહેલા 2 થી 3 અંજીર લેવા, જેનાથી પાચનતંત્રમાં બાધા બનતી તમામ વસ્તુને દૂર કરે છે અને પેટની સફાઈ આસાનીથી કરે છે. આ પ્રયોગ બસ આટલો સરળ જ છે, પણ તેની સાથે નીચેની આટલી વાત ધ્યાનમાં રાખવી નહિ તો ફાયદો નહિ થાય.
રેસા વાળા ખોરાકના સેવનથી આંતરડાની સફાઈ થાય છે. રેસા વાળા ખોરાકના સેવનથી ખોરાકની નળીઓ બિલકુલ સાફ થઈ જાય છે. અંજીર પણ રેસા વાળા ખોરાકમાં આવે છે. રોજે રાત્રે અંજીરનાં સેવનથી આંતરડા અને પેટની સફાઈ કરવામાં મદદ મળે છે જેથી આંતરડામાં ફસાયેલી ગંદગી સવારે મળમાર્ગથી બહાર નીકળવા લાગે છે. પેટમાં ફસાયેલો ભારે ખોરાક પણ અંજીરનાં રેસા વડે બહાર નીકળવા લાગે છે.
- પ્રયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બીજી બાબતો.
સૌ પ્રથમ એ વાતનો ખ્યાલ રાખો કે, રાત્રે બની શકે તો વહેલા ડીનર કરી લો. તેમજ જો શક્ય હોય તો રાત્રે પંજાબી, ચાઇનીઝ તેમજ પિઝ્ઝા જેવી ભારે વસ્તુ ખાવાનું ટાળો. અને જો તમે સામાન્ય રોટલી શાક ખાતા હોવ તો પૂરું પેટ ભરીને ના જમો. થોડું પેટ ખાલી રાખો.
બીજી વાત એ કે, ડીનર બાદ તરત જ ક્યારેય ના સુઈ જાવ. કમ સે કમ જમ્યા બાદ 1 કલાક બાદ સુવો અને રાત્રે જમ્યા બાદ 10-15 મિનીટ વોકિંગ કરો. જેથી જમેલું પછી જાય ત્યાર બાદ જ સુવો. જેનાથી તમારા પેટમાં રહેલો ખોરાક અટવાશે નહિ તેમજ પેટમાં જામી જવાની સમસ્યા નહિ થાય.
હવે ઉપરની બંને બાબત નું ધ્યાન તમે રાખો ત્યાર બાદ સુતી વખતે 2-3 અંજીર ચાવી ચાવીને ખાવ. ત્યાર બાદ સુવો. જેનાથી તમને ખુબ ફાયદો થશે. તેમજ પેટનો બધો કચરો સવારે નિત્યક્રિયા મારફતે બહાર નીકળી જશે. થોડા જ સમયમાં તમને શરીરમાં ફેરફાર જોવા મળશે. સવારે પેટ હળવું હળવું લાગશે.
ઘણા લોકોને આ પ્રયોગની અસર 10-15 દિવસમાં જોવા મળશે. અને ઘણા લોકોને આ જ અસર 20 દિવસ બાદ પણ જોવા મળી શકે છે. એ માટે તમારા શરીરની પાચનક્રિયા કેવી છે તેમજ તમારા શરીરની તાસીર કેવી છે તેના પર આધાર રાખે છે. ટૂંકમાં આ પ્રયોગ શરુ રાખવો
ડાયેરિયા જેવી સમસ્યા અંજીરનાં સેવનથી બંધ થઈ જાય છે. પાચનતંત્રમાં સમસ્યા ઓછી થાય છે. ભારે ખોરાકના કારણે ઝાડા થતાં વ્યક્તિઓને પણ નિયમિત અંજીરનું સેવન કરવું જોઈએ. પેટમાં સુધારો થતાં કબજિયાત, ગેસ, એસિડિટી અને બળતરામાં રાહત થાય છે. અંજીરમાં રહેલા ગુણના કારણે પેટની સમસ્યા જલ્દીથી દૂર થવા લાગે છે. નિયમિત અંજીરનાં સેવનથી કફ પણ બહાર આવવા લાગે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.