🪑 બધા લોકો પોતાના ઘરમાં મહેમાનો અને ઘરના સભ્યોને બેસવા માટે પ્લાસ્ટિકની ખુરશી રાખતા હોય છે. ઉપરાંત પ્લાસ્ટિકની ખુરશી અનેક જગ્યાએ ઉપયોગમાં આવે છે. જેમ કે, ઓફિસમાં, લગ્ન-પ્રસંગમાં, હોસ્પિટલ કે અન્ય પબ્લિક પ્લેસ પર ખુરશીનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે.
🪑 ઘણી વાર આ પ્લાસ્ટિકની ખુરશી ખરાબ થઈ જાય છે અથવા જૂની થઈ જવાથી કલર ડલ થઈ જાય છે. એવામાં બધા લોકો તેને ક્લીન કરવાની અનેક ટેકનિકનો સહારો લેતા હોય છે. પરંતુ તેનાથી સંતોષ કારક સફાઇ થતી નથી, જેનાથી મહેમાનોને આપણે ખરાબ ખુરશી પર બેસાડવા પડે છે. આ સમસ્યાને દૂર કરવા અમે તમારા માટે એવા ઉપાયો લઈને આવ્યા છીએ. જેનાથી પ્લાસ્ટિકની ખુરશી એકદમ ચક-ચકાટ થઈ જશે.
🪑 ખુરશીને ક્લીન કરી ચમકાવાના ઉપાયો :-
👉 નેઇલ પોલીશ રિમૂવલ :- મહિલાઓ પોતાના હાથ-પગની આંગળીઓ પર લાગેલા નેલ પેઈન્ટને દૂર કરવા માટે અકસર આ નેઇલ પૉલિશ રિમૂવલનો સહારો લેતા હોય છે. પરંતુ આ વસ્તુ માત્ર નેઇલ પેઈન્ટ રિમૂવ કરવા માટે જ નહીં પરંતુ ખુરશીનો સતત ઉપયોગ કરવાથી પડી ગયેલા દાગ પણ દૂર કરવા માટે થાય છે. જે ખુરશીના દાગ સાબુ અથવા ડિટરજેન્ટના ઘસવાથી જતાં નથી તે આ વસ્તુથી આસાનીથી જતાં રહે છે.
👉 આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક નાનો કોટનના કાપડનો ટુકડો લેવાનો રહેશે. ત્યાર બાદ તેમાં 1 ચમચી જેટલું નેઇલ પેઈન્ટ રિમૂવલ નાખી અને ખુરશીના દાગ પર થોડી વાર ઘસો. આ પ્રયોગ કરવાથી તમે જોશો કે, મિનિટોમાં જિદ્દી દાગ સરળતાથી દૂર થઈ ગયો છે.
👉 વિનેગર અને બેકિંગ સોડા :- ઘણી વાર પ્લાસ્ટિકની ખુરશી ધૂળને કારણે ખરાબ થઈ જતી હોય છે અને તેના દાગ દૂર પણ થતાં નથી. જેથી ખુરશીનો કલર પણ ડલ થઈ જાય છે અને તેનો દેખાવ સારો રહેતો નથી. આ સમસ્યા દૂર કરવા માટે વિનેગર અને બેકિંગ સોડાનો પ્રયોગ ખૂબ કારગર છે. જેનાથી ગમે તેવા જિદ્દી દાગ આસાનીથી દૂર થઈ જાય છે.
👉 આ પ્રયોગ કરવા માટે તમારે 1 ગ્લાસ જેટલા નવશેકાં ગરમ પાણીમાં 1 ચમચી વિનેગર અને 1 ચમચી બેકિંગ સોડા નાખી હલાવી આખૂ મિશ્રણ તૈયાર કરી લેવું. હવે આ મિશ્રણને ખુરશીમાં નાખી અને કપડાં ધોવાના બ્રશ વડે થોડી વાર ઘસવું. આ પ્રયોગ કરવાથી ખુરશીમાં થયેલ જિદ્દી દાગ આસાનીથી દૂર થઈ જશે.
👉ટૂથપેસ્ટનો પ્રયોગ :- ઘરમાં રહેલી પ્લાસ્ટિકની ખુરશીમાં કલર અથવા માર્કરના દાગ બાળકો પાડી દેતા હોય છે. જેને દૂર કરવા માટે તમે ગમે તેવી મહેનત કરો છતાં તે દૂર થતાં નથી. તેથી આવી ખુરશીને તમારે ઘરની બેઠકમાંથી કાઢી નાખવી પડે છે. તો તમે આ દાગને સહેલાઈથી દૂર કરવા ઇચ્છતા હોય તો કરો તમારા ઘરમાં રહેલી ટૂથપેસ્ટનો આ રીતે પ્રયોગ.
👉 આ પ્રયોગ કરવા માટે તમારે નકામું બ્રશ લેવાનું અને તેમાં ટૂથપેસ્ટ નાખી અને ખુરશી પર લાગેલા દાગ પર રગડવું. ત્યાર બાદ તેને કપડાં વડે સાફ કરી લેવું. આવું તમારે 2-3 વાર કરવું. જેનાથી તમારી ખુરશીમાં કોઈ પણ માર્કરના દાગ આસાનીથી જતાં રહે છે.
👉 તો મિત્રો, આટલા પ્રયોગમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવાથી તમારી ખુરશી પર પડેલા જિદ્દીથી જિદ્દી દાગ આસાનીથી દૂર થઈ જાય છે. જેથી તમારે ખુરશીને વધારાની વસ્તુ સાથે અથવા ભંગારમાં આપવી નહીં પડે અને આ પ્રયોગને એપ્લાઈ કરવાથી થઈ જશે તમારા ઘરની ગંદી ખુરશી એકદમ ચક-ચકાટ.
જો ખુરશી સાફ કરવાના પ્રયોગો વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.