લોકો કહે છે કે સીએનજી લગાવવાથી એન્જિન ખલાસ થઈ જાય છે અને એન્જિન ની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે (કદાચ આ વાત એક રીતે સાચી પણ છે.) પરંતુ આજે એક ભાઈની વાત કરીશું, તેની ગાડી 3,00,000 (ત્રણ લાખ) થી વધુ કિલોમીટર ગાડી ચાલી હોવા છતાં પણ એન્જિન ખૂબ જ સારી રીતે ચાલે છે. હજુ એક વાર પણ એન્જીન ખૂલ્યું પણ નથી અને ગાડી આરામથી સીએનજી ઉપર ચાલે છે.
તો તે ભાઈને પૂછવામાં આવ્યું કે, આ કેવી રીતે પોસિબલ છે. કે, CNG માં આટલી સારી રીતે એન્જીન કામ કરે છે. તો તે ભાઈએ જે સલાહ અને સિક્રેટ કહ્યા છે તે આપને જણાવીશું. અને જો તે સલાહ અને સિક્રેટ તમે ફોલો કરશો તો તમારી ગાડીમાં પણ CNG થી એન્જીન લાંબા સમય સુધી ચાલશે અને બીજો કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવે. તો આવો જાણીએ તે 2 મહત્વના સિક્રેટ અને અમુક કામની સલાહ.
સિક્રેટ નંબર-1 – સૌથી પહેલું સિક્રેટ છે કે શરૂઆતમાં માત્ર પાંચ કિલોમીટર પેટ્રોલ ઉપર ગાડી ચલાવો, ત્યારબાદ ગાડી તમારે સીએનજી ઉપર કરી લેવાની છે. હવે તમે ગમે તેટલા કિલોમીટર 100, 200, 500 km ચલાવશો તેમ છતાં પણ ગાડી ખૂબ જ સારી રીતે ચાલશે અને જ્યારે તમારે ગાડી બંધ કરવાની હોય તેના બે-ત્રણ કિલોમીટર પહેલા ગાડી ફરીથી પેટ્રોલ પર કરીને ચલાવો. અને જો તમે આ સિક્રેટથી ગાડી ચલાવશો તો તમારું એન્જિન ખૂબ જ સારી રીતે કાર્ય કરશે.
આ પહેલું સિક્રેટ તે ભાઈએ અમને કહ્યું તો અમને પણ નવાઈ લાગી, અને અમે પણ આ રીતે ક્યારેય ગાડી ચલાવી નથી. પણ આ ભાઈની ગાડીની એવી સારી કન્ડિશન જોતાં એમ લાગી આવે કે, જરૂર આ ટ્રિક એક વાર અપનાવવી જોઈએ. ચાલો જાણીએ તેનું સિક્રેટ નંબર-2 વિશે..
સિક્રેટ નંબર-2 – બીજું એક સિક્રેટ છે કે જો તમારી ગાડીમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તેને તરત જ રીપેર કરાવડાવી દો. ગાડીને સમયે-સમયે ચેક કરતા રહો. ત્યારબાદ ગાડીમાં એન્જિન ઓઇલ, કુલંટ અને બ્રેક ઓઇલને પણ ચેક કરાવતા રહો તથા તેના ચાર ટાયરને પણ ચેક કરતા રહો. ત્યારબાદ ગાડીને ખૂબ જ આરામથી ચલાવો. બીજો એક પોઈન્ટ છે કે કુલન્ટમાં પ્યોર કુલંટ જ નખાવું જોઈએ. તેમાં પાણી મિક્સ કરવું જોઈએ નહીં. આ વાત અમે આગળના લેખમાં પણ તમને જણાવી હતી.
- ત્યાર બાદ બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબતો –
સ્પીડ કેટલી રાખવી- આ ભાઈ એ જણાવ્યું તે મુજબ તેઓ ગાડીને બિલકુલ નોર્મલ સ્પીડ 60-80 ની વચ્ચે જ ચલાવે છે. અને તેઓના કહેવા મુજબ આટલા લાંબા સમય સુધી CNG પર એન્જીન સારું રહ્યું તે પાછળ આ નોર્મલ સ્પીડનો પણ મોટો હાથ છે.
એર ફિલ્ટર ક્યારે સાફ કરવું. – આ ભાઈના કહેવા મુજબ તે એર ફિલ્ટર 15-30 દિવસમાં જ સાફ કરવી લેવું જોઈએ. તેનાથી ગાડીના પરફોર્મન્સ પર ઘણો ફેર પડે છે. તો જો તમે લાંબા સમયે એર ફિલ્ટર સાફ કરતાં હોવ તો આ ધ્યાન રાખવું.
સ્પાર્ક પ્લગ રિપ્લેસ ક્યારે – તમારી ગાડી જ્યારે 20,000 km થી વધુ ચાલી જાય એટલે તરત સ્પાર્ક પ્લગ રિપ્લેસ કરી નાખવો જોઈએ. તેનાથી પણ તમારી ગાડીનું પરફોર્મન્સ સારું થઈ જશે. તેથી જરૂર આ ટિપ્સ ફોલો કરો.
એન્જીન ઓઇલ અને કુલન્ટ – એન્જીન ઓઇલ અને કુલન્ટ હંમેશા સારી અને બેસ્ટ ક્વોલિટીનું જ નાખો. અમે કોઈ બ્રાન્ડ તમને રિફર નથી કરતાં. પણ તમે ખૂદ આ બાબત પર નિર્ણય લેજો. અને પ્રખ્યાત બ્રાન્ડ ના એન્જીન ઓઇલ અને કુલન્ટ વાપરવા. તેનાથી CNG માં ચલાવવા માટે ખૂબ ફાયદો થશે. અને ગાડીમાં કુલન્ટ હંમેશા સારું નાખવું અને તેમ પાણી ભેગું ના કરવું.
આમ જો તમે ઉપરનો આ ઉપાય ને અપનાવી લેશો તો ગેરંટી ની સાથે તમારા એન્જિનની ખૂબ જ લાંબી લાઈટ થઈ જાય છે. અને ગાડી હજારો km સુધી cng માં ચાલશે તો પણ તમારી ગાડી ટકાટક રહેશે. તે માટે ઉપરની તમામ બાબતો નું ધ્યાન રાખવું.
ખાસ નોંધ- આ બાબત એક ભાઈ ના પોતાના અનુભવ અને પોતાની ગાડીના પરફોર્મન્સ ના આધારે કહેલી છે, તેથી આપ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો કે આ વાત એપ્લાય કરવી કે ના કરવી. આ ભાઈની ગાડીની સાચવણી ઉપરથી એવું પણ લાગે છે કે, આ રીતે CNG માં પણ આપણે લાંબા સમય સુધી એન્જીનને નુકશાન કર્યા વગર લાંબો સમય સુધી ચલાવી શકી છીએ.
🚗 જો તમારે CNG ગાડી હોય અને તેની માહિતી ગમી હોય તો કોમેન્ટમાં ફક્ત “CNG” જરૂર લખજો. જેથી CNG ગાડીની બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.