મિત્રો આપણે જાણીએ છીએ કે મોટાભાગના લોકો અમુક વસ્તુનો ઉપયોગ કર્યા પછી તેને ફેકી દેતા હોય છે. પણ આવું કરવા કરતા તમે તેનો અન્ય જગ્યાએ યુઝ કરીને પૈસા પણ બચાવી શકો છો અને બીજા અનેક ફાયદા પણ કરી શકો છો. આથી કોઈ પણ વપરાયેલી વસ્તુ ફેકવા કરતા એક વખત તેના અન્ય ઉપયોગ વિશે જરૂર વિચારવું જોઈએ. એટલે કે મિત્રો તમારે અહી વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા જેવી વાત છે. અમુક વસ્તુનો તમે અન્ય જગ્યાએ ઉપયોગ કરીને તે વેસ્ટ વસ્તુને બેસ્ટ કરી શકો છો. આવી જ એક વસ્તુ છે ચા. જો કે ચા પીવી એ તો દરેક લોકોની એક આદત હોય છે.
દરેક લોકોની દિવસની શરુઆત ચા થી જ થતી હોય છે અને સવારમાં ઉઠતાની સાથે ચાનો કપ હાથમાં લઈને ચા ની ચૂસકી લેવી એ તો દરેક લોકોને આનંદ આપે છે. પણ તમે ચા બનાવો છો પછી જે ભૂકી વધે છે તેનું શું કરો છો? સ્વાભાવિક છે કે તમે તેને ચોક્કસ પણે ફેકી જ દેતા હશો. પણ શું તમને ખબર છે કે આ ચા ની ભૂકીનો તમે અન્ય જગ્યાઓ પણ ઉપયોગ કરી શકો છો. જેનાથી તમને ફાયદો પણ થશે અને તમારા પૈસા પણ બચી જશે. એટલે કે, વપરાયેલ ચા ની ભૂકીને તમે ફેકી ન દેતા તેનો ઉપયોગ અન્ય રીતે કરી શકો છો.
- ચાલો તો ચા ની ભુકીના આવા અનેક ફાયદાઓ વિશે જાણી લઈએ.
ડાર્ક સર્કલ દુર કરવા
મિત્રો તમે જોયું હશે કે ઘણી વખત તમારી આંખ કોઈ કારણસર સોજી જાય છે અથવા તો ઉજાગરાને કારણે આંખ નીચે ડાર્ક સર્કલ બની જાય છે અને આંખમાં દુખાવો પણ થાય છે. આવા સમયે તમારે માત્ર એટલું જ કરવાનું છે કે, વપરાયેલ ચા ની ભૂકીની ટી બેગ્સ પહેલા ફ્રીજમાં મૂકી દો, ઠંડી થઈ ગયા પછી તેને બહાર કાઢીને આંખ પર મૂકી દો. આમ કરવાથી તમારા ડાઘ સર્કલ, સોજો અને દુખાવો ઓછો થઈ જશે.
વાગ્યા પર મલમ તરીકે
ચા ની ભૂકીમાં એન્ટીઓક્સીડેંટ હોય છે જે તમને વાગ્યા પર મલમ જેવું કામ આપે છે. આથી જયારે તમને અચાનક કઈક વાગી જાય ત્યારે તમારે ચાની ભૂકી અથવા તો ચા ની ટી બેગ્સ તેના પર લગાવો. તેનાથી તમને આરામ મળશે અને સંક્રમણ થી પણ બચી શકાય છે.
ચિનાઈ માટીના વાસણ અને ક્રોકરી ચમકાવવા માટે
વાસણ ચમકાવવા માટે તમારે વપરાયેલ ચા ની ભૂકીમાં થોડો વીમ પાઉડર મિક્સ કરીને વાસણ સાફ કરવા જોઈએ. તેનાથી તમારા ચિનાઈ માટીના વાસણ તેમજ ક્રોકરી ચમકવા લાગે છે. આ કાર્ય કરતાં સમયે વધારે ચા નો ઉપયોગ કરવો જેથી વાસણ બરાબર સાફ થઈ શકે.
માખી મચ્છર દુર કરવા માટે
જયારે પણ તમને માખી કે મચ્છર નો ત્રાસ વધી જાય ત્યારે વપરાયેલ ચા ની ભૂકી ને તડકે સુકવીને રાખો પછી તે ભૂકીને રાત્રેના સમયે ઘરની અંદર જ્યાં વધારે મચ્છર હોય ત્યાં તેને બાળી નાખો. આમ કરવાથી તમારા ઘર ની આજુબાજુ માખી કે મચ્છર નું નામ નિશાન નહિ રહે.
પગની દુર્ગંધ દુર કરવા માટે
જો તમારા પગમાંથી દુર્ગંધ આવી રહી છે તો તેના ઉપાય માટે તમારે વપરાયેલ ચા ની ભૂકી ને ફરી બીજી વખત પાણીમાં નાખીને ઉકાળી લો. હવે તે પાણીને કોઈ એક ટબ માં નાખી દો. અને પછી આ પાણીમાં પગને થોડીવાર પલાળી રાખો. આમ કરવાથી તમારા પગની દુર્ગંધ તરત જ દુર થઈ જાય છે.
વાળની ચમક વધારવા માટે
જો તમારા વાળ બેજાન, ચમકહીન છે અને તમે વાળને મુલાયમ બનાવવા માંગો છો તો તે માટે વપરાયેલ ચા ની ભૂકી, આંબળા, મહેંદી મિક્સ કરીને વાળમાં લગાવી લો. આ માટે ચાની ભૂકીને બીજા પાણીમાં નાખીને ઉકાળી નાખો. પછી આ પાણીથી વાળ ધોઈ નાખો. આમ તમારા વાળ માટે ચા ની ભૂકી ખુબ સારું કામ કરશે.
કાચ અને ફર્નીચર ચમકાવવા માટે
જો તમે તમારા ઘરના બારી બારણા ના કાચ અને અન્ય ફર્નીચર ચમકાવવા માંગો છો તો તે માટે વપરાયેલ ચા ની ભૂકીને બીજા પાણીમાં નાખીને ઉકાળી લો. અને આ પાણીથી કાચ અને ફર્નીચર સાફ કરો. આનાથી દાગ દુર થશે અને ફર્નીચર ચમકવા લાગશે.
વૃક્ષો માટે ખાતર તરીકે
વપરાયેલ ચા ની ભૂકીને તમે તમારા ઘર આંગણે વાવેલ વૃક્ષ અને છોડ માટે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. પહેલા તો વપરાયેલ ચા ની ભૂકીને સારી રીતે ચોખા પાણીથી ધોઈ નાખો. જેથી ચા ની ભૂકીમાં મીઠાસ ન રહે. પછી તેને ગાળીને તડકે સુકાવવા માટે મૂકી દો. હવે સુકાઈ જાય એટલે તમે તેને ચોળીને ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.