આજકાલ લોકોને તમે અવારનવાર એવું કહેતા સાંભળ્યા હશે કે નસ દબાઈ છે, અથવા તો નસ ના લીધે શરીરના પગ અથવા તો હાથમાં દુખાવો થાય છે તેમજ ઘણી વખત અત્યંત વધુ દુખાવો થતો હોય છે. આ દુખાવો ઘણાને થોડો સમય રહેતો હોય છે અને ઘણા લોકોને લાંબો સમય સુધી આ દુખાવો થાય છે
આ દુખાવો જ્યારે વધી જાય ત્યારે આનું સોલ્યુશન કરવું ખૂબ જ જરૂરી બને છે. આયુર્વેદ અનુસાર જોવા જઈએ તો બ્લડ સર્ક્યુલેશનના કારણે નસમાં કંઈક બ્લોકેજ આવે છે અને તેના લીધે આ પ્રોબ્લેમ થાય છે. અને બીજા શબ્દોમાં કહીએ તો ઘણી વખત શરીરમાં કોઈ એવી હલચલ થાય છે અથવા વધારે પડતું બળ થઈ જાય છે તો તેના લીધે કરોડરજ્જુના હિસ્સામાં જે નાની નાની નસો આવતી હોય છે, ક્યારેક તેના માળખામાં ફેરફાર થાય છે તેના લીધે આવી સમસ્યા સામે આવતી હોય છે અને એક બીજી પણ રીત છે કે, ઘણી વખત અમુક એરિયામાં તમારું લોહી જામી જતું હોય છે, અથવા તો તેના લીધે પણ આવો દુખાવો સંભવ છે.
દબાયેલી નસ ને કેવી રીતે ખોલવી – આયુર્વેદ અનુસાર નસ ખોલવા માટેના અમુક સચોટ રસ્તાઓ આપવામાં આવ્યા છે, અને જો કોઈ પણ માણસ આ રસ્તાઓનો સાચી રીતે ઉપયોગ કરે તો અવશ્ય તેને પરિણામ સારું મળે છે. આયુર્વેદન અનુસાર ચૂનો, નાગરવેલના પાન તેમજ પારિજાતના પાન પણ નસ ખોલવા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. તો હવે આપણે એક પછી એક રસ્તા મુજબ નીચે જાણીએ કે, કેવી રીતે આપણે અલગ અલગ વસ્તુઓનો પ્રયોગથી નસો ખોલી શકાશે.
(1) ચૂનો – સૌપ્રથમ નાગરવેલના પાનને થોડા થોડા ગરમ કરી લ્યો, ત્યારબાદ તેની ઉપર ચૂનો લગાવો. ત્યારબાદ જે જગ્યા ઉપર તમને દુખાવો થતો હોય તે જગ્યા ઉપર પૂનો ચામડીને ટચ થાય તે રીતે આ પાન લગાવો. ત્યારબાદ તેની ઉપર પટ્ટી મારી દો અથવા તો પાટો બાંધી દો. થોડો સમય એટલે કે, એક કલાક જેવા સમય આ પાટો રાખો. ત્યારબાદ તમે પાટો છોડી શકો છો અથવા તો પાટો રહેવા દઈને તમે સુઈ જાવ તો પણ કોઈ વાંધો નહીં આ પ્રયોગ કરવાથી તમને દુખાવામાં ઘણી રાહત થશે. તેમ જ ઘણી વખત નાનું મોટું બ્લોકેજ હોય તો તે આરામથી દૂર થાય છે.
(2) મેથીના દાણા – સૌપ્રથમ મેથીના દાણાને પુરી રાત સુધી પાણીમાં પલાળવા મૂકી દો. ત્યારબાદ સવારમાં તેમાં રહેલું પાણી દૂર કરો. અને તેના દાણાને પીસી લો એટલે કે, ક્રશ કરી નાખો મેથીના દાણા એકદમ લેપ જેવા થઇ જાય પછી, આ લેપ જે ભાગ ઉપર તમને નસ દબાતી હોય તે જગ્યા ઉપર લગાવી લો. ત્યારબાદ તેની ઉપર પાટો વીટી દો. આ પાટો થોડા સમય પછી છોડી દો અને જો તમે પાંચ છ કલાક રાખો તો વધુ સારું, આ પ્રયોગ કરવાથી તમને દબાયેલી નસમાં આરામ મળશે.
(3) સિંધવ મીઠું – સૌપ્રથમ સિંધવ મીઠા ને એક સુતરાઉ કાપડમાં વીંટો. ત્યારબાદ એક મોટું ટબ લો તેમાં ગરમ પાણી ભરો. જેટલું તમે સહન કરી શકો એટલું ગરમ પાણી લેવું. ત્યારબાદ તેમાં આ સિંધવ મીઠાની પોટલી મૂકી દો. હવે તમને જે ભાગમાં દુખાવો થતો હોય તે ભાગ આ પાણીમાં ડુબાડી રાખો. લગભગ ૧૫ થી ૩૦ મિનિટ સુધી ડુબાડી રાખો અને જો તમારા શરીરનો એવો ભાગ છે કે જે તમે પાણીમાં ડુબાડી નથી શકતા તો, આ ગરમ પાણી ધીમે ધીમે તમારા દુખાવાથી પ્રભાવિત જે ભાગ હોય તેની ઉપર ટબથી ધીમે ધીમે રેડો. આ પાણી વધુ પડતું ઠંડુ ન હોય તેનું ધ્યાન રાખવું અને વધુ પડતું ગરમ પણ ના હોય તેનું પણ ધ્યાન રાખવું.
(4) પારિજાતના પાન – સૌ પ્રથમ પારિજાતના 20-30 પાન લઈને અડધી ડોલ પાણીમાં તેને ઉકાળો ત્યારબાદ એ પાણીમાં ઉકાળી ગયા બાદ તે પાનના ગુણધર્મો પાણીમાં આવી ગયા હોય છે. ત્યારબાદ આ પાણી થોડું ગરમ રહે ત્યારે તમને જે જગ્યાએ નસ દબાતી હોય તે જગ્યા ઉપર આ પાણીનો શેક કરો એટલે કે, તે જગ્યા ઉપર પાણી રેડો અથવા તો એ પાણીની અંદર તમારો દુખાવાથી પ્રભાવિત ભાગ ડુબાડી રાખો. તેનાથી તમારી દબાયેલી નસ ને આરામ મળશે અને દુખાવો પણ મટી જશે
(5) આઈસ અને હિટ પેડ – આ બંને પેડ દુખાવાને દૂર કરવા માટે ખૂબ જ સારી વસ્તુ છે, તમને જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ આઈસ પેડ રાખો, જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી તે ભાગને અડાડેલું રાખો. ત્યારબાદ થોડી વાર ઉપર લઈ લો. ફરીથી તે ભાગ ઉપર આઈ સ્પેડ રાખો. આ પ્રયોગ 10 મિનિટ સુધી કરો. ત્યારબાદ હવે તે જગ્યાએ હીટ પેડ નો ઉપયોગ કરવાનો છે એટલે કે ગરમ પાણીનો પ્રયોગ આ હિટ પેડ એ જગ્યા ઉપર અડાડેલું રાખો. જ્યાં તમે 10 મિનિટ સુધી હાઈ સ્પીડ અડાડેલું રાખેલું. આ હીટ પેડ જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી રાખો. ત્યારબાદ થોડી વાર લઈ લો. ફરી વાર તે જગ્યાએ આ ક્રિયા પણ તમારે 10 થી 15 મિનિટ સુધી કરવાની છે એટલે થોડીવાર હિટ પેડ અને થોડીક વાર આઈસ પેડ બંનેના પ્રયોગથી દબાયેલી નર્સમાં ઘણી તમને રાહત મળશે.
ખાસ નોંઘ – આ ઉપર જણાવેલ પ્રયોગો લાંબો સમય કરવા છતાં જો તમને આ દબાયેલી નસોમા જો આરામ નથી મળતો, તો તમે ડોક્ટરનો સંપર્ક કરો, અને શરીરમાં કેવી પ્રોબ્લેમ છે તે બાબતે ધ્યાન કરો, અને તેના ઉપચાર માટે ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળ કાર્યવાહી કરો. તેમજ અમુક mri જેવા રિપોર્ટ ડૉક્ટર કરાવવાનું કહે તો એ પણ કરો.
પણ જો તમને સામાન્ય દુખાવો અને સામાન્ય દબાવ છે તો, તમે ઉપર જણાવેલ ઉપચાર કરીને તેને દૂર કરી શકો છો. – આશા છે કે, તમને ઉપર જણાવેલ ઉપચાર ગમ્યા હશે. તેમ આ ઉપચાર બીજા લોકો સાથે પણ શેર જરૂર કરો.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.