મિત્રો તમે પોતાના ઘરમાં ગરોળી તો જોતા જ હશો તેમજ તમે અન્ય ઝેરી જોવો જેવા કે સાપ, વીંછી પણ જોયા જ હશે. તેમજ તમે તેના ઝેરથી પણ વાકેફ હશો. તેનું ઝેર ધીમે ધીમે શરીરને નુકસાન પહોચાડે છે. તેમજ એક સમયે માણસનું મોત પણ થઈ શકે છે. આવા સમયે જો તમને થોડા દેશી ઓસડીયા વિસેહ જાણ હોય તો તમે તેનો પ્રાથમિક ઉપચાર કરી શકો છો.
જો કે ખેતરોમાં કામ કરતા મજુરોને પણ તેનો ભય રહે છે. આથી આ લોકોએ તો ઝેર ઉતારવાના પ્રાથમિક ઉપચાર વિશે તો જાણકરી રાખવી જ જોઈએ. આથી તે સમયે દવા અને સારવાર લેવી જરૂરી છે. જો કે આવા ઝેરી જીવજંતુઓ કરડે છે ત્યારે તેનું ઝેર ચડતા વાર લાગે છે તે સમય દરમિયાન તમે પ્રાથમિક ઉપચાર કરી શકો છો અને તે તમારા પરનો મોતનો ખતરો ઘટાડે છે. આથી થોડીક એવી જડીબુટ્ટી વિશે માહિતી રાખવી ખુબ જરૂરી છે. આવો જાઈએ તેના વિશે..
ફુદીનો – ફુદીનો એ અનેક પોષક તત્વોથી યુક્ત છે. તેની મદદથી તમે વીંછીનું ઝેર ઉતારી શકો છો. આ માટે તમારે ફુદીનાના થોડા પાન ચાવી જવા અથવા તો ફુદીનાનો રસ કાઢીને તેને પી જાઓ. આમ કરવાથી વીંછીનું ઝેર જલ્દી ઉતરી શકે છે. અને દર્દમાંથી રાહત થશે.
હળદર – તમને જણાવી દઈએ કે હળદરમાં ઝેર ઉતારવાના ગુણ રહેલા છે. જો કે હળદરનો ઉપયોગ તમે અનેક રોગો માટે કરી શકો છો. તેમજ વીંછીના ડંખ મારવાથી ચડતા ઝેરને ઉતરવા માટે પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. આ માટે જે જગ્યાએ વીંછી કરડ્યો હોય ત્યાં થોડીક હળદર પીસીને લગાવી લો. તેમજ પાણીમાં હળદર મિક્સ કરીને પણ પી શકો છો. તેમજ હળદરને ઘસી લો, પછી સુંઘવાથી પણ ઝેર ઉતરી શકે છે.
ફટકડી – વીંછીના ઝેર ઉતરવા માટે તમે ફટકડીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે થોડા કેરોસીનમાં ફટકડીનો ભૂકો મિક્સ કરી લેવો. પછી આ પેસ્ટને ઈજાગ્રસ્ત જગ્યાએ લગાવો. આમ ફટકડીનો લેપ તમે વીંછી કરડવા પર લગાવી શકો છો.
તાંજળિયો (એક પ્રકારની ભાજી) – આ માટે તમારે તાંજળિયા ને પીસીને તેનો રસ કાઢી લેવો. પછી તેને પી જવો, તેનાથી ઝેર ઓછુ થાય છે. આ સિવાય તાંજળિયાના રસમાં થોડી સાકર મેળવીને પણ પિય શકો છો. તેનાથી દર્દીને રાહત મળે છે.
મીઠું – મીઠામાં પણ ઝેર ઉતારવાના ગુણ રહેલા છે આ માટે તમારે ડંખ વાળી જગ્યા પર વારંવાર મીઠા વાળું પાણી નાખો. અથવા મીઠા વાળૂ પોતું કરીને પણ આ ભાગ પર વારંવાર લગાવી શકો છો જ્યાં સુધી તમે હોસ્પિટલ ન પહોંચી જાઓ.
તુલસી – તુલસી એ તો અનેક ગુણનો ખજાનો છે. તેમજ તેના અનેક રોગોના ઇલાજમાં પણ ઉપયોગ થાય છે. આમ તે વીંછીનું વિષ ઉતારવામાં પણ મદદ કરે છે. આ માટે તુલસીના પાનની પીસીને તેને ડંખ વાળી જગ્યાએ લગાવો, તેનાથી ઝેર ઉતરી જશે.
સ્પીરીટ – જયારે તમને વીંછી કરડે છે અને તે વીંછી કરડ્યો હોય તે મળી આવે તો તેને પકડી લો પછી તેને એક બોટલમાં મૂકી દો, હવે આ બોટલમાં સ્પીરીટ ભરી લો અને વીંછી ડૂબી જાય એટલું સ્પીરીટ ભરો. થોડી વારમાં વીંછી મરી જશે. ત્યાર બાદ વીંછી કરડ્યો હોય તેને તે જગ્યા પર પોતા વડે આ સ્પીરીટ લગાવો. આમ ઝેર ઉતારી શકાય છે. જો વીછી પકડતા આવડે તો જ આ ઉપાય કરવો. નહીં તો નીચેના બીજા ઉપાય જાણો. ખોટા અખતરા ના કરવા.
ડુંગળી – જો તમે વીંછી ડંખ મારે છે ત્યારે ખુબ જ બળતરા થતી હોય તો તમે સૌથી પહેલા તો ડુંગળીને કાપીને તે જગ્યા પર બાંધી દો. ડુંગળીનો રસ કાઢીને તેમાં એમોનિયમ ક્લોરાઈડ નાખીને ડંખ વાળી જગ્યાએ લગાવો. તેનાથી બળતરા ઓછી થશે અને ઝેર પણ ઉતરી જશે.
મધ અને લસણ – મધ અને લસણનું મિશ્રણ વીંછીનું ઝેર ઉતારવામાં મદદ કરે છે. આ માટે તમે એકલું મધ પણ ડંખ વાળી જગ્યાએ લગાવી શકો છો તેમજ લસણને વાટીને તેને પણ ડંખ વાળી જગાએ લગાવી શકો છો. તેમજ મધ અને લસણ મિક્સ કરીને તેને ખાવાથી પણ ઝેર ઉતરી શકે છે.
પાટો બાંધવો – જયારે તમને વીંછી કરડે ત્યારે તે ભાગ પહેલા તો કડક બાંધી દો. જેથી કરીને ઝેર શરીરના અન્ય ભાગમાં ના ચડે. આ સિવાય જે જગ્યાએ ડંખ માર્યો હોય તેની યોગ્ય સારવાર થઈ ગયા પછી ધીમે ધીમે હળવા હાથે પાટો ખોલવો. આ પાટો એ રીતે બાંધવો જેથી કરીને ઝેર મગજ અને હૃદય સુધી ન પહોચે. વીંછી કરડે છે ત્યારે સોજો પણ આવી શકે છે તેમજ બળતરા પણ થાય છે. હાથમાં કરડે તો હાથ બાંધી દો જેથી ઝેર શરીરમાં પ્રવેશ ન કરે.
ખાસ નોંઘ 1 – કોઈ પણ જીવજંતુ કરડે એટલે પ્રાથમિક ઉપચાર પર સંપૂર્ણ ભરોસો ના કરવો, આ ઉપાયથી ફાયદો જરૂર થશે પણ આ કામચલાવ ઉપાય છે. તેથી તમારે બને તેટલું જલ્દી હોસ્પિટલ જઈને જરૂરી ઉપચાર જરૂર કરવો.
ખાસ નોંઘ 2 – ઘણી વાર જીવજંતુ એ તમને ડંખ માર્યો હોય પણ તમને એમ થાય કે, મને દર્દ તો નથી થતો. એમ માનીને હોસ્પિટલ જવાનું ટાળવું નહીં. કેમ કે ઘણા જીવજતું એવા હોય છે જેના વિષની અસર અમુક સમય બાદ થાય છે. માટે હોસ્પિટલ જરૂર જઇ આવવું અને સારવાર લેવી.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.