ભારત સહિત દુનિયાભમાં કરોડો લોકો હાઈ બ્લડપ્રેશરથી પીડાય છે. રોજના કેટલાય લોકો બીપીની દવા લેતા હોય છે. આપણી આસપાસ જેટલા પણ લોકો છે તેમને મોટાભાગે હાઈ બીપી જ જોવા મળે છે. પરંતુ કેટલાય લોકો એવા છે જેમને લો બ્લડપ્રેશરની સમસ્યા પણ હોય છે. લો બીપીને કારણે પણ ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. પરંતુ આપણે તેને અવગણતા હોઈએ છીએ.
ઘણી વખત શરીરમાંથી પાણી ઓછું થઈ જાય, તાવ, ડિપ્રેશન, ઉલ્ટી જેવું લાગે ત્યારે સમજવું કે લો બ્લડ પ્રેશર છે. તે સિવાય પણ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. પરંતુ ક્યારેક આ લક્ષણોનો ખ્યાલ આવતો નથી અને અચાનક આંખોની સામે અંધારા આવે, ચક્કર આવવા લાગે ત્યારે સમજવું કે લો બીપી થવા લાગ્યું છે. તેનો તરત ઉપાય કરી લેવો જોઈએ. તમારા ઘરમાં રહેલી કેટલીક એવી વસ્તુઓ છે જેનો તુરંત ઉપયોગ કરી બીપીને કંટ્રોલમાં લાવી શકો છો.
સિંધાલુણ (મીઠું)- કેટલીક વાર માથું ભારે લાગે અથવા ચક્કર આવતા હોય ત્યારે લોકો કહેતા હોય છે કે ખાંડ ફાકી જવી જેથી બીપી કંટ્રોલમાં આવી જાય. પણ તેના કરતાં બેસ્ટ ઓપ્શન છે. સિંધાલુણ મીઠું. આ મીઠામાં તમારે મધ મિક્સ કરીને તે ચાટી જવું. આ વસ્તુમાં રહેલા તત્વો લો બીપીમાં રાહત આપશે અને થોડી જ વારમાં તમારું બીપી નોર્મલ થવા લાગશે.
સ્વીટ(ગળપણ)- ઓફિસ વર્ક કરતા લોકો હોય કે ઘરે રહેતો વ્યક્તિ અથવા હાઉસ વાઈફ હોય. કોઈપણને લો બ્લડ પ્રેશર થાય એટલે તરત સુગર લેવાનું પસંદ કરતા હોય છે. પણ તે વધારે પ્રમાણમાં ન ખાવી કેમ કે તેનાથી બ્લડ સુગરની તકલીફ આગળ જતા થતી હોય છે. જે લોકોને આ તકલીફ રહેતી હોય તે ગળી વસ્તુ સાથે રાખતા હોય છે જેના કારણે ઘણી વખત અચાનક વસ્તુ ન મળે તો પ્રોબ્લેમ થાય નહીં. જેમ કે ચોકલેટ, પીપર, ગોળ, સાકર. જ્યારે પણ તમને એવું લાગે તરત સ્વીટ વસ્તુ ખાઈ લેવી જોઈએ. જેથી બીપી નોર્મલ થઈ જાય.
કોફી- એક કપ કોફી, હોટ ચોકલેટ અથવા કેફિનવાળી વસ્તુ ખાવાથી અથવા પીવાથી પણ બીપી કંટ્રોલમાં આવી શકે છે. કોફી બીપી લો હોય ત્યારે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. લો બીપી રહેતું હોય તે દરમિયાન સવારે ઉઠતા જ એક કપ કોફી પીવી, સાથે નાસ્તો જરૂર કરવો. પણ યાદ રાખવું કે વધારે પડતી કોફીની આદત ન પાડવી, કેમ કે કેફિન પણ બોડીને નુકસાન પહોંચાડી શકે છે.
તુલસીના પાન- તુલસીના પાન લો બ્લડ પ્રેશરની સારવારમાં ઘણાં ફાયદાકારક છે. તુલસીના કેટલાંક પાનને મસળીને તેનો જ્યૂસ બનાવી લો. તેમાં એક ટી સ્પૂન મધ મિક્સ કરો. અને સવારે ખાલી પેટે પી જવું.
તમે તુલસીના પાન પણ ખાઈ શકો છો. તે લો બ્લડ પ્રેશર માટે ઘણું લાભદાયી છે. કેમ કે તુલસીના પાનમાં એન્ટી ઓક્સીડન્ટની માત્રા સારી પ્રમાણમાં રહેલી હોય છે. તેથી જો અચાનક બીપી ઘટી જાય તો તુલસીના પાનનું સેવન જરૂર કરી લેવું.
આયરન યુક્ત ખોરાક- મખના, કેળા, પપૈયામાં આયરનની માત્રા સારી રહેલી હોય છે. માટે જો તમારે લો બીપી થઈ જતું હોય તો આયરનયુક્ત ખોરાક લેવો જોઇએ. જે તમારા લો બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે અને વજન પણ નહીં વધે. જમવામાં પણ આયરન યુક્ત ખોરાક સામેલ કરવો જોઇએ. જે તમારા શરીરને પણ તંદુરસ્ત રાખશે.
લીંબુ- જો તમને લાગે કે બીપી ઘટી રહ્યું છે તો તમે લીંબુનો રસ પાણીમાં નાખી પી જાવ. અથવા એક ગ્લાસ લીંબુ શરબત જેમાં મીઠું અને ખાંડ મિક્સ કરીને પી શકો છો. જે તમને બીપી કંટ્રોલ કરવામાં આરામ આપશે.
આમ ઘરેલું ઉપચાર કરીને બીપીનું લેવલ ઉંચું લાવી શકો છો. પરંતુ જો વારંવાર બ્લડ પ્રેશર ઘટી જતું હોય તો તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. જેથી બીમારીનું યોગ્ય નિદાન થઈ શકે. ઘણા લોકો માનતા હોય છે કે હાઈ બ્લડ પ્રેશરથી વધારે પ્રોબ્લેમ થાય છે શરીરને, પરંતુ તે લોકો જાણતા હોતા નથી કે લો બ્લડ પ્રેશર લાંબા ગાળે ઘણી બીમારીઓ નોતરી શકે છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.