મોટાભાગના લોકોને એ જ ખબર હોય છે કે ટૂથપેસ્ટનો ઉપયોગ દાંત સાફ કરવા અને બીજું ઘરેણાંમાં મેલ જામી ગયો હોય તો તેને દૂર કરવા માટે થાય છે. પરંતુ આજે તમને જણાવીશું એવા કેટલાક ઉપાયો જેનાથી માત્ર દાંત સાફ નહીં પણ એવી કેટલીક વસ્તુ છે જેને હંમેશાં માટે કરે છે દૂર.
-કપડાં અથવા ટેબલ પર નેલપોલીશ કે શાહીના ડાઘ ઘણી વખત પડી જતા હોય છે. તેના પર સાબુ ઘસીએ છતાં પણ દૂર થતા હોતા નથી. તેના માટે ટૂથપેસ્ટનો સહારો લઈ શકો છો. કપડાં અથવા જે કોઈ વસ્તુ પર ડાઘ પડ્યો હોય તેની પર ટૂથપેસ્ટ લગાવો. તેને 20 મિનિટ સુધી એમ જ રહેવા દો. અને કપડાંને થોડી વાર ગરમ પાણીમાં પલાળી રાખો, પછી ધોઈ નાખો.
-ઘણી વખત ચા-કોફી, તેલ, વાઇન, વેજિટેબલ, હેર કલર જેવા ઘણા પ્રકારના ડાઘ ફ્લોર પર જોવા મળે છે. જે ઘરની શોભા બગાડતા હોય છે. તો તેના પર ટૂથપેસ્ટનું પાતળું પડ કરી લગાવો. થોડી વાર માટે એમ જ રહેવા દો. અને પછી ભીના કપડાં વડે લૂછી નાખો ડાઘ જતા રહેશે.
-મોટાભાગે મહિલા ઘણી વખત રસોઈ બનાવતા દાઝી જતી હોય છે. તો તે સમયે બળતરા થતી હોય છે. તો તે બળતરાને ઓછી કરવા માટે તમે ટૂથપેસ્ટ લગાવી શકો છો. થોડી વારમાં ઠંડક થઈ જશે અને ફોલ્લા પણ બહુ નહીં પડે.
-ટીનએજ છોકરીઓને ચહેરા પર ખીલ વધારે થતા હોય છે. તો રાત્રે ચહેરા પર ટૂથપેસ્ટ લગાવીને સૂઈ જવું. સવારે ઉઠી ચહેરો ચોખ્ખા પાણીથી વોશ કરી નાખવો. થોડી સમયમાં ખીલ દૂર થઈ જશે અને સ્કીન ઓઈલી હશે તો તેમાં પણ ફરક જોવા મળશે. – દિવાળીમાં મોટાભાગની મહિલા જૂના ઘરેણાંની પણ સફાઈ કરતી હોય છે. કાળા અથવા મેલા દેખાતા ઘરેણાં પર ટૂથપેસ્ટ લગાવાથી ઘરેણાં ચમકવા લાગતા હોય છે.
-ટૂથ પેસ્ટ એટલું જ નહીં ફેસ પેકનું પણ કામ કરતી હોય છે. જો તમે ચહેરો સુંદર બનાવવા માગતા હોવ તો ટૂથપેસ્ટને લીંબુના રસનું મિશ્રણ ફેસ પર લગાવવું. ડાર્ક સર્કલ, ખીલ, કરચલી થોડા દિવસમાં દૂર થઈ જશે અને તમે સુંદર દેખાવા લાગશો.
-ચહેરા સિવાય પણ ટૂથપેસ્ટ મેડિક્યોર-પેડિક્યોર માટે પણ ઉપયોગી છે. તમારે પાર્લરમાં ગયા વગર થોડા હુંફાળા પાણીમાં ટૂથપેસ્ટ મિક્સ કરી ઘરે જ લિક્વીડ તૈયાર કરવું. જેને હાથ-પગ પર મસાજની જેમ ઘસવાથી મેડિક્યોર-પેડિક્યોરનું કામ કરે છે.
-ઘણા લોકોને નખ ગમે તે કરે ચમકતા હોતા નથી તો તેના માટે ટૂથપેસ્ટ ઉપયોગી છે. નખ પર કરેલી નેલપોલિશને રિમૂવર વડે દૂર કરી તેની પર ટૂથપેસ્ટ ઘસવી. થોડા સમયમાં નખ એકદમ ચમકીલા થઈ જશે.
-કેટલીક વખત આપણે દૂધની તપેલી અથવા બાળકોને દૂધ પીવડાવવાની બોટલ હોય તેમાંથી દૂધની સ્મેલ આવતી હોય છે. તો તેને દૂર કરવા માટે થોડું ગરમ પાણી લેવું તેમાં ટૂથપેસ્ટ નાખી મિક્સ કરવું. બોટલમાં રેડી બરાબર હલાવવું. ચોખ્ખા પાણીથી સાફ કરી નાખવું. દૂધની દૂર્ગંધ દૂર થઈ જશે.
-જે ઘરમાં નાના છોકરાં હોય ત્યાં દીવાલનો રંગ બદલાઈ જતો હોય છે. કેમ કે તે પેન્સિલ, બોલપેન જે પણ હાથમાં આવે દીવાલ પર લખવાનું શરૂ કરી દેતા હોય છે. તો આ ડાઘને દૂર કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ડાઘ પર ટૂથપેસ્ટ લગાવો થોડો સમય ઘસો. પછી સાફ કરી નાખો. દીવાલનો રંગનો પણ એવો જ રહેશે અને ડાઘ દૂર થઈ જશે.
-બેડરૂમમાં રાખેલા અરિસા પર વારંવાર પાણીના અથવા ધૂળના ડાઘ પડી જતા હોય છે. તો તમે આ ડાઘ પર ટૂથપેસ્ટ લગાવો. અને કપડાં વડે સાફ કરી નાખો. તમારો ઝાંખો પડી ગયેલો અરિસો ચમકવા લાગશે. અને ડાઘ પણ દૂર થઈ જશે.
-ઘણી વખત લોખંડની વસ્તુ એટલે કે કાટના ડાઘ પડી જતા હોય છે. જેને દૂર કરવા માટે તે જગ્યા પર ટૂથપેસ્ટનનું પાતળું લેયર કરી થોડી વાર માટે એમ જ રહેવા દેવું. પછી તેને સાફ કરી નાખવું. જો કોઈ કપડાં પર કાટના ડાઘ પડી ગયા હોય તો ત્યાં ટૂથપેસ્ટ લગાવી રૂને પાણીમાં પલાળી સાફ કરી નાખવું. -હળદરના ડાઘ પર ટૂથપેસ્ટ ઘસવાથી દૂર થઈ જાય છે. તે ડાઘ પર દસ-પંદર મિનિટ લગાવી રાખી હુંફાળા પાણીથી ધોઈ નાખવું.
નોંધ- આ રીતે મોટાભાગના ડાઘ પર ટૂથપેસ્ટ લગાવાથી ડાઘ દૂર કરી શકાય છે. પરંતુ નાના બાળકો માટે ટૂથપેસ્ટ નુકશાન કારક સાબિત થાય. તેમને આ વસ્તુથી દૂર રાખવા જોઈએ. તેમજ ઉપરોક્ત ઉપયોગો ઇન્ટરનેટ આધારિત છે. તેમજ ત્વચા પર ઉપયોગ કરતાં પહેલા થોડો ટેસ્ટ જરૂર કરી લેવો.
દૂધ વિશેની આ બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.