🧺રોજ સવારમાં કપડાં બોળવા માટે આપણે ડિટર્જન્ટનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. જે પ્રમાણે કપડાં હોય તે પ્રમાણે ડિટર્જન્ટનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. ઘણાં લોકો કપડાં બોળે પછી તેનું વધેલું પાણી ઢોળી દેતા હોય છે. પરંતુ તેનો સદ્દઉપયોગ કરે તો ઘણી વસ્તુનો બચાવ થઈ શકે છે.
🧺જો રોજ આ પાણીથી તમે ઘરના કેટલીક એવી વસ્તુ સાફ કરશો તો પૈસાનો બચાવ થશે. કેમ કે અમુક વસ્તુ ક્લીક કરવા માટે આપણે લીક્વીડનો ઉપયોગ કરતાં હોઈએ છીએ.
🧺તો એજ વસ્તુ સાફ કરવા માટે તમે ડિટર્જન્ટ વાળા પાણીનો ઉપયોગ કરશો તો બચાવ થશે. અને તમારા સંડાસ બાથરૂમ, ચંપલ, ફર્નીચર જેવી ઘણી વસ્તુ ચમકવા પણ લાગશે. તમને જણાવીએ કે એવી કઈ વસ્તુઓ છે જેમાં ડિટર્જન્ટના પાણીનો ઉપયોગ કરી શકો છો.
🧺બાથરૂમનું વોશબેસિન- આપણે રોજ બાથરૂમમાં રહેલું વોશબેસિન કે રસોડાનું સિંક સાફ કરતાં હોઈએ છીએ. તેના માટે બાથરૂમ ક્લીનર કે કોઈ લીક્વીડનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. તેના બદલે કપડાં બોળેલું ડિટર્જન્ટના પાણી વડે વોશબેસિન સાફ કરશો તો જામેલો મેલ મિનિટોમાં સાફ થઈ જશે અને ઝડપથી સાફ થઈ જશે.
🧺તે સિવાય આ પાણીમાં વિનેગર અને ખાવાનો સોડા મિક્સ કરીને કુચા વડે બરાબર ઘસો. જેનાથી તેની પર લાગેલા ડાઘ આસાનીથી દૂર થઈ જશે અને નવા જેવું દેખાવા લાગશે.
🧺બાથરૂમનું ફ્લોર સાફ કરો- આ પાણી મોટા ભાગના લોકો અંતે ઢોળી દેતા હોય છે. તો એવી બૂલ કર્યો વગર ડિટર્જન્ટના પાણી વડે તમે ફર્શ અથવા બાથરૂમનું ફ્લોર પણ સાફ કરી શકો છો. કેમ કે તે પાણીમાં ડિટર્જન્ટ હોવાથી સારી રીતે ગંદકી દૂર થઈ શકે છે. તે પાણીના પોતા પણ કરી શકાય છે. તેનાથી પણ તમારું ફર્શ ચમકવા લાગશે.
🧺કીડી-મંકોડા દૂર કરવા- આ પાણીનો ઉપયોગ તમે જંતુનાશક દવા તરીકે પણ કરી શકો છો. જેમ કે ઘરમાં કોઈ એવી જગ્યા હોય જ્યાંથી કીડી મંકોડા વધારે પ્રમાણમાં નીકળતા હોય તો આ પાણીને સ્પ્રેની બોટલમાં ભરી તે જગ્યા પર છંટકાવ કરવો જેથી નીકળવાના બંધ થઈ જશે.
🧺તે ઉપરાંત આ પાણી સ્ટોર રૂમ, વોશરૂમ, ફર્નિચર પર કે ઘરના એવા કેટલાક ખૂણા છે. ત્યાં છાંટી શકો છો. જેનાથી ઘરમાં નાના જીવાણુંઓ આવશે નહીં. ઉધઈ આવતી હોય તો પણ તે જગ્યા પર છાંટી શકો છો. જો ઘરમાં પ્લાન્ટ્સ હોય તો તેમાં પણ રોજ સવારે પાણીની જગ્યાએ છંટકાવ કરી શકો છો.
🧺ચંપલ કે શૂઝ સાફ કરવા– આ પાણીને અંતે પોતા બોળી આપણે ઢોળી દેવાને બદલે તમારા ગંદા થયેલા ચંપલ સાફ કરી શકો છો. કપડાં ધોવાય જાય તે પછી તમારા સેન્ડલ, શૂઝ, ચંપલ થોડી વાળ આ પાણીમાં બોળી રાખો. પછી કપડાં ધોવાનું બ્રશ મારી સાફ કરી નાખવું. છેલ્લે ચોખ્ખા પાણીથી એક વાર સાફ કરી લેવા જોઈએ.
🧺ઘરમાં રહેલી ટાઈલ્સ- ડિટર્જન્ટના પાણીથી ઘરની દિવાલ પર લગાવેલી ટાઈલ્સો પણ સારી રીતે સાફ કરી શકાય છે. તેના માટે એક કોટનનું કપડું ભીનું કરવું અને ટાઈલ્સ પર ઘસવું, પછી કોરું કપડું મારી લેવું ટાઈલ્સો નવી હોય એ રીતે ચમકવા લાગશે. તે સિવાય ચોકડીમાં રહેલી ટાઈલ્સો પણ આ પાણીથી સાફ કરી શકો છો.
🧺મોટાભાગની વસ્તુ આપણે ચોકડીમાં ધોતાં હોઈએ છીએ, તેના કારણે આજુબાજુ લગાવેલી ટાઈલ્સો વધારે ડાઘા વાળી થઈ જતી હોય છે. તો આ પાણી તેના પર રેડી કપડાં ધોવાના બ્રશ વડે ઘસો ટાઈલ્સ પર પડેલા ડાઘ સરળતાથી જતા રહેશે.
જો જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.