💁♀️ આજના મોર્ડન યુગમાં બધા લોકોને એક બીજાથી ચડિયાતું દેખાવું છે. જેમાં મહિલાઓ કલાકો સુધી પાર્લરમાં જાય છે અને પોતાના ચહેરાને સુંદર કરવા અનેક પ્રકારના કેમિકલ્સવાળા પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. જેમાં થોડા સમય સુધી તો સ્કીન સારી થાય જ છે. પરંતુ આ કેમિકલ્સની અસરને લીધે સ્કીન વધારે ડાર્ક અને કરચલી વાળી થઈ જાય છે.
💁♀️ સ્કીન પ્રોબ્લેમ્સમાં સૌથી વધુ સમસ્યા ખીલની છે જે ઘણા લોકોમાં જોવા મળે છે. લોકો આ સમસ્યાને દૂર કરવા માટે અનેક પ્રયાસો કરે છે ઘણા સ્કીનના ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવે છતાં ખીલની સમસ્યામાંથી છુટકારો મળતો નથી.આજે અમે તમને એવો આયુર્વેદિક ઉપાય જણાવશું જે તમે પોતાની રીતે કરી શકો છો અને કોઈ પણ વધારે ખર્ચ કર્યા વગર આ પ્રયોગ થાય છે.
💁♀️ અમે વાત કરી રહ્યા છીએ ગુલાબ જળની જે તમારી સ્કીન પ્રોબ્લેમ્સ દૂર કરવા માટે અકસીર ઈલાજ છે. તેના ઉપયોગથી ખીલની સમસ્યા સાવ દૂર થઈ જશે. હવે જોઈએ આ ગુલાબ જળના પ્રયોગ વિશે.
🌹 સ્કીનની સમસ્યા અને કાળા દાગ દૂર કરવા માટે ગુલાબ જળમાં 3 ટીપાં ગ્લિસરીન એડ કરી અને ફેસ પર લગાવવું અને તેને આખી રાત રહેવા દેવું અને સવારે ઠંડા પાણીથી મોઢું ધોઈ નાખવું. આ પ્રયોગ નિયમિત કરવાથી તમારી સ્કીન પ્રોબ્લેમ્સમાં રાહત મળી જાય છે અને કાળા દાગ પણ દૂર થઈ જાય છે.
🍋 જે લોકોને ચહેરા પર વધારે ખીલ થવાની સમસ્યા હોય એ લોકોએ ગુલાબ જળ અને લીંબુનો પ્રયોગ કરવો. આ પ્રયોગ કરવા માટે સૌપ્રથમ એક વાટકીમાં ગુલાબ જળ અને અડધા લીંબુનો રસ એડ કરો. હવે બંને સરખી રીતે હલાવી અને મિક્સ કરી મિશ્રણને રૂ વડે ચહેરા પર લગાવવું અને 2-3 કલાક બાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો. આ પ્રયોગ નિયમિત કરવાથી ચહેરા પરના બધા ખીલ જતાં રહેશે અને તમારો ચહેરો એકદમ સુંદર થઈ જશે.
🌹 ઘણા લોકો ચહેરા પર થયેલા દાગ-ધબ્બા અને કાળી થયેલી સ્કીનથી પરેશાન હોય છે. તેમના માટે ગુલાબ જળ ઉપયોગી સાબિત થશે. આ સમસ્યાને દૂર કરવા એક પાત્રમાં મુલતાની માટી અને 2-3 ચમચી ગલાબ જળ એડ કરવું. હવે બંને વસ્તુ સરખી રીતે મીકસ કરી મિશ્રણને ચહેરા પર હળવે હાથે લગાવી 1 કલાક રહેવા દેવું. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખવો. આ પ્રયોગ કરવાથી ચહેરાની સમસ્યા એકદમ દૂર થઈ જાય છે અને ચહેરો એકદમ ચમક્વા લાગશે.
🌹 આજના સમયમાં વાહનો અને કારખાનાની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જ જાય છે. તેથી આપણે જ્યારે બહાર જાય અને આપણા ચહેરા પરની સ્કીન પર ખરાબ તત્વો અને ધુમાડો લાગે છે તેનાથી પણ આપણને સ્કીનની સમસ્યા થાય છે. તેથી જ્યારે તમે બહારથી ઘરે આવો ત્યારે ગુલાબ જળથી ચહેરો સાફ કરવો તેથી તમને ક્યારેય સ્કીન પ્રોબ્લેમ્સ થશે નહિ અને ચહેરો એકદમ સુંદર અને ચમકીલો થઈ જશે.
જો ગુલાબ જળના ઉપયોગ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.