🦷 આપણી સુંદરતાને વધારવા આપણે અનેક પ્રયાસો કરતાં હોઈએ છીએ.પરંતુ ઘણા લોકોનો ચહેરો તો સુંદર હોય પણ એમના દાંત સ્વચ્છ અને સફેદ ન હોવાથી સુંદરતા ફીકી પડી જાય છે. જેના કારણે લોકો પરેશાન હોય છે અનેક પ્રયાસ બાદ પણ દાંતની ચમક આવતી નથી.દાંત પીળા થવાના અનેક કારણો હોય છે. જેમાં પીવાના પાણીમાં વધારે ક્ષારનું પ્રમાણ હોવાથી પણ દાંત પીળા થઈ જાય છે.સિગારેટ, પાન, માવા, ગુટકાના ખરાબ વ્યાસનોથી દાંતની ચમક જતી રહે છે.
🦷 તેથી આજે અમે તમારા માટે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમારા દાંત થોડા સમયમાં જ સફેદ અને ચમકીલા થઈ જશે.આ ઉપાય કરવા માટે જોઈતી જરૂરી વસ્તુઓ તમારા ઘરમાંથી જ મળી રહે છે. જેથી તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચ થશે નહીં. ઉપરાંત આ પ્રયોગથી તમને કોઈ પણ જાતનું નુકશાન થતું નથી. હવે જોઈએ આ પ્રયોગ કરવાની પ્રોસેસ.
🍋 એક નાની વાટકીમાં 2 ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી લીંબુનો રસ ઉમેરી અને સરખી રીતે હલાવી મિક્સ કરી દેવું. બંને વસ્તુ તેનું પેસ્ટ બની જાય એટલે જ્યારે તમે સવારે ઉઠો અને બ્રશ કરો ત્યારે ટૂથપેસ્ટની જગ્યાએ આ પેસ્ટનો ઉપયોગ કરવો. દાંત પર હળવા હાથે 5 મિનિટ સુધી બધા દાંત પર ઘસો. દાંત પર પેસ્ટને 5 મિનિટથી વધારે ઘસવું નહીં કારણ કે, તેનાથી પેઢામાં નુકશાન થઈ શકે છે.
🪥 આ પેસ્ટને દાંત પર ઘસ્યા બાદ નોર્મલ પાણીથી કોગળા કરી લેવા. આ પ્રયોગ દિવસમાં 2 વાર કરવો સવારે ઉઠતાની સાથે અને રાત્રે સૂતા સમયે. આવી રીતે નિયમિત પ્રયોગ કરવાથી તમારા દાંત એક્દમ સ્વચ્છ અને ચમકીલા થઈ જશે.
🦷 આ ઉપાયને એક અઠવાડિયા સુધી ચાલુ રાખવો. ત્યાર બાદ 3-4 દિવસ પછી પાછો આ પ્રયોગ કરવો જેથી તમારા દાંતમાં કોઈ નુકશાન ન થાય આવી રીતે પ્રયોગ કરવાથી તમારા દાંત સુંદર અને ચમકીલા થઈ જશે અને ખાસ ધ્યાન રાખવું કે એક વાર તમારા દાંત સુંદર થઈ જાય તો આ પ્રયોગ બંધ કરી દેવો અને તમને અનુકૂળ આવતા ટૂથ પેસ્ટનો ઉપયોગ શરૂ કરી દેવો.
જો દાંતને સફેદ બનાવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.