🫕 સૌ કોઈના ઘરમાં રોજ અલગ અલગ વાનગીઓ રસોઈમાં બનતી હોય છે. પરંતુ ઘણી વાર વાનગીઓ બનાવતા વખતે અમુક સમસ્યા આવે છે. જેમાં ભજીયા-પકોડા જેવી અનેક તળીને બનાવવામાં આવતી વસ્તુઓની રસોઈ બાદ તેલ દાજી ગયું હોય છે અને આ તેલને ફરી રસોઈમાં લેવા માટે તેને ફિલ્ટર કરવું પડે છે. પરંતુ સાચી ટેકનિકની જાણ ન હોવાથી તેલ ફિલ્ટર થઈ શકતું નથી. તેથી આ દાજિયા તેલને ફેકી દેવું પડે છે.
🫕 મિત્રો, આજે અમે તમારા માટે આ આર્ટીકલમાં એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે, જેનાથી તમારે દાજિયુ તેલ કેફી દેવું નહીં પડે અને આસાનીથી તેને ફિલ્ટર પણ કરી શકશો. આ ટિપ્સમાં તમે ઘરમાં રહેલી વસ્તુના ઉપયોગથી જ તેલને રિફાઇન કરી શકો છો. તેથી હવે આપણે જાણીશું આ તેલને ફિલ્ટર કરવાની ટિપ્સને વિગત વાર.
🫕 દાજિયા તેલને ફિલ્ટર કરવાનો ઉપાય :- રસોઈમાં એક વાર ઉપયોગ થયેલ તેલને ફિલ્ટર કરવું હોય તો તેને 3 વાર અલગ-અલગ પ્રોસેસ દ્વારા ફિલ્ટર કરવાનું રહેશે. જ્યારે તમે આ તેલનો ઉપયોગ કોઈ વસ્તુ બનાવવા માટે કર્યો હોય ત્યારે તે વાનગીનો સ્વાદ અને તેના કણો તેમાં રહી ગયા હોય છે અને જો આ તેલનો ઉપયોગ ફિલ્ટર કર્યા વગર કરવામાં આવે તો નવી બનાવેલ વાનગીનો ટેસ્ટ ખરાબ થઈ જશે. જેથી તેને ફિલ્ટર કરવું જરૂરી છે. હવે આપણે આ દાજિયા તેલને ફિલ્ટર કરવાના સ્ટેપ વિશે જાણીશું.
👉 સ્ટેપ 1 :- જ્યારે પણ તમે કોઈ શુદ્ધ તેલનો ઉપયોગ કરી અને કોઈ વાનગી બનાવો છો. ત્યારે તેમાં મોટાં કણો રહી જતાં હોય છે. તેથી જે રસોઈ કરવાનો મોટો જારો હોય તેનાથી આ કણો તેલમાંથી બહાર કાઢી લેવા. જો તમે સીધું નાની ગરણી દ્વારા તેલને ફિલ્ટર કરશો તો ગરણીમાં આ મોટા કણો ફસાઈ જવાથી ફિલ્ટર થઈ શકતું નથી.
👉 સ્ટેપ 2 :- તેલને ફિલ્ટર કરવાના બીજા સ્ટેપમાં તમારે ચા ગાળવાની નાની ગરણીનો ઉપયોગ કરવાનો રહેશે. જેથી દાજિયા તેલમાં રહેલા નાના કણો પણ દૂર થઈ જાય. આ ફિલ્ટર કર્યા બાદ તમારે તેલને 10 મિનિટ સુધી ગરમ કરવું અને તેલ ઠંડુ થયા બાદ આગળનો સ્ટેપ ફોલો કરવો.
👉 સ્ટેપ 3 :- તેલને ફિલ્ટર કરવાનું આ છેલ્લું અને મહત્વનું સ્ટેપ છે. જેનાથી તમારું દાજિયું તેલ એકદમ ક્લીન થઈ જશે. જેમાં તમારે સૌપ્રથમ એક લોટ ચારવાની નાની ચારણી લેવાની છે. ત્યાર બાદ તમારે બજારમાં મળતા કોફી ફિલ્ટર લેવા જોશે અને આ ચારણીમાં રાખી દેવા. ત્યાર બાદ ચારણીની નીચે એક પાત્ર રાખવું. હવે તમારે દાજિયા તેલને આ ફિલ્ટરમાંથી પસાર કરવાનું રહેશે. આ ફિલ્ટર કરવામાં થોડો સમય લાગશે પરંતુ તમારું તેલ એકદમ વણ વપરાયેલ તેલ જેવુ શુદ્ધ થઈ જશે.
👉 જો કોઈ પણ રોસોઈ બનાવ્યા બાદ દાજિયું તેલ વધે છે તેનો તમે ઘરમાં અનેક વસ્તુ પર ઉપયોગ કરી શકો છો. તેથી તમારે આ તેલને ફેકી દેવું પણ નહીં પડે અને તેનો ઉપયોગ પણ થઈ જશે. તો હવે આપણે જાણીશું કે, દાજિયા તેલનો અન્ય ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.
👉 દાજિયા તેલના ઘરમાં અન્ય ઉપયોગ :- બધા લોકોએ પોતાના ઘરના આંગણામાં અલગ-અલગ ફૂલ-છોડ વાવ્યાં હોય છે. જેથી ઘણી વાર ત્યાં અમુક જીવાત થઈ જતી હોય છે અને કીડા-મકોડાનો ત્રાસ વધી જતો હોય છે. તેને દૂર કરવાનો એક સરળ ઉપાય છે. જેમાં દાજી ગયેલા તેલને એક નાની વાટકીમાં ભરી અને આ છોડની પાસે રાખી દેવું. આ પ્રયોગ કરવાથી કીડા-મકોડા અને અન્ય જીવાતોથી થતાં ત્રાસથી બચી શકાશે અને દાજી ગયેલા તેલને વેસ્ટ થતાં અટકવી શકાય છે.
👉 ઘણી વાર ઘરના બારી બારણાંને ખોલતા-બંધ કરતાં તેમાં અવાજ આવતો હોય છે. જે તેના ઇન્જીસ પર કાટ લાગી જવાથી થાય છે. આ કાટને દૂર કરવા દાજીયા તેલને ઇન્જીસમાં રૂ વડે લગાવવાથી આ અવાજ બંધ થઈ જશે અને વધુ કાટ લાગતાં પણ અટકાવી શકાશે.
જો તેલને ચોખ્ખું બનાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.