સૂર્ય દર મહિના એક રાશીમાં રહે છે અને જયારે તે ધનુ રાશી ને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે મકરસંક્રાંતિ મનાવીએ છીએ. આપણા દેશમાં ઉતરાયણ 14 જાન્યુઆરી ના દિવસે મનાવીએ છીએ.આ વખતે મકરરાશી માં સૂર્ય 8:15 પ્રવેશ કરશે અને ઉતરાયણની શરૂવાત થશે. આ ઉતરાયણમાં આપણે કેવું દાન કરવું અને શેનું દાન કરવું, શું ખાવું તેના વિષે આવો જાણીએ તેના વિશે થોડી માહિતી.
8 વાગ્યા પછી જો તમે ગાયને ઘાસ ખવડાવો, કોઈ બ્રાહ્મણ ને ભોજન કરવો, વસ્ત્ર દાન કરવા અથવા જરૂરિયાત મંદને જે જરૂરી હોય તેવી વસ્તુનું દાન કરો તો આ દાન કોઈ દિવસ ક્ષય ન થાય તેવું દાન એટલે કે અક્ષય દાન બની જશે. આ કામ દરેક વ્યક્તિઓએ જરૂર કરવું જોઈએ.
શાસ્ત્રોમાં ઉતરાયણ ના દિવસે સ્નાન, દાન અને જપનું મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રો કહે છે કે સંક્રાતિના દિવસે સ્નાન કરવું જરૂરી છે અને જો સ્નાન બ્રમ્હ મુહુર્ત માં કરવામાં આવે તો શુભ ફળ મળે છે જો કોઈ માણસ આ દિવસે સ્નાન કરતો નથી તો તે સાત જન્મ સુધી રોગી અને નિર્ધન રહે છે આવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.
જો તમે તમારા પિતૃને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમે ઉતરાયણ ના દિવસે પીંડ રહિત શ્રાદ પણ કરી શકો છો અને પિતૃના પાઠ પણ કરી શકાય છે. તેવું કરવાથી પિતૃને શાંતિ મળે છે. તેમજ તમારા ઘણા અટકેલા કામ પૂર્ણ થવા લાગશે તેમજ ઘણા પિતૃ દોષો દૂર થશે.
તેવું માનવામાં આવે છે કે ઉતરાયણ ના દિવસે તાંબાનો સિક્કો અથવા તાંબાની કોઈ પણ વસ્તુ જો વહેતા પાણીમાં પ્રવાહિત કરવામાં આવે તો કુંડળીમાં રહેલ સૂર્ય દોષ દુર થવા લાગે છે. લાલ કપડામાં ઘઉં અને ગોળ બાંધીને કોઈ ગરીબ વ્યક્તિ ને દાન દેવાથી પણ મનની બધી ઈચ્છા પૂરી થાય છે. સૂર્ય નારાયણ પ્રસન્ન રહે છે.
તમારે તમારું ભાગ્ય ચમકાવવું હોય તો મકરસંક્રાંતિ ના દિવસે ગરીબ લોકોને ગરમ કપડા, ચાદર, ઘી, ચોખા, કાચી ખીચડી આવી બધી વસ્તુનું દાન કરવું જોઈએ આ દાન કરવાથી તમારા ઘરમાં પણ સમૃદ્ધિનું આગમન થશે. તથા તમારા જે પણ કામ અટકેલાં હશે તે જલ્દીથી પૂર્ણ થશે.
સફેદ તલનું દાન કોઈ પણ મંદિરમાં કરવું જોઈએ આ દાન કરવાથી ઘરમાં અક્ષય લક્ષ્મીનું આગમન થાય છે. શિવ મંદિરે જઈ ને ગાયના ઘી નો દીવો શિવલિંગ સામે પ્રજ્વલિત કરવાથી અને દીપ દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરની દરિદ્રતા દુર કરે છે.
ઉતરાયણ ના દિવસે આપણે બધા તલથી બનેલી વસ્તુતો ખાતા જ હોએ છીએ, પણ આ દિવસે સ્નાન કરતા પહેલા શરીર પર તલના તેલની માલીશ કરી પછી સ્નાન કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને આપણા મનની બધી ઈચ્છા પૂર્ણ કરે છે. આ દિવસે વધારે તલની બનેલી વસ્તુ ખાવી જોઈએ.
ગાયના ઘી નો અભિષેક શિવલિંગ પર કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાંથી દરિદ્રતા દુર થાય છે. તાંબાના લોટમાં સફેદ તલ ભરી અને લોટનું દાન કરવાથી બધા દેવી, દેવતા પ્રસન્ન થાય છે. આ દિવસે સત્યનારાયણ દેવની કથા અને પૂજા કરવાથી પણ બધી ઈચ્છા પૂર્ણ થાય છે.