આજે તમને જે ઔષધિ વિષે જણાવીશું તેનું નામ છે, તગર. આ ઔષધિ શરીર માટે એક અનોખી શક્તિ પ્રદાન કરે છે. આ ઔષધિ વધારે કશ્મીર, હિમાલય અને ભૂટાનમાં વધારે જોવા મળે છે. આ ઔષધિને સુગંધબાલા નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં તેને ગંઠોડા તગર નામથી ઓળખવામાં આવે છે. તે તગરના છોડના મૂળ આડા અવળા જોવા મળે છે. વધારે આ ઔષધિનો ઉપયોગ મહિલાઓ માટે કરવામાં આવે છે. આ મહિલાઓના પેટમાં રહેલા વાયુને આસાનીથી કાઢી શકે છે.
આ ઔષધિ 5 થી 15 ઇંચ જેટલી ઊંચાઈ ધરાવે છે અને તે વેલના રૂપમાં જમીન ઉપર પથરાયેલી જોવા મળે છે. તેના પાનનો આકાર આપણાં હ્રદય સમાન જોવા મળે છે તેની પહોળાઈ એક થી દોઢ ઇંચ જેટલી હોય છે. તેમાં ફૂલ અને ફળ પણ આવે છે. તો ચાલો જાણીએ તે ઔષધિને કેવી રીતે અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ અને શરીરના ક્યાં ક્યાં રોગ માટે ઉપયોગી સાબિત થાય છે.
સ્નાયુ રોગ- સ્નાયુના રોગમાં તગર ખુબ જ ઉપયોગી સાબિત થશે. નિયમિત એક ગ્લાસ પાણી તેની અંદર 3 ગ્રામ તગરના મૂળ વાટીને મિક્સ કરો પછી તેની અંદર દોઢ ચમચી તલનું તેલ મિક્સ કરી ગેસ પર ધીમી આંચે ગરમ કરો. આ ગરમ કરેલા પાણીના સેવનથી સ્નાયુઓનો દુખાવો ધીમે ધીમે ઓછો થઈ જશે. આ કાર્ય અઠવાડિયામાં 2 વાર જ કરવું. બહાર વગેલા ઘા પર તગરના પાન વાટી અને પેસ્ટ બનાવી ઘા પર લગાવી રાખવાથી ઘા રૂજાવા લાગશે.
ડાયાબિટીસ- ડાયાબિટીસના દર્દી માટે પણ તગર ઉપયોગ થઈ શકે છે. તગરનો પાવડર ડાયાબિટીસના દર્દી માટે સૌથી વધારે ફાયદાઓ કરે છે. બે ગ્રામ જેટલો તગરનો પાવડર ખાઈ ઉપર થોડું પાણી પીવું પછી બે કલાક સુધી કઈ ખાવું નહીં ડાયાબિટીસમા રાહત થશે શુગર લેવલ કંટ્રોલ થવા લાગશે. 20 થી 35ml પાણીમાં તગરના મૂળનો ઉકાળો બનાવી દરોજ સવારે ભૂખ્યા પેટે પીવો લોહીનું શુગર લેવલ કંટ્રોલ થવા લાગશે.
મગજ- ભૂલવાની બીમારી હોય તેવા વ્યક્તિઓને તગર ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. આ બીમારી વાળા લોકોને નિયમિત સવારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી તગર પાવડર મિક્સ કરી સેવન કરવાનું ચાલુ કરો મગજની યાદશક્તિમાં વધારો થવા લાગશે. આ કાર્ય નિયમિત કરવાથી ભૂલવાની બીમારી બિલકુલ નીકળવા લાગશે.
પેશાબ- પેશાબમાં થતી બળતરા કે પેશાબ પીળો આવવાની સમસ્યા માટે તગર ઉપયોગી સાબિત થાય છે. બે ગ્રામ તગર પાવડર એક ચમચી ખાંડ સાથે મિક્સ કરીને ખાવું પેશાબની તકલીફ ઓછી થવા લાગશે. એક ચમચી તગર પાવડર, અર્ધી ચમચી દેવદાર પાવડર અને અર્ધી ચમચી સેંધા નમક મિક્સ કરો અને તેને એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળો. આ ઉકળાની અંદર એક ચમચી તલનું તેલ મિક્સ કરી તેનું સેવન કરવાથી પેશાબ સબંધિત સમસ્યા દૂર થવા લાગશે. તલના તેલમાં રુ પલાળી યોનિમાં રાખવાથી યોનિ માર્ગનો દુખાવો દૂર થાય છે.
તણાવ- જે લોકો વધારે તણાવમાં રહે છે તેની માટે આ સૌથી બેસ્ટ ઉપાય માનવમાં આવે છે. આયુર્વેદમાં પણ આ ઉપાય કરવાનું કહેવામા આવેલો છે. તણાવમાં રહેલા માણસને સવાર અને સાંજ એક ચમચી તગર પાવડર અને એક ચમચી મધ મિક્સ કરીને ચાટી જવું. તણાવ, ગભરાહટ, બેચેની જેવી સમસ્યાથી રાહત મળી જશે. આ કાર્ય નિયમિત કરવું જરૂરી છે.
મહિલા- જે મહિલાને માસિકધર્મ દરમિયાન તકલીફ થાય છે તેની માટે પણ તગર વધારે ફાયદા વાળું રહે છે. સમય પર માસિક નહીં આવવું, વધારે રક્તસ્ત્રાવ જેવી સમસ્યા માટે 100ml પાણીમાં 5 થી 7 ગ્રામ તગરનો પાવડર મિક્સ કરી પાણીને પાંચ મિનિટ સુધી ઉકાળો અને તે ઉકાળેલા પાણીને રાત્રે સૂતા પહેલા પીવું. માસિક સમયસર આવશે અને વધારે રક્તસ્ત્રાવ નહીં થાય.
ઉપર જણાવ્યા મુજબ આમની કોઈ વસ્તુની એલર્જી રહેલી હોય તો તેનું સેવન ડોકટરની સલાહ લીધા વગર કરવું નહીં. કહેલી તમામ વસ્તુને કીધા પ્રમાણમા ઉપયોગમાં લેવું જેથી કોઈ સમસ્યા થવાની શંકા રહે નહીં. જે વસ્તુની એલર્જી રહેલી હોય છે તેવા વ્યક્તિને તે વસ્તુથી દૂર રહેવું જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.