🐋આપણે એ વાતને તો જાણીએ જ છીએ કે મહાસાગરો આપણને અનેક કિંમતી વસ્તુઓ આપે છે. માત્ર એ વસ્તુ કિંમતી જ નહીં પરંતુ તે ખૂબ જ સુંદર પણ હોય છે. મહાસાગરમાંથી મળતા છીપલા, શંખ, રંગબેરંગી પથ્થર અને રેતી. આ તમામ વસ્તુ નો ઉપયોગ કરીને ઘર સજાવટ માટેની અનેક વસ્તુ બનાવવામાં આવે છે. દરિયાની રેતીમાંથી તો ખૂબ જ કિંમતી એવા રેતીના ચિત્રો બનાવવામાં આવે છે. જે ખૂબ જ મોટી કિંમતે બજારમાં વેચાય છે.
🐋 દરિયાના કિનારે મોજાઓમાં તણાતા છીપલા અને શંખ નાના બાળકો એકઠા કરે છે અને રમે છે. તો વાત કરીએ એક વખત થાઈલેન્ડમાં એક મહિલાને ખૂબ જ કિંમતી એવી ચીજ મળી આવી હતી તો ચાલો જોઈએ તે ચીજ શું હતી.
🐋લક એ તમને ક્યારે રોડપતિમાંથી કરોડપતિ બનાવે તે કોઈ જાણી શકતું નથી. નસીબ ખૂલે ત્યારે લોકો રાતોરાત લખપતિ બની શકે છે. તેવું જ કંઈક થાઈલેન્ડમાં નાખોન સી થમ્મારતન ના કાંઠે ચાલતી એક મહિલાને દરિયાની એ રેતીમાંથી કંઇક એવી ચીજ મળી આવી કે તેણે તેને એક જ રાતમાં લાખોપતિ બનાવી દીધી.
🐋એ 45 વર્ષીય સિરિપોર્ન નયુમરીન તે દિવસે બીચ પર વોક કરી રહી હતી અને અચાનક જ તેની નજર એક એવી ચીજ પર પડી કે જે એક ગાંઠ જેવી દેખાતી હતી. તે જોતાં જ નયુમરીનને તેને નજીકથી જોઈ તો તેમાંથી તેને માછલી જેવી વાસ આવવા લાગી તેને જોઈને તેને એવો વિચાર આવ્યો કે તે ચીજ કદાચ કોઈ કામની હોય શકે.
🐋નયુમરીને તે ચીજને પોતાના ઘરે લાવવાનું વિચાર્યું. આવીને એ ચીજની પરખ કરવા માટે તેણે પડોસીને એ વિચિત્ર વસ્તુ બતાવી. ત્યારે એ અજીબ દેખાતી વસ્તુ વહેલ માછલીની ઊલટી છે તેવું જાણવા મળ્યું. તેને અંબરગ્રીસ પણ કહેવામાં આવે છે.
🐋આ વાત સાંભળતા જ તેને ખૂબ જ નવાઈ લાગી કે વહેલ માછલીની ઊલટી એટલે કે અંબરગ્રીસ કે જેની કિંમત આંતરરાષ્ટીય બજરમાં સાત કરોડ રૂપિયા આસપાસ અંદાજાય છે. આ મહિલાને જે અંબરગ્રીસ મળી હતી તે 12 ઈંચ પહોળી અને 24 ઈંચ લાંબી હતી અને તેની આશરે 1.85 લાખ પાઉન્ડ એટલે કે 1.7 કરોડ રૂપિયા જેટલી મોટી કિંમત ઊપજી શકે તેમ હતી.
🐋અંબરગ્રીસની ઉપયોગિતા :
🐋1. આ અંબરગ્રીસનો ઉપયોગ ભારત જ નહિ પરંતુ, વિશ્વભરમાં સદીઓથી સુગંધી દ્રવ્ય તથા દવા બનાવવામાં માટે થતો આવ્યો છે.
🐋2. લખનૌની ઇન્ટિગ્રલ યુનિવર્સિટીમાં ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્મોકલોજીના એસોસિયેટ પ્રોફેસર ડૉ બદ્રુદિને બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે “વહેલની ઊલટી નો ઉપયોગ યુનાની દવાઓમાં સદીઓથી થતો આવ્યો છે. આ દવાઓ મગજ, શરીર, ચેતાતંતુ તેમજ જાતીય બિમારીઓને ઠીક કરવામાં અલગ-અલગ ઔષધિઓની સાથે કરવામાં આવે.
🐋3. અંબરગ્રીસનો ઉપયોગ કરવાથી વનસંરકક્ષક ડી. ટી. વસાવડાના મત અનુસાર જાતીય ઉતેજનમાં વૃધ્ધિ થાય છે, તેવી માન્યતા છે પરંતુ આ અંગે કોઈ વૈજ્ઞાનિક કે નક્કર પુરાવાઓ નથી મળ્યા.
🐋અંબરગ્રીસને પારખવાની રીત : જો તમને પણ કોઈ દરિયાના કિનારેથી અંબરગ્રીસ જેવી કોઈ ચીજ મળી જાય તો તમે તેને કેવી રીતે પરખશો ? તેની એક સરળ રીત છે જો તમને તે મળે તો તમારે અંબરગ્રીસના એક ભાગને આગમાં ગરમ કરો અને તે પીગળી જાય બાદ ઠંડો થતાં તે ફરી મૂળ રૂપમાં આવી જાય તો તે ઓરીજનલ અંબરગ્રીસ જ છે અને તમે પણ બન્યા છો કરોડપતિ.
જો આ વ્હેલ માછલીની ઊલટી વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.